________________
[ ૩૮૬]
શ્રી ભગવતી સૂત્ર-૩
ચાર જીવના પ્રવેશનક ભંગ–૭૦ - ચાર જીવો એક સાથે એકેન્દ્રિયથી પંચેન્દ્રિય પર્વતના કોઈ પણ સ્થાનમાં ઉત્પન્ન થાય તો (૧) અસંયોગી પાંચ ભંગ થાય છે. (ર) વિસંયોગી ૩૦ ભગ:- ચાર જીવોના દ્વિસંયોગી ત્રણ વિકલ્પ થાય છે. યથા- ૧+૩, ૨+૨, ૩+૧. આ ત્રણ વિકલ્પ સંખ્યાને દ્વિસંયોગીની પદ સંખ્યા ૧૦ થી ગુણતાં ૩ ૪ ૧૦ = ૩૦ ભંગ થાય છે. (૩) ત્રિસંયોગી ૩૦ ભંગ :- ચાર જીવોના ત્રણ સંયોગી ત્રણ વિકલ્પ થાય છે. યથા– ૧+૧+૨, ૧+૨+૧, ૨+૧+૧. આ ત્રણ વિકલ્પને ત્રિસંયોગીની પદ સંખ્યા ૧૦ થી ગુણતાં ૩ x ૧૦ = ૩૦ ભંગ થાય છે. (૪) ચાર સંયોગી ૫ ભંગ:- ચાર જીવોનો ચાર સંયોગી એક જ વિકલ્પ થાય છે. યથા- ૧+૧+૧+૧. આ એક વિકલ્પને ચતુઃસંયોગી પદ સંખ્યા પાંચથી ગુણતાં પ૪૧= ૫ ભંગ થાય છે. આ રીતે કુલ અસંયોગી ૫ + દ્વિસંયોગી ૩૦ + ત્રિસંયોગી ૩૦ + ચતુઃસંયોગી ૫ = ૭૦ ભંગ થાય છે. પાંચ જીવોના પ્રવેશનક ભંગ–૧૨– પાંચ જીવો એક સાથે એકેન્દ્રિયથી પંચેન્દ્રિય પર્યતના કોઈપણ સ્થાનમાં ઉત્પન્ન થાય (૧) તો અસંયોગીના પાંચ ભંગ થાય છે. (૨) હિસંયોગી ૪૦ ભંગ :- પાંચ જીવોના દ્વિસંયોગી ચાર વિકલ્પ થાય છે. યથા- ૧+૪, ૨+૩, ૩+૨, ૪+૧. આ ચાર વિકલ્પને દ્વિસંયોગીની પદ સંખ્યા ૧૦ થી ગુણતાં ૪ x ૧૦ = ૪૦ ભંગ થાય છે. (૩) ત્રિસંયોગી ૬૦ ભંગ - પાંચ જીવોના ત્રિસંયોગી છ વિકલ્પ થાય છે. યથા– ૧+૧+૩, ૧+૨+૨, ૧+૩+૧, ૨+૧+૨, ૨+૨+૧, ૩+૧+૧. આ છ વિકલ્પને ત્રણ સંયોગી પદ સંખ્યા ૧૦ થી ગુણતાં ૬૪ ૧૦ = ૬૦ ભંગ થાય છે. (૪) ચાર સંયોગી ૨૦ ભંગઃ- પાંચ જીવોના ચાર સંયોગી ચાર વિકલ્પ થાય છે. યથા– ૧+૧+૧+૨, ૧+૧+૨+૧, ૧+૨+૧+૧, ૨+૧+૧+૧. આ ચાર વિકલ્પને ચાર સંયોગી પદ સંખ્યા પાંચથી ગુણતાં ૫ ૪૪ = ૨૦ ભંગ થાય છે. (૫) પાંચ સંયોગી ૧ ભંગ :- પાંચ જીવોનો પાંચ સંયોગી એક જ વિકલ્પ થાય છે. યથા–૧+૧+૧+૧+૧. તેને પદ સંખ્યા એકથી ગુણતાં ૧૪૧ = ૧ ભંગ થાય છે. આ રીતે કુલ ૫+૪+૬૦+૨૦+૧ = ૧૨૬ ભંગ થાય છે. છ જીવોના પ્રવેશનક ભંગ-ર૧૦ઃ- (૧) અસંયોગી ૫ ભંગ પૂર્વવતુ જાણવા. (૨) દ્વિસંયોગી ૫૦ ભંગઃ - ૭ જીવોના દ્વિસંયોગી પાંચ વિકલ્પ થાય છે. યથા– ૧+૫, ૨૪, ૨+૩, ૪+૨, ૫+૧. આ પાંચ વિકલ્પને પદ સંખ્યા ૧૦ થી ગુણતાં ૫ x ૧૦ = ૫૦ ભંગ થાય છે. (૩) ત્રિસંયોગી ૧૦૦ ભંગ :- છ જીવોના ત્રિસંયોગી દશ વિકલ્પ થાય છે. યથા– (૧) ૧+૧+૪, (૨)૧+૨+૩, (૩) ૧+૩+૨, (૪) ૧+૪+૧, (૫) ૨+૧+૩, (૬) ૨+૨+૨, (૭) ૨+૩+૧, (૮) ૩+૧+૨, (૯) ૩+૨+૧, (૧૦) ૪+૧+૧. આ દશ વિકલ્પને પદ સંખ્યા ૧૦ થી ગુણતાં ૧૦ x ૧૦ = ૧૦૦ ભંગ થાય છે.