________________
શતક-૯ઃ ઉદ્દેશક-૩૨
| ૩૫૭ |
એક પંકપ્રભામાં, એક તમ પ્રભામાં અને એક અધઃસપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે. (-૩-૪-૬-૭) (૧૯) એક શર્કરા પ્રભામાં, એક વાલુકાપ્રભામાં એક ધૂમપ્રભામાં, એક તમ:પ્રભામાં અને એક અધઃસપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે. (૨-૩-૫-૬-૭) (૨૦) એક શર્કરાપ્રભામાં, એક પંકપ્રભામાં, યાવતું એક અધઃસપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે. (૨--૫-૬-૭) (ર૧) એક વાલુકાપ્રભામાં યાવતુ એક અધઃસપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે. (૩-૪-૫-૬-૭)
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં પાંચ નૈરયિક જીવ સાત નરકમાં ઉત્પન્ન થાય તેના ૪૬ર ભંગ દર્શાવ્યા છે. જેમાં અસંયોગીના ૭, દ્વિસંયોગીના ૨૧૪૪ = ૮૪, ત્રિસંયોગીના ૩૫૪૬ = ૨૧૦, ચાર સંયોગી ૩પ૪૪ = ૧૪૦ અને પાંચ સંયોગી ૨૧ ભંગ થાય છે.
અસંયોગીના સાત ભંગ પૂર્વવત્ થાય છે. દ્વિસંયોગીના ૮૪ ભંગ :- પાંચ જીવની દ્વિસંયોગી વિકલ્પ સંખ્યા-૪ છે. યથા– (૧) એક જીવ પ્રથમ નરકમાં, અને ચાર જીવ બીજી નરકમાં = (૧+૪) (૨) બે જીવ પ્રથમ નરકમાં, અને ત્રણ જીવ બીજી નરકમાં = (૨+૩) (૩) ત્રણ જીવ પ્રથમ નરકમાં, અને બે જીવ બીજી નરકમાં = (૩+૨) (૪) ચાર જીવ પ્રથમ નરકમાં, અને એક જીવ બીજી નરકમાં = (૪+૧).
આ ચારે ય વિકલ્પમાં ૨૧-૨૧ ભંગ થાય છે, તેથી પદસંખ્યા ૨૧ ૪ વિકલ્પ સંખ્યા ૪ = ૮૪ ભંગ થાય. ત્રિસંયોગીના ૨૧૦ ભંગ :- પાંચ જીવોની ત્રિસંયોગી વિકલ્પ સંખ્યા-૬ છે. યથા– (૧) એક જીવ પ્રથમ નરકમાં, એક જીવ બીજી નરકમાં અને ત્રણ જીવ ત્રીજી નરકમાં = ૧+૧+૩. (૨) એક જીવ પ્રથમ નરકમાં, બે જીવ બીજી નરકમાં અને બે જીવ ત્રીજી નરકમાં = ૧+૨+૨. (૩) એક જીવ પ્રથમ નરકમાં, ત્રણ જીવ બીજી નરકમાં અને એક જીવ ત્રીજી નરકમાં = ૧+૩+૧. (૪) બે જીવ પ્રથમ નરકમાં, એક જીવ બીજી નરકમાં અને બે જીવ ત્રીજી નરકમાં = ર+૧+૨. (૫) બે જીવ પ્રથમ નરકમાં, બે જીવ બીજી નરકમાં અને એક જીવ ત્રીજી નરકમાં = ૨+૨+૧. (૬) ત્રણ જીવ પ્રથમ નરકમાં, એક જીવ બીજી નરકમાં અને એક જીવ ત્રીજી નરકમાં = ૩+૧+૧ ઉત્પન્ન થાય છે.
ત્રિસંયોગીની પૂર્વોક્ત ૩૫ પદ સંખ્યાને આ ૬ વિકલ્પથી ગુણતાં ૩૫ x ૬ = ૨૧૦ ભંગ થાય છે. ચાર સંયોગીના ૧૪૦ ભંગ - ચતુઃસંયોગી વિકલ્પ સંખ્યા-૪ છે. યથા– (૧) ૧+૧+૧+૨ (૨) ૧+૧+૨+૧ (૩) ૧+૨+૧+૧ (૪) ૨+૧+૧+૧.
ચાર સંયોગીની પૂર્વોક્ત ૩૫ પદ સંખ્યાને આ ૪ વિકલ્પથી ગુણતાં ૩૫*૪=૧૪૦ ભંગ થાય છે. પાંચ સંયોગીના ૨૧ ભગ:- સાત નરકમાંથી કોઈપણ પાંચ નરકમાં ૧-૧ જીવ ઉત્પન્ન થાય તો સાત નરકની અપેક્ષાએ ૨૧ પદ સંખ્યા થાય છે