________________
આ ઉદ્દેશકથી શાંત ચિત્તે તમારે વિચારી લેવો, ન સમજાય તો મને પૂછી લેજો. પ્રયોગઃ ૫ – [કુમારો] ભગવતી મૈયા! અમે વાંચીને મનન કર્યું. દેવલોકમાં જન્મ થાય તો પણ નાના મોટા નોકર ચાકર બનીને રહેવાનુંને?
[ભગવતી મૈયા] હા કુમારો! મોહરાજાનું રાજ્ય વિશાળ છે. તેના બંધનથી આપણે બંધાયેલા છીએ.
આ પાંચમા પ્રયોગમાં દેવ-દેવી વિષયક ચર્ચા સ્થવિર ભગવંતોએ કરી છે. પ્રભુએ ઉત્તર આપ્યા છે. ચાર જાતિના દેવ, દેવેન્દ્રો છે. તેની અગ્રમહિષીઓ પણ છે, તે બે દેવલોક સુધી હોય છે. એક એક અગ્રમહિષીઓની તહેનાતમાં અનેક દેવ દેવીઓ દાસ-દાસીઓ રૂપે સેવા કરે છે. તેની હકીકત આ ઉદ્દેશકથી તમારે જાણી લેવી. પ્રયોગઃ ૬:- [કુમારો] ભગવતી મૈયા! શું આ મોહરાજાના હુકમથી ચારેય બાજુ ઘૂમ્યા જ કરવાનું? શું કોઈ સ્થાયી સ્થાનમાં રહેવાનું જ નહીં? આ કર્મલીલા ક્યારે પૂરી થશે? તેનો ઉપાય પ્રકાશો.
ભગવતી મૈયા] કુમારો ! વ્રત નિયમ નિરતિચાર પાળવામાં આવે તો મોક્ષ પ્રાપ્ત થાય. સાતિચાર પાળવામાં આવે તો દેવલોકના સુખ પ્રાપ્ત થાય. તે દેવોને ગર્ભનું દુઃખ ઉત્પન્ન થતું નથી, સીધા શય્યામાં ઉત્પન્ન થાય છે. તેને (૧) ઉપપાત સભા કહે છે,
ત્યારપછી (૨) અભિષેક (૩) અલંકાર (૪) અર્ચનિકા (૫) સુધર્મા સભા. આમાં પણ પુણ્ય લીલાના પ્રયોગના ખેલ છે. તે સભાનું વર્ણન રાજપ્રશ્રીય સૂત્રમાંથી વાંચી લેવું. પ્રયોગ : ૭ થી ૩૪ :- [ભગવતી મૈયા] કુમારો ! આપણે દેવલોકનો ઈતિહાસ જાણ્યો. હવે પાછા મનુષ્ય લોકનો ઈતિહાસ જાણીએ. મેરુ પર્વતની ઉત્તરે લવણ સમુદ્રમાં ૨૮ અંતરદ્વીપ છે. નવમાં શતકમાં દક્ષિણ દિશા તરફના ૨૮ અંતરદ્વીપના ઉદ્દેશક કહ્યા હતા અને આ ઉત્તર દિશાના ૨૮ અંતર દ્વીપ છે, બંને મળીને પ૬ અંતર દ્વીપના ક્ષેત્રો છે, તે બધા દ્વીપના યુગલિક મનુષ્યો મરીને દેવ ગતિમાં જાય છે. વિશેષ હકીકત જીવાભિગમ સૂત્રમાંથી જાણવી. દસમા શતકના પ્રયોગો પૂર્ણ થયા, સંધ્યા ઢળી ગઈ, આવતી કાલે મળશું.
| શતક અગિયારમું. સાંતતા દેવીના બંને કુમારો જ્ઞાન-ધ્યાનથી સભર બની સ્વ-સ્વરૂપનું ચિંતન કરતા પરમ પરિણામિક ભાવ પ્રગટ કરવાના સોણલા સેવતા સૂઈ ગયા.