________________
શતક-૯ઃ ઉદ્દેશક-૩૧
| ૩૧૯ |
ભાવાર્થ - પ્ર– હે ભગવન્! તે અસોચ્ચા કેવળી શું ઉર્ધ્વલોકમાં હોય છે, અધોલોકમાં હોય છે કે તિર્યલોકમાં હોય છે?
ઉત્તર- હે ગૌતમ ! તે સમભૂમિથી ઊંચે પણ હોય છે, નીચે પણ હોય છે અને તિરછા લોકમાં પણ હોય છે, તેઓ ઊંચે શબ્દાપાતી, વિકટાપાતી, ગંધાપાતી, અને માલ્યવંત નામના વૃત્ત વૈતાઢય પર્વતોમાં હોય છે તથા સંહરણની અપેક્ષાએ સોમનસવનમાં અથવા પંડગવનમાં હોય છે.
તેઓ નીચે ખાડા અથવા ગુફામાં હોય છે અને સંહરણની અપેક્ષાએ પાતાળકળશોમાં અથવા ભવનવાસી દેવોના ભવનોમાં હોય છે.
તેઓ તિરછા લોકમાં પંદર કર્મભૂમિમાં હોય છે તથા સંહરણની અપેક્ષાએ અઢીદ્વીપના અને બે સમુદ્રોના કોઈપણ વિભાગમાં હોય છે. ३२ ते णं भंते ! एगसमए णं केवइया होज्जा?
गोयमा ! जहण्णेणं एक्को वा दो वा तिण्णि वा उक्कोसेणं दस ।
से तेणटेणं गोयमा ! एवं वुच्चइ- असोच्चा णं केवलिस्स वा जाव तप्पक्खिय उवासियाए वा अत्थेगइए केवलिपण्णत्तं धम्म लभेज्जा सवणयाए, अत्थेगइए असोच्चा णं केवलिस्स वा जाव तप्पक्खिय-उवासियाए वा केवलिपण्णत्तं धम्म णो लभेज्जा सवणयाए जाव अत्थेगइए केवलणाणं उप्पाडेज्जा, अत्थेगइए केवलणाणं णो उप्पाडेज्जा । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન ! તે અસોચ્ચા કેવળી, એક સમયમાં કેટલા હોય છે?
ઉત્તર- હે ગૌતમ ! જઘન્ય એક, બે, ત્રણ અને ઉત્કૃષ્ટ દશ હોય છે.
તેથી હે ગૌતમ! એ પ્રમાણે કહ્યું છે કે કેવળી આદિ પાસેથી, કેવળી-પ્રરૂપિત ધર્મ સાંભળ્યા વિના જ કેટલાક જીવોને કેવળી-પ્રરૂપિત ધર્મનો બોધ થાય છે અને કેટલાક જીવોને થતો નથી થાવત્ કેટલાક જીવો કેવળજ્ઞાનને પ્રાપ્ત કરે છે, કેટલાક જીવો પ્રાપ્ત કરતા નથી.
વિવેચન : -
પ્રસ્તુત સૂત્રોમાં અસોચ્ચા કેવળી સંબંધી વિવિધ પ્રશ્નોત્તરો દ્વારા તેનો વિશેષ પરિચય કરાવ્યો છે.
ત્રણે લોકમાં અસોચ્ચા કેવળી :- કોઈ સાધક આકાશગમનલબ્ધિથી શબ્દાપાતી આદિ વૃત્તવૈતાઢયા પર્વત પર ગયા હોય અને ત્યાં જ તેને કેવળજ્ઞાન થઈ જાય તો તે ઊર્ધ્વલોકમાં ગણાય છે. હેમવય, હરણ્યવય, હરિવર્ષ અને રમકવર્થક્ષેત્રમાં સ્થિત ચારે વૃત્ત વૈતાઢય પર્વત ૧000 યોજન ઊંચા છે. તે પર્વતોનું ૯00