________________
શતક-૯ઃ ઉદ્દેશક-૩ર
૩૮૫
દ્વિ સંયોગી પદ સંખ્યા ૧૦
) ૧-૨ (૫) ૨-૩
(૯) ૩-૫ (૨) ૧-૩ (૬) ૨-૪
(૧૦) ૪-૫ (૩) ૧-૪ (૭) ૨-૫
(૪) ૧-૫ (૮) ૩-૪ ત્રિ સંયોગી પદ સંખ્યા ૧૦ (૧) ૧-૨-૩ (૫) ૧-૩-૫ (૯) ૨-૪-૫
(૨) ૧-૨-૪ (૬) ૧-૪-૫ (૧૦) ૩-૪-૫ (૩) ૧-૨-૫ (૭) ૨-૩-૪
(૪) ૧-૩-૪ (૮) ર-૩-૫ ચતુઃ સંયોગી પદ સંખ્યા ૫ (૧) ૧-૨-૩-૪ (૨) ૧-૨-૩૫ (૩) ૧-૨-૪-૫ (૪) ૧-૩-૪-૫ (૫) ૨-૩-૪-૫. પંચ સંયોગી પદ સંખ્યા- ૧ (૧) ૧-૨-૩-૪-૫ નોંધ:- ઉપરોક્ત પદ સંખ્યામાં ૧,૨,૩,૪,૫ અંક એકેન્દ્રિય, બેઇન્દ્રિય આદિ જાતિને સૂચિત કરે છે.
| વિકલ્પ સંખ્યા જીવોની સંખ્યા અનુસાર નૈરયિક જીવોની વિકલ્પ સંખ્યા પ્રમાણે થાય છે. તિર્યંચના પ્રવેશનક ભંગોનું સ્પષ્ટીકરણ :એક જીવના પ્રવેશનક ભંગ-૫ :- એક જીવ એકેન્દ્રિયમાં અથવા બેઇન્દ્રિયમાં વાવત પંચેન્દ્રિયમાં ઉત્પન્ન થાય છે તેથી તેના અસંયોગી પાંચ ભંગ થાય છે.
બે જીવના પ્રવેશનક ભગ–૧૫ - (૧) અસંયોગી પાંચ ભંગ થાય છે. યથા- બંને જીવો એક સાથે એકેન્દ્રિયમાં ઉત્પન્ન થાય યાવતુ બંને જીવો એક સાથે પંચેન્દ્રિયમાં ઉત્પન્ન થાય તેથી અસંયોગી પાંચ ભંગ થાય છે. (૨) દ્વિસંયોગી ૧૦ ભંગ. બે જીવની દ્વિ સંયોગી વિકલ્પ સંખ્યા- ૧ થાય છે. યથા- એક જીવ એકેન્દ્રિયમાં, એક બેઇન્દ્રિયમાં ઉત્પન્ન થાય. (૧+૧) પદ સંખ્યા ૧૦૪ વિકલ્પ સંખ્યા ૧= ૧૦ ભંગ થાય છે. આ રીતે અસંયોગી પાંચ ભંગ+ દ્વિસંયોગી ૧૦ ભંગ = ૧૫ ભંગ બે તિર્યંચ જીવ પ્રવેશનકના થાય છે.
ત્રણ જીવના પ્રવેશનક ભગ–૩૫ઃ- (૧) અસયોગી પાંચ ભંગ થાય છે. યથા– ત્રણે ય જીવ એક સાથે એકેન્દ્રિયમાં યાવત ત્રણે ય જીવ એક સાથે પંચેન્દ્રિયમાં ઉત્પન્ન થાય, તો અસંયોગી પાંચ ભંગ થાય છે.
(૨) ડિસયોગી ૨૦ ભંગ– ત્રણ જીવો દ્વિસંયોગથી તિર્યંચગતિમાં ઉત્પન્ન થાય તેના બે વિકલ્પ થાય છે. યથા– ૧+૨, ૨+૧. દ્વિસંયોગી પદ સંખ્યા ૧૦ ને વિકલ્પ સંખ્યા ૨ થી ગુણતાં ૧૦૪૨ = ૨૦ ભંગ થાય છે.
(૩) ત્રિસંયોગી ૧૦ ભંગ– ત્રણ જીવોનો ત્રિસંયોગી એક જ વિકલ્પ થાય છે. યથા– ૧+૧+૧. ત્રિસંયોગી પદ સંખ્યા ૧૦ ને વિકલ્પ સંખ્યા ૧ થી ગુણતાં ૧૦x૧ = ૧૦ ભંગ થાય છે. આ રીતે અસંયોગી ૫ + દ્વિસંયોગી ૨૦ + ત્રિસંયોગી ૧૦ = ૩૫ ભંગ થાય છે.