________________
૩૩ર |
શ્રી ભગવતી સૂત્ર-૩
વિવેચન :સાન્તર-નિરંતર ઉપપાત અને ઉદ્ધવર્તનઃ- જે દંડકમાં જીવોની ઉત્પત્તિ કે મૃત્યુમાં સમયાદિનું વ્યવધાન ન હોય તેને નિરન્તર અને સમયાદિનું વ્યવધાન હોય તેને સાન્તર કહે છે. જ્યોતિષી અને વૈમાનિક દેવોના મૃત્યુને ચ્યવન કહે છે. પાંચ સ્થાવરને છોડીને સર્વ દંડકોમાં ઉપપાત અને ઉદ્વર્તન સાત્તર અને નિરાર બંને પ્રકારે થાય છે અને પાંચ સ્થાવરમાં ઉપપાત અને ઉદ્વર્તન નિરન્તર થાય છે. કારણ કે એકેન્દ્રિય જીવો પ્રતિસમય અસંખ્ય કે અનંત જન્મે છે અને મરે છે. પ્રવેશનકના ચાર પ્રકાર:९ कइविहे णं भंते ! पवेसणए पण्णत्ते ।
गंगेया ! चउव्विहे पवेसणए पण्णत्ते, तं जहा- णेरइय-पवेसणए, तिरिक्ख- जोणिय-पवेसणए, मणुस्स-पवेसणए, देव-पवेसणए । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! પ્રવેશનક(ઉત્પત્તિ)ના કેટલા પ્રકાર છે?
ઉત્તર- હે ગાંગેય ! પ્રવેશનકના ચાર પ્રકાર છે, યથા- નરયિક પ્રવેશનક, તિર્યંચ પ્રવેશનક, મનુષ્ય પ્રવેશનક અને દેવ પ્રવેશનક.(જે તે ગતિમાં પ્રવેશ) નૈરયિક પ્રવેશનક:१० णेरइय-पवेसणए णं भंते ! कइविहे पणणते ?
गंगेया ! सत्तविहे पण्णत्ते, तं जहा- रयणप्पभा-पुढविणेरइय-पवेसणए जाव अहेसत्तमा-पुढवि-णेरइय-पवेसणए । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! નરયિક પ્રવેશનકના કેટલા પ્રકાર છે?
ઉત્તર-હે ગાંગેય! સાત પ્રકાર છે, યથા- રત્નપ્રભા પૃથ્વી નૈરયિક પ્રવેશનક યાવતું અધઃસપ્તમ પૃથ્વી નૈરયિક પ્રવેશનક. વિવેચન :
નરક સાત હોવાથી નૈરયિક પ્રવેશનકના સાત પ્રકાર છે. નરકમાં ઉત્પન્ન થનાર જીવ પ્રથમ રત્નપ્રભા નરક પૃથ્વીથી સાતમી અધઃસપ્તમ નરક પૃથ્વી પર્વતના કોઈ પણ એક સ્થાને ઉત્પન્ન થઈ શકે છે. એક નૈરયિક પ્રવેશનક ભંગ - ११ एगे णं भंते ! णेरइए रइय-पवेसणएणं पविसमाणे किं रयणप्पभाए होज्जा, सक्करप्पभाए होज्जा जाव अहेसत्तमाए होज्जा?