________________
૩૨૮
*
★
શ્રી ભગવતી સૂત્ર–૩
શતક-૯ : ઉદ્દેશક-૩૨ ઃ
સંક્ષિપ્ત સાર
આ ઉદ્દેશકમાં પ્રભુ પાર્શ્વનાથની પરંપરાના શ્રી ગાંગેય અણગારના ચાર ગતિના મુખ્ય ચાર ગતિ પ્રવેશક સંબંધિત પ્રશ્નોત્તર અને તેની ભંગ સંખ્યાનું વિસ્તૃત વિવેચન છે. તેના પ્રારંભમાં ૨૪ દંડકના જીવોના સાંતર અને નિરંતર ઉત્પત્તિ અને મરણ વિષયક પ્રશ્નોત્તર છે.
પાંચ સ્થાવરને છોડીને રોષ ૧૯ દંડકના જીવોનો ઉત્પાદ અને ઉત્તેન સાંતર અને નિરંતર બંને પ્રકારે થાય છે. તેમાં જ્યોતિષી અને વૈમાનિક દેવોના મૃત્યુ (ઉર્તના) માટે “ચ્યવન” શબ્દ પ્રયોગ છે. પાંચ સ્થાવર જીવોમાં નિરંતર ઉત્પત્તિ અને ઉર્તન થાય છે. તેમાં સમય માત્રનું વ્યવધાન થતું નથી.
કોઈપણ જીવ એક ગતિમાંથી મૃત્યુ પામી અન્ય ગતિમાં જન્મ ધારણ કરે અર્થાત્ અન્ય ગતિમાં પ્રવેશ કરે તેને પ્રવેશન' કહે છે. ગતિ ચાર હોવાથી પ્રવેશનકના પણ મુખ્ય ચાર પ્રકાર છે— (૧) નૈરયિક પ્રવેશનક (૨) તિર્યંચ પ્રવેશનક (૩) મનુષ્ય પ્રવેશનક (૪) દેવ પ્રવેશનક.
કોઈપણ જીવ અન્ય ગતિમાંથી નરક ગતિમાં જન્મ ધારણ કરે તેને “Öરયિક પ્રવેશનક” કહે છે. આ રીતે નિયંચ, મનુષ્ય કે દેવ ગતિમાં જન્મ ધારણ કરે તેને ક્રમશઃ તિર્યંચ પ્રવેશનક, મનુષ્ય પ્રવેશનક અને દેવ પ્રવેશનક કહે છે. સાત નરકની અપેક્ષાએ તેના સાત ભેદ છે. એક જીવ નરકમાં પ્રવેશ પામે ત્યારે તે ક્યાં ઉત્પન્ન થાય ? તેના ઉત્તરમાં સૂત્રકારે સાત વિકલ્પથી સમજાવ્યું છે– તે જીવ પહેલી નરકમાં, બીજી નરકમાં, ત્રીજી નરકમાં એમ સાતમી નરક પર્યંતના સાત ભેદમાંથી ગમે ત્યાં ઉત્પન્ન થઈ શકે છે. તેથી તેના સાત ભંગ થાય છે.
જ્યારે બે જીવ એક સાથે કોઈ પણ એક નરકમાં ઉત્પન્ન થાય તો સાત નરકમાંથી કોઈપણ એક નરકમાં ઉત્પન્ન થઈ શકે છે. તેથી તેના પૂર્વવત્ સાત ભંગ થાય. ક્યારેક તે બે જીવમાંથી એક જીવ પ્રથમ નરકમાં અને બીજો જીવ બીજી નરકમાં એમ જુદી-જુદી નરકમાં ઉત્પન્ન થાય છે. તેથી પહેલી અને બીજી, પહેલી અને ત્રીજી યાવતુ પહેલી અને સાતમી. ત્યારપછી બીજી અને ત્રીજી, બીજી અને ચોથી એમ બે નરકના સંયોગથી દિસંયોગી ભંગ બને છે. આ રીતે સાત નરકમાં પરસ્પર દિસંયોગ કરતાં ૨૧ ભંગ થાય છે.
તે જ રીતે ત્રણ, ચાર યાવતુ દશ, સંખ્યાત, અસંખ્યાત જીવો એક સાથે નરકમાં પ્રવેશ કરે ત્યારે વિવિધ પ્રકારના વિકલ્પો સંભવે છે. તે જ રીતે ચારે પ્રવેશકોના વિવિધ ભંગોનું સૂત્રમાં વિસ્તૃત વર્ણન છે.
સાતે નરકમાં પ્રવેશ પામતા જીવોમાંથી સાતમી નરકમાં પ્રવેશ પામતા(જન્મ ધારણ કરતા)