________________
શતક-૯ઃ ઉદ્દેશક-૩૨
૪૦૩]
ફલ-વિપાકથી અસુરકુમાર, અસુરકુમારોમાં સ્વયં ઉત્પન્ન થાય છે, અસ્વયં ઉત્પન્ન થતા નથી, તેથી તે ગાંગેય !પૂર્વોક્ત પ્રકારે કહ્યું છે. આ રીતે સ્વનિતકુમાર દેવો સુધી જાણવું જોઈએ. ५९ सयं भंते ! पुढविक्काइया, पुच्छा ?
गंगेया ! सयं पुढविक्काइया पुढविकाइयत्ताए उववजंति, णो असयं पुढविक्काइया पुढविकाइयत्ताए उववजति ।
से केणतुणं भंते ! एवं वुच्चइ जाव उववजंति ?
गंगेया ! कम्मोदएणं, कम्मगुरुयत्ताए, कम्मभारियत्ताए, कम्मगुरुभारयत्ताए सुभासुभाण कम्माण उदएण, सुभासुभाण कम्माण विवागेण. सुभासुभाणं कम्माणं फलविवागेणं सयं पुढविकाइया पुढविकाइयत्ताए उववजंति, णो असयं पुढविक्काइया पुढविकाइयत्ताए उववज्जति । से तेण?ण गगेया ! जाव उववज्जति । एवं जाव मणुस्सा । वाणमतरजोइसिय-वेमाणिया जहा असुरकुमारा । जाव से तेणद्वेणं गंगेया! एवं वुच्चइ- सयं वेमाणिया वेमाणियत्ताए उववज्जति, णो असयं । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! શું પૃથ્વીકાયિક, પૃથ્વીકાયિકોમાં સ્વયં ઉત્પન્ન થાય છે કે, અસ્વયં ઉત્પન્ન થાય છે?
ઉત્તર-હે ગાંગેય ! પૃથ્વીકાયિક, પૃથ્વીકાયિકોમાં સ્વયં ઉત્પન્ન થાય છે, અસ્વયં ઉત્પન્ન થતા નથી. પ્રશ્ન- હે ભગવન્! તેનું શું કારણ છે?
ઉત્તર- હે ગાંગેય ! કર્મોના ઉદયથી, કર્મોના ગુરુપણાથી, કર્મોના ભારેપણાથી, કર્મોના અત્યંત ગુરુત્વ અને ભારેપણાથી શુભાશુભ કર્મોના ઉદયથી, શુભાશુભ કર્મોના વિપાકથી અને શુભાશુભ કર્મોના ફલ વિપાકથી પૃથ્વીકાયિક, પૃથ્વીકાયિકોમાં સ્વયં ઉત્પન્ન થાય છે, અસ્વયં ઉત્પન્ન થતા નથી. તેથી તે ગાંગેય ! પૂર્વોક્ત પ્રકારે કહ્યું છે. આ રીતે મનુષ્યો સુધી જાણવું જોઈએ. જે રીતે અસુરકુમારના વિષયમાં કહ્યું, તે જ રીતે વાણવ્યંતર, જ્યોતિષી અને વૈમાનિક દેવોના વિષયમાં પણ જાણવું જોઈએ. યાવત્ હે ગાંગેય! તેથી કહું છું કે વૈમાનિક, વૈમાનિકોમાં સ્વયં ઉત્પન્ન થાય છે; અસ્વયં ઉત્પન્ન થતા નથી.
વિવેચન :
પ્રસ્તુત ત્રણ સૂત્રોમાં “નૈરયિક સ્વયં ઉત્પન્ન થાય છે, અસ્વયં નહીં” ઇત્યાદિ પ્રશ્નોત્તર દ્વારા જીવની ભિન્ન-ભિન્ન સ્થાનમાં ઉત્પત્તિના કારણભૂત શુભાશુભ કર્મોનું સૂચન છે. જીવની સ્વયં ઉત્પત્તિના કારણ:- (૧) કર્મોનો ઉદય (૨) કર્મોની ગુરુતા (૩) કર્મોનું અત્યંત ભારેપણું