________________
૩૩૬
શ્રી ભગવતી સૂત્ર-૩
પ્રથમ નરક સાથે | બીજી નરક સાથે | ત્રીજી નરક સાથે | ચોથી નરક સાથે | પાચમી સાથે છઠ્ઠી નરક સાથે શેષ છ નરકના | શેષ પાંચ નરકના | શેષ ચાર નરકના | શેષ ત્રણ નરકના | શેષ બે સાતમી નરકનો છ ભંગ | પાંચ ભંગ | ચાર ભંગ | ત્રણ ભંગ નરકના બે ભંગ| એક ભંગ
૪-૫ ૫-૬
-૭
૧-૨
૩-૪
૩-૫
પ-૭
૨-૫
૩૬
૪-૭
૧-૫
૩-૭
આ રીતે ૬+ ૫ +૪+ ૩ + ૨ + ૧ = ૨૧ ભંગ થાય છે. તેને જ પદ કહેવાય છે.
ત્રિસંયોગી ભંગઃ-ત્રણ નરકના સંયોગથી બનતા ભંગને ત્રિસંયોગી ભંગ કહે છે. ઓછામાં ઓછા ત્રણ
જીવો હોય અને તે ત્રણે જીવ જુદી-જુદી ત્રણ નરકમાં ઉત્પન્ન થાય ત્યારે ત્રિસંયોગી ભંગ બને છે. યથાત્રણ, ચાર, પાંચ આદિ જીવો ૧-૨-૩, ૧-૨-૪, ૧-૨-૫ આદિ કોઈ પણ ત્રણ નરકમાં ઉત્પન્ન થાય છે. આ રીતે પ્રત્યેક નરકનો ત્યાર પછીની બે નરક સાથે સંયોગ કરતા ત્રિસંયોગી ૩૫ પદ(ભંગ) બને છે. યથા
(૧) ૧-૨-૩ (૨) ૧-૨-૪ (૩) ૧-૨-૫ (૪) ૧-૨-૬ (૫) ૧-ર-૭ (૯) ૧-૩-૪ (૭) ૧-૩-૫
(૮) ૧-૩-૬ (૯) ૧-૩-૭ (૧૦) ૧-૪-૫ (૧૧) ૧-૪-૬ (૧૨) ૧-૪-૭ (૧૩) ૧-૫-૬ (૧૪) ૧-૫-૭
(૧૫) ૧-૬-૭ (૧૬) ૨-૩-૪ (૧૭) ૨-૩-૫ (૧૮) ૨-૩-૬ (૧૯) ૨-૩-૭ (૨૦) ૨-૪-૫ (૨૧) ૨-૪-૬
(૨૨) ૨-૪-૭ (૨૩) ૨-૫-૬ (૨૪) ૨-૫-૭ (૨૫) ૨-૬-૭ (૨૬) ૩-૪-૫ (૨૭) ૩-૪-૬ (૨૮) ૩-૪-૭
(૨૯) ૩-૫-૬ (૩૦) ૩-૫-૭ (૩૧) ૩-૬-૭ (૩૨) ૪-૫-૬ (૩૩) ૪-૫-૭ (૩૪) ૪-૬-૭ (૩૫) ૫-૬-૭
આ રીતે ચાર નરકના સંયોગથી ચતુઃસંયોગી, પાંચ નરકના સંયોગથી પંચ સંયોગી, છ નરકના સંયોગથી છ સંયોગી અને સાત નરકના સંયોગથી સાત સંયોગી ભંગ બને છે. તેને જ પદ કહેવાય છે.
પદ સંખ્યા :- ઉપરોકત ભિન્ન ભિન્ન નરકોના સંયોગથી થતા ભંગોને 'પદ સંખ્યા' કહેવામાં આવે છે. યથા– દ્વિસંયોગી પદ સંખ્યા-૨૧, ત્રિસંયોગી પદ સંખ્યા-૩૫, ચતુઃ સંયોગી પદ સંખ્યા-૩૫, પંચ સંયોગી પદ સંખ્યા-૨૧, છ સંયોગી પદ સંખ્યા-૭ અને સાત સંયોગી પદ સંખ્યા-૧ છે. પદ સંખ્યામાં પ્રયુક્ત ૧-૨-૩ આદિ અંક નરકના સૂચક છે. ગમે તેટલા જીવો ઉત્પન્ન થાય પરંતુ ભિન્ન ભિન્ન નરકોના સંયોગથી બનતી પદ સંખ્યા નિશ્ચિત રહે છે.