________________
શતક–૯ : ઉદ્દેશક-૩ર
गंगेया ! रयणप्पभाए वा होज्जा, सक्करप्पभाए वा होज्जा जाव अहेसत्तमाए वा होज्जा ।
333
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! એક નૈયિક જીવ, નૈરયિક પ્રવેશનક દ્વારા પ્રવેશ કરતાં શું રત્નપ્રભા પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે કે શર્કરાપ્રભા પૃથ્વીમાં યાવત્ અધઃસપ્તમ પર્યંતની કોઈ પણ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે ?
ઉત્તર– હે ગાંગેય ! તે રત્નપ્રભા પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે અથવા શર્કરાપ્રભામાં ઉત્પન્ન થાય છે યાવત્ અધઃસપ્તમ(સાતમી) નરક પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં એક નૈરયિક જીવ નરકમાં ઉત્પન્ન થાય તો તેના પ્રવેશનક-વિકલ્પો દર્શાવ્યા છે. નરક સાત છે. તેમાં ઉત્પન્ન થનાર એક જીવ પ્રથમ નરકમાં ઉત્પન્ન થાય અથવા બીજી, ત્રીજી, ચોથી, પાંચમી, છઠ્ઠી કે સાતમી કોઈ પણ એક નરક પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે. આ રીતે સાત નરકની અપેક્ષાએ એક જીવના અસંયોગીના સાત ભંગ થાય છે.
બે નૈરયિક પ્રવેશનક ભંગઃ
१२ दो भंते ! णेरइया णेरइय-पवेसणएणं पविसमाणा किं रयणप्पभाए होज्जा जाव अहेसत्तमाए होज्जा ?
गंगेया ! रयणप्पभाए वा होज्जा जाव अहेसत्तमाए वा होज्जा ।
अहवा एगे रयणप्पभाए एगे सक्करप्पभाए होज्जा; अहवा एगे रयणप्पभाए वालुयप्पा होज्जा जाव अहवा एगे रयणप्पभाए एगे अहेसत्तमाए होज्जा ।
अहवा एगे सक्करप्पभाए एगे वालुयप्पभाए होज्जा; एवं जाव अहवा एगे सक्करप्पभाए एगे अहेसत्तमाए होज्जा ।
अहवा एगे वालुयप्पभाए एगे पंकप्पभाए होज्जा; एवं जाव अहवा एगे वालुयप्पभाए एगे अहेसत्तमाए होज्जा । एवं एक्केक्का पुढवी छड्डेयव्वा जाव अहवा एगे तमाए एगे अहेसत्तमाए होज्जा ।
ભાવાર્થ :- પ્રશ્ન– હે ભગવન્ ! બે નૈરિયક જીવો નૈરયિક પ્રવેશનક દ્વારા પ્રવેશ કરતાં રત્નપ્રભા પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે કે યાવત્ અધઃસપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે ?
11
ઉત્તર– હે ગાંગેય ! [અસંયોગી ભંગ – ૭ ]− (૧) તે બંને જીવ રત્નપ્રભામાં ઉત્પન્ન થાય છે, (૨) તે બંને જીવ શર્કરાપ્રભામાં ઉત્પન્ન થાય છે, (૩) તે બંને જીવ વાલુકાપ્રભામાં ઉત્પન્ન થાય છે, (૪)