________________
શ્રી ભગવતી સૂત્ર–૩
गंगेया ! रयणप्पा वा होज्जा जाव अहेसत्तमाए वा होज्जा । अहवा एगे रयणप्पभाए चत्तारि सक्करप्पभाए होज्जा; जाव अहवा एगे रयणप्पभाए चत्तारि अहेसत्तमाए होज्जा ॥ १ ॥ अहवा दो रयणप्पभाए तिणि सक्करप्पभाए होज्जा; एवं जाव अहवा दो रयणप्पभाए तिण्णि अहेसत्तमाए होज्जा ॥२॥ अहवा तिण्णि रयणप्पभाए दो सक्करप्पभाए होज्जा; एवं जाव तिण्णिरयणभाए दो असत्तमाए होज्जा ॥ ३ ॥ अहवा चत्तारि रयणप्पभाए एगे सक्करप्पभाए होज्जा एवं जाव अहवा चत्तारि रयणप्पभाए एगे अहेसत्तमाए होज्जा ॥४॥
३४८
अहवा एगे सक्करप्पभाए चत्तारि वालुयप्पभाए होज्जा । एवं जहा रयणप्पभाए समं उवरिमपुढवीओ चारियाओ तहा सक्करप्पभाए वि समं चारेयव्वाओ जाव अहवा चत्तारि सक्करप्पभाए एगे अहेसत्तमाए होज्जा; एवं एक्केक्काए समं चारेयव्वाओ जाव अहवा चत्तारि तमाए एगे अहेसत्तमाए होज्जा ।
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! પાંચ નૈરિયક જીવ, નરકમાં ઉત્પન્ન થાય તો શું રત્નપ્રભામાં ઉત્પન્ન થાય છે, ઇત્યાદિ પ્રશ્ન પૂર્વવત્ ?
ઉત્તર– હે ગાંગેય ! (તે પાંચે ય નૈરયિક જીવ) રત્નપ્રભામાં ઉત્પન્ન થાય છે યાવત્ પાંચે ય અધઃસપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે. (આ રીતે અસંયોગીના સાત ભંગ થાય છે)
[દ્ધિસંયોગીના ભંગ ૨૧૪૪ = ૮૪] એક રત્નપ્રભામાં અને ચાર શર્કરાપ્રભામાં, યાવત્ એક રત્નપ્રભામાં અને ચાર અધઃસપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે. (આ રીતે ૧ + ૪ જીવથી રત્નપ્રભાની સાથે શેષ પૃથ્વીઓનો સંયોગ કરવાથી છ ભંગ થાય છે)
અથવા બે રત્નપ્રભામાં અને ત્રણ શર્કરાપ્રભામાં, યાવત્ બે રત્નપ્રભામાં અને ત્રણ અધઃ સપ્તમ પૃથ્વીમાં,(આ રીતે ૨+૩ જીવથી છ ભંગ થાય છે) અથવા ત્રણ રત્નપ્રભામાં અને બે શર્કરાપ્રભામાં, યાવત્ ત્રણ રત્નપ્રભામાં અને બે અધઃસપ્તમ પૃથ્વીમાં,(આ રીતે ૩+૨ જીવથી છ ભંગ થાય છે) અથવા ચાર રત્નપ્રભામાં અને એક શર્કરાપ્રભામાં, યાવત્ ચાર રત્નપ્રભામાં અને એક અધઃસપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે.(આ રીતે ૪+૧ થી છ ભંગ થાય છે. કુલ રત્નપ્રભાના સંયોગથી કુલ +++$ = ૨૪ ભંગ થાય છે).
અથવા એક શર્કરાપ્રભામાં અને ચાર વાલુકાપ્રભામાં ઉત્પન્ન થાય છે. જે રીતે રત્નપ્રભાની સાથે ત્યાર પછીની પૃથ્વીનો સંયોગ કર્યો, તે જ રીતે શર્કરાપ્રભાની સાથે ત્યાર પછીની નરકોનો સંયોગ કરવો જોઈએ. યાવત્ ચાર શર્કરાપ્રભામાં અને એક અધઃસપ્તમ પૃથ્વીમાં હોય છે. આ રીતે વાલુકાપ્રભા આદિ એક-એક પૃથ્વીની સાથે સંયોગ કરવો જોઈએ. યાવત્ ચાર તમઃપ્રભામાં અને એક અધઃસપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે.(આ રીતે દ્વિસંયોગીના રત્નપ્રભા પૃથ્વીના સંયોગથી-૨૪ ભંગ, શર્કરાપ્રભાના સંયોગની