________________
The .
દેવાનંદાને વાત્સલ્ય ઊભરાયું, લોહી દુધ બન્યું, દેવાનંદાના સ્તનમાં વસીને બહાર વરસ્યું. ગૌતમ સ્વામી પૂછે છે અને પ્રભુ જવાબ આપે છે તે મારી અમ્મા છે. તેનું રોચક ચરિત્ર સંક્ષેપમાં કહ્યું છે. પ્રેમનો પ્રયોગ પયસ્ બની જાય છે. ધન્ય માતાઅને ધન્ય પ્રભુ મહાવીર. અંતમાં પ્રભુ પાસે પ્રવજ્યા ધારણ કરી માતા-પિતા બંને કર્મક્ષય કરી મોક્ષમાં જાય છે.
બીજો પ્રયોગ સિદ્ધહસ્ત જમાલી અણગારનો છે. જેઓ ક્ષત્રિયકુંડ નગરના હતાં. પ્રભુ ત્યાં પધાર્યા. જમાલીએ વૈરાગ્ય વાસિત બની દીક્ષા ધારણ કરી; પ્રભુનું જ્ઞાન અવધાર્યું પરંતુ શંકા કરી, તેમને કડમાણે કડે'નો સિદ્ધાંત સમજમાં આવ્યો નહીં, તેથી નિત્સવ બની કિલ્વિષિક દેવ બન્યા. આ બંને ચિતાર યાદ રાખી ચિંતન કરશો. તેના વિસ્તાર માટે ઉદ્દેશક વાંચીને વિચારશો. પ્રયોગઃ ૩૪ :- આ બે પ્રયોગ સાંભળી કુમારો પ્રમોદિત બન્યા અને ઉદાસીન પણ બન્યા. થોડીવાર આંખો બંધ કરી વિચારી લીધું કે આપણે તો વ્રત લેશું તે નિશંક પાળશું. પછી બોલ્યા, મૈયા ! હવે જલદી ૩૪ મો પ્રયોગ સમજાવો.
પ્રિયવત્સો ! આ પ્રયોગમાં ત્રણ વાત છે. પહેલી વાત એ છે કે એક પુરુષ કોઈની ઘાત કરે તો તેની સાથે અનેક જીવોની ઘાત થાય છે. કારણ કે એક જીવની નેશ્રાએ અનેક જીવો વસે છે, તે બિચારા મરી જાય છે. વિશેષ એ છે કે જો કોઈ ઋષિ મહાત્માની ઘાત કરે તો તે અનંત જીવોને મારે છે. કારણ કે ઋષિ તે અનંત જીવોના રક્ષણહારા છે. બીજી વાત–પૃથ્વીકાયિકના જીવો પૃથ્વીકાયિકને આનપ્રાણમાં શ્વાસોશ્વાસ રૂપે ગ્રહણ કરે છે. તેમાં એકથી લઈને પાંચ ક્રિયા સુધીનું પાપ લાગે છે.
ત્રીજી વાત-વાયુકાયિકના જીવો મૂળને કંપાવતા ત્રણ-ચાર-પાંચ ક્રિયા સુધીના કર્મબંધ બાંધે છે. આ પ્રમાણે નવમાં ખંડના ૩૪ પ્રયોગ પૂર્ણ થયા.
શતક દસમું | પ્રયોગ : ૧ – [ભગવતી મૈયા] કુમારો! આજે તમે બહુ જલદી આવી ગયા? હા. મૈયા ! અમે કેટલા દિમૂઢ હતા. આપે તો અમને સંસ્કારી બનાવી, દિશાસૂચન કર્યું. મૈયા! દિશા એટલે શું?
[ભગવતી મૈયા] કુમારો ! આજે તમે જે ખંડના પ્રયોગો શીખવા આવ્યા છો તેમાં તે જ પ્રયોગ પ્રથમ આવે છે. આ ખંડમાં પણ ૩૪ પ્રયોગ છે. દિશા એક આકાશ તત્ત્વ છે. તે બધાનું ક્ષેત્ર બને છે. દરેક દ્રવ્યો તેમાં સમાય છે. માટે ભગવાને કહ્યું દિશા જીવરૂપ છે અને અજીવ રૂપ પણ છે. તેના દસ ભેદ છે– પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ,
39