________________
330
OR OX
શતક-૯ : ઉદ્દેશક-૩ર
ગાંગેય અણગાર
શ્રી ભગવતી સૂત્ર–૩
KOR IOS
સાન્તર નિરન્તર ઉત્પત્તિ આદિઃ
१ तेणं कालेणं तेणं समएणं वाणियग्गामे णामं णयरे होत्था, वण्णओ । दूइपलासए चेइए । सामी समोसढे । परिसा णिग्गया । धम्मो कहिओ । परिसा पडिगया । तेणं कालेणं तेणं समएणं पासावच्चिज्जे गंगए णामं अणगारे जेणेव समणे भगवं महावीरे तेणेव उवागच्छइ, तेणेव उवागच्छित्ता समणस्स भगवओ महावीरस्स अदूरसामंते ठिच्चा समणं भगवं महावीरं एवं वयासी
ભાવાર્થ :- તે કાલે, તે સમયે વાણિજ્યગ્રામ નામનું નગર હતું. તે નગરની બહાર તિપલાશ નામનું ઉધાન હતું. એકદા ત્યાં શ્રમણ ભગવાન મહાવીર સ્વામી પધાર્યા. પરિષદ વંદન કરવા માટે નીકળી. ભગવાને ધર્મોપદેશ આપ્યો. પરિષદ પાછી ગઈ, તે સર્વ વિસ્તૃત વર્ણન ઔપપાતિક સૂત્રાનુસાર જાણવું. તે કાલે, તે સમયે પુરુષાદાનીય ભગવાન પાર્શ્વનાથની શિષ્ય પરંપરાના ગાંગેય નામના અણગાર હતા. તેમણે શ્રમણ ભગવાન મહાવીર સ્વામીની સમીપે આવીને, શ્રમણ ભગવાન મહાવીર સ્વામીની ન અતિ દૂર ન અતિ નજીક ઊભા રહીને, શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને આ પ્રમાણે પૂછ્યું
२ संतरं भंते ! णेरइया उववज्जंति, णिरंतरं णेरइया उववज्जंति ? गंगेया ! संतरं पि णेरइया उववज्जंति, णिरंतरं पि णेरइया उववज्जंति ।
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! શું નૈરયિકો સાન્તર(અંતર સહિત) ઉત્પન્ન થાય છે કે નિરન્તર ઉત્પન્ન થાય છે ? ઉત્તર− હે ગાંગેય ! નૈરયિકો સાન્તર પણ ઉત્પન્ન થાય છે અને નિરન્તર પણ ઉત્પન્ન થાય છે.
३ संतरं भंते ! असुरकुमारा उववज्जंति, णिरंतरं असुरकुमारा उववज्जंति ? गंगेया ! संतरं पि असुरकुमारा उववज्जंति, णिरंतर पि असुरकुमारा उववज्जंति। एवं जाव थणियकुमारा ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! અસુરકુમારો શું સાન્તર ઉત્પન્ન થાય છે કે નિરન્તર ઉત્પન્ન થાય છે ? ઉત્તર– હે ગાંગેય ! તે સાન્તર પણ ઉત્પન્ન થાય છે અને નિરન્તર પણ ઉત્પન્ન થાય છે. આ જ રીતે સ્તનિતકુમાર પર્યંત જાણવું જોઈએ.