________________
| ४१७
श्री भगवती सूत्र-3
सयमेव आभरण-मल्ला-लंकारं ओमुयइ, ओमुइत्ता सयमेव पंचमुट्ठियं लोयं करेइ, करित्ता जेणेव समणे भगवं महावीरे तेणेव उवागच्छइ, उवागच्छित्ता समणं भगवं महावीरं तिक्खुत्तो आयाहिणं पयाहिणं करेइ जावणमंसित्ता एवं वयासी-आलित्ते णं भंते ! लोए, पलित्ते णं भंते ! लोए, आलित्तपलित्ते णं भंते ! लोए, जराए मरणेण य, एवं एएणं कमेणं जहा खंदओ तहेव पव्वइओ जाव सामाइयमाइयाई एक्कारस अंगाई अहिज्जइ जाव बहूहिं चउत्थछट्ठट्ठम दसम जाव विचित्तेहिं तवो कम्मेहिं अप्पाणं भावेमाणे बहूई वासाइं सामण्णपरियागं पाउणइ, पाउणित्ता मासियाए संलेहणाए अत्ताणं झूसेइ, झूसित्ता स४ि भत्ताइ अणसणाए छेदेइ, छेदित्ता जस्सट्ठाए कीरइ णग्गभावे जाव तमट्ठ आराहेइ, आराहेत्ता जाव सव्व दुक्ख-प्पहीणे ।
ભાવાર્થ:- શ્રમણ ભગવાન મહાવીર સ્વામીની પાસે ધર્મ શ્રવણ કરીને, હૃદયમાં ધારણ કરીને ઋષભદત્ત બ્રાહ્મણ અત્યંત પ્રસન્ન થયા, તુષ્ટ થયા. હર્ષિત અને સંતુષ્ટ થઈને ઊભા થયા, ઊભા થઈને શ્રમણ ભગવાન મહાવીરને ત્રણ વાર આદક્ષિણા પ્રદક્ષિણા કરી. વંદન-નમસ્કાર કર્યા અને આ પ્રમાણે નિવેદન કર્યું કે હે ભગવદ્ ! આપનું કથન યથાર્થ છે. હે ભગવન્! આપનું કથન યથાર્થ છે; ઇત્યાદિ શતક-૨/૧માં સ્કંદક તાપસના પ્રકરણમાં કહ્યા અનુસાર યાવતુ જે આપ કહો છો, તે તે જ પ્રકારે છે. આ રીતે કહીને ઋષભદત્ત બ્રાહ્મણ ઈશાનકોણમાં ગયા; ત્યાં જઈને સ્વયમેવ આભરણ, માળા અને અલંકારોને ઉતાર્યા ત્યાર પછી સ્વયમેવ પંચમુષ્ટિ લોચ કર્યો, કરીને શ્રમણ ભગવાન મહાવીર સ્વામી પાસે આવ્યા. ભગવાનને ત્રણ વાર પ્રદક્ષિણા કરીને વંદન-નમસ્કાર કરીને આ પ્રમાણે કહ્યું –
હે ભગવન્! આ લોક બળી રહ્યો છે, હે ભગવન્! આ લોક વિશેષરૂપે બળી રહ્યો છે. હે ભગવન! આ લોક ચારે તરફથી અત્યંત પ્રજ્વલિત છે. આ લોક જરા અને મરણથી ચારે તરફ પ્રજ્વલિત છે. આ પ્રમાણે કહીને સ્કંદ તાપસની જેમ પ્રવજ્યા અંગીકાર કરી; સામાયિક આદિ અગિયાર અંગોનું અધ્યયન કર્યું. અનેક ઉપવાસ, છઠ, અટ્ટમ, ચાર ઉપવાસ આદિ વિવિધ તપશ્ચર્યાઓથી આત્માને ભાવિત કરતાં અનેક વર્ષો સુધી શ્રમણ પર્યાયનું પાલન કરીને, એક માસનો સંથારો કરીને, સાઠ ભક્તના અનશનનું છેદન કરીને, જે ધ્યેયની સિદ્ધિ માટે નગ્નભાવ (નિગ્રંથપણું સંયમ)નો સ્વીકાર કર્યો હતો, તે નિર્વાણરૂપ ધ્યેયની આરાધના કરી અને સર્વ દુઃખોથી મુક્ત થયા. १० तएणं सा देवाणंदा माहणी समणस्स भगवओ महावीरस्स अंतियं धम्म सोच्चा णिसम्म हट्ठा-तुट्ठा समण भगवं महावीर तिक्खुत्तो आयाहिण-पयाहिण जाव णमंसित्ता एवं वयासी- एवमेयं भंते ! तहमेयं भंते ! एवं जहा उसभदत्तो तहेव जाव धम्म आइक्खियं ।