________________
શતક-૯: ઉદ્દેશક-૩૧
[ ૩૨૧]
पगइभद्दयाए, तहेव जाव मग्गण-गवेसणं करेमाणस्स ओहिणाणे समुप्पज्जइ । से णं तेण ओहिणाणेणं समुप्पणेणं जहण्णेणं अंगुलस्स असंखेज्जइभाग, उक्कोसेणं असंखेज्जाइं अलोए लोयप्पमाणमेत्ताइ खंडाई जाणइ पासइ । શબ્દાર્થ :- સવાયા = શ્રુતજ્ઞાનરૂપ બોધ આજિવિત્ત = નિરંતર અનોપ તો પ્રમાણેત્તારું = અલોકમાં લોક પ્રમાણ. ભાવાર્થ :- કેવળી આદિ પાસેથી ધર્મ પ્રતિપાદક વચન સાંભળીને, સમ્યગુદર્શનાદિ પ્રાપ્ત થયેલા જીવને નિરંતર અઠ્ઠમ-અટ્ટમની તપસ્યા દ્વારા આત્માને ભાવિત કરતાં, પ્રકૃતિની ભદ્રતા આદિ ગુણોથી થાવત્ ઈહા, અપોહ, માર્ગણા, ગવેષણા કરતાં અવધિજ્ઞાન ઉત્પન્ન થાય છે. ઉત્પન્ન થયેલા અવધિજ્ઞાનથી તે જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ અલોકમાં લોક પ્રમાણ અસંખ્ય ખંડોને જાણે છે અને દેખે છે.
વિવેચન : -
પ્રસ્તુત સૂત્રોમાં સોચ્ચા કેવળી વિષયક પૂર્વવત્ કથન છે. કેવળી આદિ પાસેથી સાંભળીને કેટલાક જીવોને સમ્યગુદર્શન આદિ પૂર્વવતુ ૧૧ બોલની પ્રાપ્તિ થાય છે. તેમાં પણ જે જીવોને તદાવરણીય કર્મોનો ક્ષયોપશમ થયો હોય તેને તે તે બોલની પ્રાપ્તિ થાય છે, અન્યને થતી નથી. કેવલી આદિ પાસેથી પ્રાપ્ત થયેલું ધર્મશ્રવણ કર્મના ક્ષયોપશમમાં નિમિત્ત બને છે. તે જીવોને અવધિજ્ઞાનની પ્રાપ્તિના ક્રમમાં વિશેષતા છે. સોન્ગ જેવી – જ્ઞાનગુરુ પાસે ધર્મ સાંભળીને જ્ઞાની થનાર અને ક્રમશઃ કેવળજ્ઞાન પ્રાપ્ત કરનારને સોચ્ચા કેવલી કહેવાય છે. પૂર્વ સૂત્રો અનુસાર સાંભળ્યા વિના જ અવધિજ્ઞાન પ્રાપ્ત કરનાર અને અસોચ્ચા કેવલી થનાર જીવને પહેલા વિર્ભાગજ્ઞાન થાય છે, ત્યારપછી સમ્યકત્વની પ્રાપ્તિ થાય અને વિર્ભાગજ્ઞાન અવધિજ્ઞાનમાં પરિણત થાય છે. પરંતુ પ્રસ્તુત સૂત્રોમાં ધર્મ પ્રતિપાદક વચન સાંભળીને સમ્યગૃષ્ટિ અને મતિ-શ્રુતજ્ઞાન થયેલા સાધકને અઠ્ઠમના પારણે નિરંતર અટ્ટમની તપસ્યા કરતાં પ્રકૃતિની ભદ્રતા આદિ ગુણોના કારણે તેમજ ઈહા, અપોહ, માર્ગણા અને ગવેષણા કરતા અવધિજ્ઞાનની પ્રાપ્તિ થાય છે તેવા સોચ્યા કેવલીનું નિરૂપણ છે. અનોખ તોયખમણ-મૈત્તા :- તે અવધિજ્ઞાનીને ઉત્કૃષ્ટ અલોકમાં પણ લોક જેવડા અસંખ્ય ખંડોમાં પણ જો રૂપી પદાર્થ હોય તો તેને જાણવાની શક્તિ પ્રાપ્ત થઈ જાય છે. ખરેખર અલોકમાં માત્ર આકાશ દ્રવ્ય જ હોય છે; અન્ય કોઈ પણ રૂપી કે અરૂપી દ્રવ્ય હોતા નથી. તેથી અલોકમાં અસંખ્ય ખંડોને જાણવાનું આ કથન જ્ઞાનના વિષય સામર્થ્યને પ્રગટ કરવા માટે જ છે, તેમ સમજવું જોઈએ. સોચ્ચા અવધિજ્ઞાનીની અદ્ધિઃ३५ से णं भंते ! कइसु लेस्सासु होज्जा ? गोयमा ! छसु लेसासु होज्जा, तं