________________
| ૪૦૪ ]
શ્રી ભગવતી સૂત્ર-૩
(૪) કર્મોની ગુરુતા અને ભારેપણાની અતિપ્રકર્ભાવસ્થા (૫) વિપાક-યથાબદ્ધ રસાનુભૂતિ (6) ફલવિપાક-રસપ્રકર્ષતા, (૭) કર્મવિગતિ-કર્મોનો અભાવ (૮) કર્મ વિશોધિ-કર્મોના રસની વિશુદ્ધિ (૯) કર્મ વિશુદ્ધિ-કર્મોના પ્રદેશોની વિશુદ્ધિ ઇત્યાદિ કારણ અનુસાર જીવ શુભાશુભ સ્થાનમાં જાય છે.
અહીં કેટલાક શબ્દો એકાર્થક છે. તેમ છતાં તેનો પ્રયોગ ભાવોની પ્રકર્ષતાને પ્રગટ કરે છે. અશુભ કર્મોના ઉદયે નરકાદિ દુર્ગતિ, શુભ કર્મોના ઉદયે દેવાદિ સુગતિ અને શુભાશુભ કર્મોના ઉદયે મનુષ્ય અને તિર્યંચ ગતિ પ્રાપ્ત થાય છે. ગાંગેય અણગારની શ્રદ્ધા અને પંચ મહાવ્રત સ્વીકાર:६० तप्पभिइंच णं से गंगेये अणगारे समणं भगवं महावीरं पच्चभिजाणइ सव्वण्णुं सव्वदरिसिं । तएणं से गंगेये अणगारे समणं भगवं महावीरं तिक्खुत्तो आयाहिणं पयाहिणं करेइ, करेत्ता वंदइ णमंसइ, वंदित्ता णमंसित्ता एवं वयासी- इच्छामिणं भंते ! तुब्भं अंतियंचाउज्जामाओ धम्माओ पंचमहव्वइयं,सपडिक्कमणं धम्मपडिवज्जित्तए । एवं जहा कालासवेसियपुत्तो तहेव भाणियव्वं जाव सव्वदुक्खप्पहीणे ॥ सेवं भंते ! સેવં મિત્તે . શબ્દાર્થ -તપૂમડું ત્યારથી લઈને, ત્યારે જ તે પન્નમના વિશ્વાસપૂર્વક જાણ્યું.
ભાવાર્થ:- ત્યારે(પ્રશ્નોનું સમાધાન મેળવ્યા પછી) ગાંગેય અણગારે શ્રમણ ભગવાન મહાવીરને સર્વજ્ઞ અને સર્વદર્શી જાણ્યા. પશ્ચાત્ તેમણે શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને ત્રણ વાર પ્રદક્ષિણા કરી, વંદન-નમસ્કાર કર્યા અને વંદન નમસ્કાર કરીને આ પ્રમાણે નિવેદન કર્યું– “હે ભગવન્! હું આપની પાસે ચાતુર્યામ ધર્મમાંથી પ્રતિક્રમણ યુક્ત પંચમહાવ્રતરૂપ ધર્મ અંગીકાર કરવા ઇચ્છું છું.” વગેરે સંયમ તપ આરાધના સંબંધી સંપૂર્ણ વર્ણન શતક ૧/૯ માં કથિત કાલાસ્યવેષિપુત્ર અણગારની સમાન જાણવું જોઈએ. યાવતુ ગાંગેય અણગાર સર્વ દુઃખોથી રહિત બની સિદ્ધ થયા. / હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે. II
વિવેચન :
પૂર્વોક્ત પ્રશ્નોત્તરથી ગાંગેય અણગારને પ્રભુની સર્વજ્ઞતા પર વિશ્વાસ આવ્યો, તુરંત જ તેણે પ્રભુને વંદન કર્યા અને પ્રભુની નિશ્રામાં પુનઃદીક્ષિત થયા, પ્રભુના શાસનમાં ભળી ગયા. ત્યાર પછી સંયમની પૂર્ણ આરાધના કરી તે જ ભવે મુક્ત થયા.
પ્રસ્તુત પ્રસંગ પરમાત્માની વીતરાગતાને પ્રગટ કરે છે. કોઈ પણ વ્યક્તિ શ્રદ્ધા સહિત વિનયપૂર્વકનો