________________
Th( 5.
સવાર થયું, આત્મ જાગૃતિ સહિત પંચ પરમેષ્ઠીનું ધ્યાન ધરી, તૈયાર થઈ પ્રયોગ શાળામાં ભગવતી મૈયા રાહ જોતાં બેઠા હતાં ત્યાં પહોંચી ગયા. પ્રણામ કરી મૈયાના આશીર્વાદ લીધા. વિષય કષાય મંદ પડતાં જતાં હોવાથી બંને કુમારોનું વદન કમળ આનંદથી પ્રફુલ્લિત બની ઉઠ્યું હતું. તે જોઈ ભગવતી મૈયાએ કહ્યું– કુમારો ! અગિયારમાં ખંડમાં તમને હું પ્રવેશ કરાવું છું. તેમાં બાર પ્રયોગ શીખવાના છે. પ્રયોગ : ૧ થી ૮:- કુમારો ! ઉત્પલ, શાલૂક, પલાશ, કુંભી, નાડીક, પા, કર્ણિકા, નલિન. આ બધા જુદી-જુદી જાતના કમળો છે. તે એકેન્દ્રિય વનસ્પતિકાય છે. તેને આચારાંગ સૂત્રમાં ભગવાને દીર્ઘલોક કહ્યો છે. તેના જીવનને માનવ સાથે સરખાવ્યું છે. અહીં તેની વિચારણા બત્રીસ દ્વારથી કરી છે.
તેની પૂર્ણ ચર્ચા રાજગૃહ નગરમાં ગૌતમ સ્વામીએ ભગવાન મહાવીર પાસે કરી હતી. તેમાં ઘણા જ ભાંગાની વાત છે. તેમાં તમને ખૂબ મઝા પડશે. ચાર એકેન્દ્રિય જીવની અવગાહના નાની છે પરંતુ વનસ્પતિની અવગાહના અંગુલના અસંખ્યાતમાં ભાગથી લઈને એક હજાર યોજનની છે. અનેક વિશેષ વાતો આ ઉદ્દેશકમાં જાણવા મળશે. પ્રયોગઃ ૯ – [ભગવતી મૈયા] કુમારો! આ પ્રયોગ જ્ઞાનવિષયક છે. જેમાં શિવ રાજર્ષિનું માધ્યમ છે. તે અન્યતીર્થિક તાપસ છે. તેને અવધિજ્ઞાન થયું. તેમણે સાત સમુદ્ર અને સાત દ્વીપ જોયા, જાણ્યા, પ્રરૂપણા કરી. તેવા સમયે ભગવાન પધારી ગયા. તેમનું હૃદય સરલ હતું. પોતાના જ્ઞાનમાં પોતાને શંકા થઈ. તેથી તેનું જ્ઞાન નાશ પામ્યું. પ્રભુ પાસે સમાધાન માટે ગયા, પ્રભુનો ઉપદેશ સાંભળ્યો. તેમનું અજ્ઞાન જાત્યાંતર થઈ જ્ઞાન રૂપે પરિણત થયું અને તે સમ્યગ્દષ્ટિ બની ગયા, દીક્ષા ધારણ કરી. સમ્યગદર્શન, જ્ઞાન, ચારિત્ર દ્વારા કર્મક્ષય કરી તે મોક્ષે પહોંચી ગયા. તેનું ધ્યાન આ ઉદ્દેશકમાં છે. તમારે વાંચી આત્મસાત્ કરી લેવું. પ્રયોગઃ ૧૦ - ભગવતી મૈયા] કુમારો! આ પ્રયોગ લોક સંબંધી છે. તેના ચાર પ્રકાર છે. દ્રવ્યલોક- ક્ષેત્રલોક-કાલલોક-ભાવલોક. તે ચારેયની ચર્ચા આ ઉદ્દેશકમાં ચમત્કારિક રીતે કરી છે. વિસ્તારપૂર્વક સમજવા મૂળપાઠ અને અર્થપાઠ વાંચીને વિચારવા. પ્રયોગઃ ૧૧ - કુમારો આ પ્રયોગ કાળ વિષયક છે. સુદર્શન શ્રમણોપાસક વાણિજ્ય ગ્રામના છે, નવ તત્ત્વના જ્ઞાતા છે. પ્રભુ મહાવીર સમવસર્યા. સુદર્શન શ્રાવક દર્શન કરવા ગયા, દેશના સાંભળી પ્રશ્ન કર્યો. કાળ કેટલા પ્રકારનો ? પ્રભુએ જવાબ આપ્યો,
42