________________
ઈશાન, અગ્નિ, નૈૠત્ય, વાયવ્ય, ઊર્ધ્વ અને અધો. તેના દશ ગુણવાચક નામ છે. તે ઉદ્દેશક ખોલીને સમજવા.
પ્રયોગ : ૨ :– કુમારો ! તમે બહુ દક્ષ બની ગયા છો જેથી જલદી સમજી શકો છો. શરીરધારી જીવોને ઇન્દ્રિય મળે છે; તે ઇન્દ્રિય દ્વારા વિષય પકડી શકાય છે. ચક્ષુરિન્દ્રિયનો વિષય રૂપ છે. અહીંયા સંવૃત્ત અણગારની વાત વિચારવાની છે. તેઓએ સંયમ ધારણ કર્યા પછી કેટલો વિકાસ કર્યો છે તે તેની પરીક્ષા છે. સંપૂર્ણ વાસના નાશ ન પામે ત્યાં સુધી જીવ ઉપર-નીચે, આજુ-બાજુના રૂપો જુએ છે. તેમાં તેના રાગજન્ય ભાવ ભળે છે તેથી સાંપરાયિક ક્રિયા લાગે છે. જે અણગાર વાસનાને પૂર્ણરૂપે ઉપશાંત કે નાશ કરી ચૂક્યા છે તેઓ ઉપરોક્ત રૂપો જુએ છતાં તેને ઐર્યાપથિક ક્રિયા લાગે છે. આ તેનો મર્મ છે. રાગાદિજન્ય ભાવો જીવને રૂપ આદિ વિષયોમાં મુગ્ધ બનાવે છે. તેથી ભવબંધન થાય છે. ભવબંધન જન્મ ધારણ કરાવે છે.
જીવ જ્યાં ઉત્પન્ન થાય તે સ્થાનને યોનિ કહે છે. આ યોનિ વિવિધ જાતની છે. તેમાં ઉત્પન્ન થયા પછી પુણ્ય-પાપ બંધના ફળ વેદના રૂપે પરિણમે છે. તેમાંય મનુષ્ય રૂપે ઉત્પન્ન થનાર જીવ હળુકર્મી હોય તો અણગાર બને છે. અણગાર બન્યા પછી બાર પ્રકારના અભિગ્રહ ધારણ કરી કર્મોનો ક્ષય, ક્ષયોપશમ, ઉપશમ કરે છે. ક્યારેક અભિગ્રહ પાળી ન શકવાથી કાયરતા કે પ્રમાદ આવવાથી પૌદ્ગલિક ભાવમાં રાચી અકૃત્યનું સેવન કરે; આલોચના કરવામાં આળસ કરે અને મૃત્યુ પામે તો વિરાધક થાય છે. જો તે આલોચના કરી લે પછી મૃત્યુ પામે તો આરાધક થાય છે. આવી છે પ્રક્રિયા આ પ્રયોગની.
પ્રયોગ : ૩ :- કુમારો ! આ પ્રયોગમાં દેવોની ઉલ્લંઘન કરવાની પોતાની શક્તિ કેટલા પ્રમાણમાં છે, તેનું માપ દર્શાવ્યું છે. બીજી વાત અશ્વ જ્યારે દોડે છે, ત્યારે ખુ-ખુ અવાજ આવે છે. તેનું કારણ શું છે ? તેનું વિજ્ઞાન દર્શાવ્યું છે. ધ્વનિ શબ્દ છે. તે ભાષા પણ બને છે. તે ભાષા અણગારને કઈ રીતે બોલવી તેનું પણ વિશ્લેષણ આ ઉદ્દેશકથી તમારે જાણવું જોઈએ.
પ્રયોગ : ૪ :– કુમારો ! તદાકાળે ભગવાન મહાવીરના સુશિષ્ય શ્યામહસ્તી અણગારે ગૌતમસ્વામીને પ્રશ્ન પૂછ્યા હતા. બંને મુનિવરોની જ્ઞાન ચર્ચા ઇન્દ્ર મહારાજના ત્રાયસ્વિંશક દેવો વિષયક હતી. તે દેવો કઈ રીતે ઉત્પન્ન થયા, તેનું કારણ ઘણું ગંભીર છે. શ્રમણોપાસકની ચર્ચાની આરાધના વિરાધના પ્રમાણે પદ પ્રાપ્ત થાય છે. તેનો સારાંશ
40