________________
શ્રી ભગવતી સૂત્ર–૩
યોજનની ઉપરનું ક્ષેત્ર ઊર્ધ્વલોકની ગણનામાં આવે છે. અથવા દેવો તેનું સંહરણ કરીને મેરુપર્વતના સોમનસવન અને પંડગવનમાં લઈ જાય તો ત્યાં પણ હોય શકે છે.
૩૨૦
અધોલોકમાં હોય તો મૂલપાઠમાં ખાડા અને ગુફાનું જ કથન છે પરંતુ મહાવિદેહક્ષેત્રની સલીલાવતી અને વપ્રા નામની બે વિજયો ૧૦૦૦ યોજન ઊંડી છે, તેમાં પણ થઈ શકે છે. દેવ કોઇ સાધકનું સંહરણ કરી પાતાલ કળશોમાં કે ભવનપતિના ભવનોમાં નાંખી દે, ત્યારે ત્યાં પણ તેને વિભંગજ્ઞાન થઈને પછી કેવલજ્ઞાન પણ થઈ શકે છે.
સ્વાભાવિક રીતે તિર્યઞ્લોકમાં ૧૫ કર્મભૂમિના ક્ષેત્રમાં જ હોય છે પરંતુ સંહરણ અપેક્ષાએ અઢીદ્વીપના કોઈપણ વિભાગમાં હોય છે અર્થાત્ યુગલિક ક્ષેત્રોમાં અને સમુદ્રોમાં પણ હોય શકે છે. સોચ્ચા કેવળી :
३३ सोच्चा णं भंते ! केवलिस्स वा जाव तप्पक्खिय उवासियाए वा केवलिपण्णत्तं धम्मं लभेज्जा सवणयाए ?
गोमा ! सोच्चा णं केवलिस्स वा जाव तप्पक्खिय उवासियाए वा अत्थे गइए केवलिपण्णत्तं धम्मं लभेज्ज सवणयाए; अत्थेगइए णो लभेज्ज सवणयाए । एवं जा चेव असोच्चाए वत्तव्वया, सा चेव सोच्चाए वि णिरवसेसं भाणियव्वा, णवरं अभिलावो 'सोच्चें' त्ति । जाव जस्स णं मणपज्जव णाणावरणिज्जाणं कम्माणं खओवसमे कडे भवइ, जस्स णं केवलणाणावरणिज्जाणं कम्माणं खए कडे भवइ, से णं सोच्चा केवलिस्स वा जावतप्पक्खिय उवासियाए वा केवलिपण्णत्तं धम्मं लभेज्जा सवणयाए, केवलं बोहिं बुज्झेज्जा जाव केवलणाणं उप्पाडेज्जा ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! કેવળી યાવત્ કેવળી પાક્ષિક ઉપાસિકા પાસેથી ધર્મ સાંભળીને, કોઈ જીવ, કેવળી પ્રરૂપિત ધર્મનું શ્રવણ કરી શકે છે ?
ઉત્તર– હે ગૌતમ ! કેવળી આદિ પાસેથી ધર્મ સાંભળવાનો યોગ મળવા છતાં કેટલાક જીવો
કેવળી પ્રરૂપિત ધર્મનું શ્રવણ કરે છે અને કેટલાક જીવો કરતા નથી. આ વિષયમાં જે રીતે અસોજ્વાની વક્તવ્યતા કહી, તે જ રીતે 'સો—ા'ની પણ કહેવી જોઈએ. પરંતુ અહીં અલોવ્વાના સ્થાને સોન્ના તે પ્રમાણે પાઠ કહેવો જોઈએ. શેષ સર્વ કથન પૂર્વવત્ જાણવું જોઈએ. યાવત્ જેણે મનઃપર્યવ જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ કર્યો છે અને જેણે કેવળજ્ઞાનાવરણીય કર્મનો ક્ષય કર્યો છે, તે જીવને કેવળી યાવત્ કેવળી પાક્ષિક ઉપાસિકા પાસેથી સાંભળીને કેવળી પ્રરૂપિત ધર્મનું શ્રવણ થાય છે, શુદ્ધ સમ્યગ્દર્શન થાય છે યાવત્ કેવળજ્ઞાન પર્યંતની પ્રાપ્તિ થાય છે.
३४ तस्स णं अट्ठमं अट्ठमेणं अणिक्खित्तेणं तवोकम्मेणं अप्पाणं भावेमाणस्स