________________
શતક—૯ : ઉદ્દેશક ૩૨
૩૩૭
વિકલ્પ સંખ્યા :– હવે ઉત્પન્ન થનારા જીવોની સંખ્યા જ્યારે બે ઘી અધિક હોય ત્યારે જીવોના પણ વિવિધ સંયોગ થાય અને તેનાથી પણ વિવિધ વિકલ્પો મંગો બને છે. યથા- ત્રણ જીવ નરકમાં ઉત્પન્ન થાય ત્યારે જો તે જીવો એક સાથે કોઈ પણ એક સ્થાનમાં ઉત્પન્ન થાય તો અસંયોગથી સાત ભંગ થાય છે. પરંતુ જો તે ત્રણ જીવ સાત નરકમાંથી કોઈ પણ બે નરકમાં ઉત્પન્ન થાય તો હિંસંયોગી ભંગ બને. જીવ ત્રણ છે અને કોઈ પણ બે જુદી-જુદી નરકમાં ઉત્પન્ન થાય છે. તેથી ક્યારેક એક જીવ પહેલી નરકમાં અને બે જીવ બીજી નરકમાં- (૧+૨) ઉત્પન્ન થાય છે અને ક્યારેક બે જીવ પહેલી નરકમાં અને એક જીવ બીજી નરકમાં(૨+૧) ઉત્પન્ન થાય છે. આ બે વિકલ્પ થાય છે. જો ચાર જીવ બે નરકમાં ઉત્પન્ન થાય તો ક્યારેક એક જીવ પહેલી નરકમાં, ત્રણ જીવ બીજી નરકમાં(૧+૩), ક્યારેક બે જીવ પહેલી નરકમાં, બે જીવ બીજી નરકમાં(૨+૨), ક્યારેક ત્રણ જીવ પહેલી નરકમાં અને એક જીવ બીજી નરકમાં(૩+૧) ઉત્પન્ન થાય છે. આ ત્રણ વિકલ્પ થાય છે.
ઉપરોક્ત રીતે જીવોના વિવિધ પ્રકારના સંયોગથી બનતા ભંગોને (૧-૨, ૨૦૧, ૧૧૩, ૨૨, ૩+૧) વિકલ્પ સંખ્યા કહેવામાં આવે છે. જીવોની સંખ્યામાં વધઘટ થતાં વિકલ્પોની સંખ્યામાં વધઘટ થાય છે. વિકલ્પ સંખ્યામાં પ્રયુક્ત ૧+૧+૨ આદિ અંકો જીવ સંખ્યાના સૂચક છે. જીવ સંખ્યા દર્શાવતા અંકો વચ્ચે (+) નિશાની રાખવામાં આવી છે અને જીવ આધારિત ભંગોને વિકલ્પ સંખ્યા કહેવામાં આવે
પદ સંખ્યા :– નરક સ્થાનોના સંયોગથી બનતા ભંગોને પદ સંખ્યા કહેવામાં આવે છે અને તે નરક સ્થાનોને દર્શાવતા અંકો વચ્ચે (–) નિશાન રાખવામાં આવ્યું છે. જેમકે ૧-૨નો અર્થ પહેલી બીજી નરકમાં જીવો ઉત્પન્ન થાય.
ભંગ સંખ્યા :– ભિન્ન-ભિન્ન નરકોના સંયોગથી બનતી પદ સંખ્યાને જીવોથી બનતી વિકલ્પ સંખ્યા સાથે ગુણતાં કુલ ભંગ થાય છે. થયા ત્રણ જીવ સાત નરકમાંથી કોઈ પણ બે નરકમાં ઉત્પન્ન થાય ત્યારે એક જવ પહેલી નરકમાં અને બે જીવ બીજી નરકમાં અથવા બે જીવ પહેલી નરકમાં અને એક જીવ બીજી નરકમાં ઉત્પન્ન થઈ શકે છે. તેથી પહેલી અને બીજી નરકની ૧-૨ પદ સંખ્યા સાથે આ બંને વિકલ્પ ઘટિત થઈ શકે છે. તેથી તેની સાથે બે વિકલ્પને ગુણાતાં ૧૪૨ - બે ભંગ થાય છે. આ રીતે સાતે નરકની દ્વિ સંયોગી પદ સંખ્યા-૨૧ છે. તેને બે વિકલ્પ સાથે ગુણતાં ૨૧×૨ = ૪૨ દ્વિસંયોગી ભંગ ત્રણ જીવના થાય છે.
જો ત્રણ જીવ સાત નરકમાંથી કોઈ પણ ત્રણ નરકમાં ઉત્પન્ન થાય ત્યારે ત્રિસંયોગી ભંગ બને છે. જીવ ત્રણ છે અને તે ત્રણે જીવ ભિન્ન ભિન્ન નરકમાં (૧+૧+૧) ઉત્પન્ન થાય છે. તેથી આ એક જ વિકલ્પ થાય. આ એક વિકલ્પને ત્રિસંયોગી પદ સંખ્યા ૩૫ સાથે ગુન્નતા ૩૫×૧ – ૩૫ ભંગ થાય છે. પરંતુ ચાર જવ સાત નરકમાંથી કોઈ પણ ત્રણ નરકમાં ઉત્પન્ન થાય ત્યારે ત્રણ વિકલ્પ થાય છે. યથા—
(૧) એક જીવ પહેલી નરકમાં, એક જીવ બીજી નરકમાં, બે જીવ ત્રીજી નરકમાં,(૧+૧+) અથવા