________________
શતક-૯ઃ ઉદ્દેશક-૩૨
[ ૩૨૯]
જીવો સર્વથી અલ્પ છે. તેનાથી છઠ્ઠી નરકમાં પ્રવેશ પામતા જીવો અસંખ્યગુણા છે. આ રીતે વિપરીત ક્રમથી પ્રથમ નરક સુધી અસંખ્યાતગુણા છે.
તિર્યંચગતિમાં પંચેન્દ્રિય જાતિમાં પ્રવેશ પામનારા જીવો સર્વથી અલ્પ છે. ત્યાર પછી ચૌરેન્દ્રિય, તેઇન્દ્રિય, બેઇન્દ્રિય એમ વિપરીત ક્રમથી એકેન્દ્રિય પર્યત પ્રવેશ પામનારા અધિક અધિક હોય છે.
મનુષ્યગતિમાં ગર્ભજ મનુષ્યમાં પ્રવેશ પામતા જીવો સર્વથી થોડા અને સંમૂર્છાિમ મનુષ્યોમાં પ્રવેશ પામતા જીવો અસંખ્યાત ગુણા છે.
દેવગતિમાં વૈમાનિક દેવોમાં પ્રવેશ પામતા જીવો સર્વથી અલ્પ છે. તેથી ભવનપતિ, વ્યંતર દેવોમાં પ્રવેશ પામતા જીવો ક્રમશઃ અસંખ્યાતગુણા અને જ્યોતિષી દેવોમાં પ્રવેશ પામતા જીવો તેનાથી સંખ્યાત ગુણા છે.
ચારેય પ્રવેશનકનું અલ્પબદુત્વ આ પ્રમાણે છે– મનુષ્ય પ્રવેશનક સર્વથી અલ્પ, તેનાથી નૈરયિક, દેવ અને તિર્યંચ પ્રવેશનક ક્રમશઃ અસંખ્યાત ગુણા છે. સતુ-વિદ્યમાન નારક આદિ જીવોનો જ ઉત્પાદ કે ઉદ્વર્તન થાય છે. અસતુ-અવિદ્યમાન ખરવિષાણની સમાન અભાવરૂપ છે. તેથી તેમાં ઉત્પાદ આદિની શક્યતા નથી. આ લોક અનાદિ અનંત હોવાથી નારક આદિ જીવ જ્યાં ઉત્પન્ન થાય છે, તે સ્થાન પણ સત્ હોય છે. જીવને જન્મ-મરણ કરવાના પ્રત્યેક સ્થાન ત્રિકાલ સતુ(વિદ્યમાન) છે. તેથી સત્ સ્થાનમાં પ્રત્યેક જીવોનો ઉત્પાદ આદિ થાય છે. પ્રત્યેક જીવ પોતાના શુભાશુભ કર્માનુસાર જન્મમરણ કરે છે. તેમાં ઈશ્વરેચ્છા વગેરે અન્ય કોઈ પણ શક્તિની આવશ્યકતા રહેતી નથી. ઇચ્છિત જટિલ પ્રશ્નોના સહજ ઉત્તરો મળતાં ગાંગેય અણગારને પ્રભુ મહાવીરની સર્વજ્ઞતા પર શ્રદ્ધા થઈ ગઈ. તેમણે પ્રભુના શાસનમાં પ્રવેશ કરી, પંચ મહાવ્રતનો સ્વીકાર કર્યો અને સંયમ, તપની સાધના દ્વારા સર્વ કર્મનો ક્ષય કરી, સિદ્ધ ગતિને પ્રાપ્ત કરી.
*