________________
૩૮૪
શ્રી ભગવતી સૂત્ર-૩
પ્રવેશનકના વિષયમાં પણ સંચાર કરવો જોઈએ. એકેન્દ્રિય જીવોને છોડ્યા વિના દ્વિસંયોગી, ત્રિસંયોગી, ચતુઃસંયોગી અને પાંચ સંયોગી ભંગ ઉપયોગીપૂર્વક કહેવા જોઈએ. યાવતું અંતિમ પાંચ સંયોગી ભંગએકેન્દ્રિય જીવોમાં, બેઇન્દ્રિયમાં, તેઇન્દ્રિયમાં, ચોરેન્દ્રિયમાં અને પંચેન્દ્રિયમાં ઉત્પન્ન થાય છે. |३८ एयस्स णं भंते ! एगिदियतिरिक्खजोणियपवेसणगस्स जाव पंचिंदियतिरिक्खजोणियपवेसणगस्स य कयरे कयरेहिंतो अप्पा वा जावविसेसाहिया वा?
गंगेया ! सव्वथोवे पंचिंदिय-तिरिक्खजोणिय-पवेसणए, चउरिंदियतिरिक्खजोणिय-पवेसणए विसेसाहिए, एवं तेइदिय विसेसाहिए, बेइदिय विसेसा- हिए, एगिदिय विसेसाहिए । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! એકેન્દ્રિય તિર્યંચ પ્રવેશનક યાવતુ તિર્યંચ પંચેન્દ્રિય પ્રવેશનકમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે?
ઉત્તર- હે ગાંગેય! સર્વથી થોડા પંચેન્દ્રિય તિર્યંચ પ્રવેશનક છે, તેનાથી ચૌરેન્દ્રિય તિર્યંચ પ્રવેશનક વિશેષાધિક છે, તેનાથી તે ઇન્દ્રિય તિર્યંચ પ્રવેશનક વિશેષાધિક છે, તેનાથી બેઇન્દ્રિય તિર્યંચ પ્રવેશનક વિશેષાધિક છે અને તેનાથી એકેન્દ્રિય તિર્યંચ પ્રવેશનક વિશેષાધિક છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીના તિર્યંચના પાંચ ભેદોના માધ્યમે તિર્યંચના પાંચ પ્રવેશનકનું નિરૂપણ, નરક પ્રવેશનક વર્ણનના અતિદેશપૂર્વક કર્યું છે.
ચારે ગતિના જીવો મરીને તિર્યંચગતિમાં જન્મ ધારણ કરે છે. પરંતુ તિર્યંચગતિમાંથી મરીને તિર્યંચગતિમાં જન્મ ધારણ કરનારા જીવો તિર્યંચ પ્રવેશનકના વિષયભૂત બનતા નથી. તેથી શેષ ત્રણ ગતિના જીવો મરીને તિર્યંચ ગતિમાં પ્રવેશ કરે, તેને તિર્યંચ પ્રવેશનક કહેવાય છે.
પૃથ્વીકાય આદિ પાંચે સ્થાવર જીવોમાં સમયે સમયે અસંખ્ય કે અનંત જીવો મરીને તેમાં જ જન્મ ધારણ કરે છે. પરંતુ તે જીવો અન્ય ગતિમાંથી પ્રવેશ કરતા ન હોવાથી તિર્યંચ પ્રવેશનકમાં તેની ગણના થતી નથી.
એકેન્દ્રિય આદિ પાંચ જાતિની અપેક્ષાએ તિર્યંચ પ્રવેશનકના પાંચ પ્રકાર હોવાથી તેના અસંયોગથી પંચ સંયોગીના જ ભંગ થાય છે. તેમાં ‘૧' એટલે એકેન્દ્રિય, “ર” એટલે બેઇન્દ્રિય, ‘૩” તેઇન્દ્રિય, ‘જ' એટલે ચૌરેન્દ્રિય અને “પ” એટલે પંચેન્દ્રિય તિર્યંચો સમજવાના છે. આ રીતે તિર્યંચ પ્રવેશનકના પાંચ પ્રકાર હોવાથી તેની દ્વિસંયોગી, ત્રિસંયોગી, ચતુઃસંયોગી અને પંચ સંયોગી પદ સંખ્યા થાય છે. યથા