________________
[ ૪૧૨ |
શ્રી ભગવતી સૂત્ર-૩
લઈ શકાય તેવો સુંદર રથ બળદો જોડીને ઉપસ્થિત કરો. આ પ્રમાણે કરીને મને નિવેદન કરો.
ઋષભદત્ત બ્રાહ્મણની આ પ્રકારની આજ્ઞા સાંભળીને કૌટુમ્બિક પુરુષો પ્રસન્ન થયા. તેઓએ પુલકિત હૃદયથી બંને હાથ જોડીને, મસ્તક પર અંજલી કરીને કહ્યું– “હે સ્વામિન્ ! આપની આજ્ઞા અમોને માન્ય છે.” આ પ્રમાણે કહીને, વિનયપૂર્વક તેમની આજ્ઞાનો સ્વીકાર કર્યો અને આજ્ઞાનુસાર ઉત્તમ બળદોને જોડીને શીઘ્રગતિવાળો આદિ ઉપર્યુક્ત વિશેષણયુક્ત શ્રેષ્ઠ ધાર્મિક રથ ઉપસ્થિત કર્યો અને ઋષભદત્ત બ્રાહ્મણને નિવેદન કર્યું કે આપની આજ્ઞાનુસાર શ્રેષ્ઠ રથ ઉપસ્થિત કર્યો છે.
४ तएणं से उसभदत्ते माहणे हाए जाव अप्पमहग्घाभरणालंकियसरीरे साओ गिहाओ पडिणिक्खमइ, पडिणिक्खमित्ता जेणेव बाहिरिया उवट्ठाणसाला जेणेव धम्मिए जाणप्पवरे तेणेव उवागच्छइ, उवागच्छित्ता धम्मियं जाणप्पवरं दुरूढे ।
तएणं सा देवाणंदा माहणी ण्हाया जाव अप्पमहग्घाभरणालंकियसरीरा, बहूहिं खुज्जाहिं, चिलाइयाहिं, णाणादेस-विदेसपरिपिडियाहिं, सदेसणेवत्थगहियवेसाहिं, इंगिय-चिंतिय-पत्थिय-वियाणियाहिं, कुसलाहिं, विणीयाहिं, चेडियाचक्कवाल- वरिसधर-थेरकंचुइज्ज-महत्तरगवंद-परिक्खित्ता अंतेउराओ णिग्गच्छइ, णिग्गच्छित्ता जेणेव बाहिरिया उवट्ठाणसाला, जेणेव धम्मिए जाणप्पवरे तेणेव उवागच्छइ, उवागच्छित्ता जाव धम्मियं जाणप्पवरं दुरूढा । શબ્દાર્થ - કુનર્દિ-દાસીઓ સાથે, પિંડાર્દિ = એકત્રિત થઈ સકેવસ્થારિયાદ્રિ = પોતાના દેશની વિભૂષાનુસાર વેષ પહેરીને, જિય-વિતિયપસ્થિવિયાળિયા = સંકેતથી જ ચિંતિત અને ઈચ્છત વિષયને જાણનારી, જિળીયાદ = વિનય કરનારી, યિા વરંવાર - દાસીઓથી ઘેરાયેલી, વરસધર = વર્ષઘર(નપુંસક બનાવેલા અંતઃપુર રક્ષક) થેરવવુ% = વૃદ્ધ કંચુકી પુરુષ-પ્રતિહારી, મહારાવ પરિહા = માન્ય પુરુષોના વૃંદ સહિત. ભાવાર્થ :- ત્યાર પછી ઋષભદત્ત બ્રાહ્મણે સ્નાન કર્યું. ઉત્તમ વસ્ત્રો ધારણ કર્યા અલ્પભારવાળા અને મહામૂલ્યવાન આભૂષણોથી પોતાના શરીરને અલંકૃત કર્યું અને પોતાના ઘેરથી નીકળ્યા. નીકળીને જ્યાં બાહ્ય ઉપસ્થાન શાળા(સભાભવન) હતી અને જ્યાં ધાર્મિક શ્રેષ્ઠ રથ હતો, ત્યાં આવ્યા. આવીને રથ પર આરુઢ થયા.
તેવી જ રીતે દેવાનંદા બ્રાહ્મણીએ અંતઃપુરમાં જઈને સ્નાન કર્યું, યાવત્ સર્વ કાર્ય કરીને અલ્પભારવાળા અને બહુમૂલ્યવાળા આભરણોથી શરીરને અલંકૃત કરીને, અનેક કુબ્બા દાસીઓ, ચિલાત દેશની દાસીઓ, અનેક દેશ-વિદેશની દાસીઓ પોતાના દેશના પહેરવેશને ધારણ કરનારી, ઈગિત-આકૃતિ દ્વારા ચિત્તિત અને ઈષ્ટ અર્થને જાણનારી, કુશલ અને વિનય સંપન્ન એવી દાસીઓના પરિવાર સહિત તથા