________________
શતક-૯: ઉદ્દેશક-૩૨
| ૩૩૫ |
(આ રીતે છઠ્ઠી નરક સાથે એક પદ થાય છે.) (આ રીતે દ્વિસંયોગી પદ સંખ્યા ૬+ ૫ +૪+ ૩ + + ૧ = ૨૧ થાય છે.)
વિવેચન : -
પ્રસ્તુત સુત્રમાં બે જીવો નરકમાં ઉત્પન્ન થાય તો તેના સાતે ય નરકની અપેક્ષાએ પ્રવેશનકના કુલ–૨૮ ભંગ દર્શાવ્યા છે.
અસંયોગીના સાત ભંગ :- બે જીવો એક સાથે કોઈ એક નરકમાં ઉત્પન્ન થાય તેની અપેક્ષાએ અસંયોગીના સાત ભંગ થાય છે.
દ્વિસંયોગીના ૨૧ ભંગ :- બંને જીવો જુદી-જુદી કોઈપણ બે નરકમાં ઉત્પન્ન થાય. તો સાત નરકની અપેક્ષાએ ૨૧ ભંગ થાય છે. તે સૂત્રાર્થથી સ્પષ્ટ છે. બે નૈરયિક પ્રવેશનકના કુલ ભંગ ૨૮ થાય છે, તેમાં અસંયોગી ૭ ભંગ + દ્વિસંયોગીના ૨૧ ભંગ = ૨૮ ભંગ થાય.
ગાંગેય અણગારના ભંગને સમજવાની રીત - એક, બે યાવત્ અસંખ્યાત જીવો એકથી સાત નરકમાં ઉત્પન્ન થાય છે. જીવની સંખ્યા અને સ્થાનની વિવિધતાથી વિવિધ ભંગો થાય છે. ભંગો વિવિધ સ્થાન અને જીવના સંયોગથી બને છે.
અસંયોગી ભંગઃ - જ્યારે એક, બે, ત્રણ કે જેટલા જીવો હોય તે બધા એક સાથે સાત નરકમાંથી કોઈ પણ એક નરક પૃથ્વીમાં ઉત્પન્ન થાય ત્યારે અસંયોગી ભંગ બને છે. યથા– વર્તમાન સમયે નરકમાં દસ જીવ ઉત્પન્ન થઈ રહ્યા હોય અને તે દસે જીવ પ્રથમ નરકમાં ઉત્પન્ન થાય અથવા દસે જીવ બીજી આદિ નરકમાં ઉત્પન્ન થાય. તે જીવોમાંથી કોઈ પણ જીવનો અન્ય નરક સાથે સંયોગ ન હોવાથી તેને અસંયોગી ભંગ કહે છે. નરક સાત હોવાથી નૈરયિક પ્રવેશનકમાં અસંયોગી ભંગ સાત થાય છે. ગમે તેટલા જીવ હોય પણ તે એક સાથે જ સાતમાંથી કોઈ પણ એક નરકમાં ઉત્પન્ન થાય છે તેથી અસંયોગી ભંગ હંમેશાં સાત જ થાય છે.
દ્વિસંયોગી ભંગ:- બે નરકના સંયોગથી બનતા ભંગને દ્વિસંયોગી ભંગ કહે છે, યથા– બે જીવ બે જુદીજદી નરકમાં ઉત્પન્ન થાયત્રણ, ચાર, પાંચ જીવો પણ જુદી-જુદી બે નરકમાં ઉત્પન્ન થાય ત્યારે દ્વિસંયોગી ભંગ બને છે. યથા- બે જીવોમાંથી એક પહેલી નરકમાં અને એક બીજી નરકમાં ઉત્પન્ન થાય તો (૧-૨) એક ભંગ થયો, એક પહેલી નરકમાં અને એક ત્રીજી નરકમાં ઉત્પન્ન થાય તો (૧-૩) બીજો ભંગ થયો. આ રીતે ૧-૪, ૧-૫, ૧-૬, ૧-૭ આદિ પ્રત્યેક નરકનો ત્યાર પછીની નરક સાથે સંયોગ કરતાં દ્વિસંયોગી ૨૧ પદ(ભંગ) બને છે.
આ રીતે ત્રણ જીવ બે નરકમાં ઉત્પન્ન થાય તો ૧-૨, -૩, ૧-૪ આદિ પદ સંખ્યા તે જ પ્રમાણે થાય છે. આ રીતે ગમે તેટલા જીવો બે નરકમાં ઉત્પન્ન થાય ત્યારે દ્વિસંયોગી પદ-૨૧ જ રહે છે. યથા