________________
શતક-૯ઃ ઉદ્દેશક-૩૧
૩૧૭ |
संजलण-कोह-माण-माया-लोभे खवेइ, खवेत्ता पंचविहं णाणावरणिज्ज, णवविहं दरिसणावरणिज्जं, पंचविहं अंतराइयं, तालमत्थयकडं च णं मोहणिज्ज कटु, कम्मरयविकिरणकरं अपुव्वकरणं अणुपविट्ठस्स अणंते अणुत्तरे णिव्वाघाए णिरावरणे कसिणे पडिपुण्णे केवलवरणाण-दसणे समुप्पण्णे । શબ્દાર્થ-વિસનો વિમુક્ત કરે છે ૩વરિઘ = આધારભૂત તત્તિમસ્થ<= તાલવૃક્ષના મસ્તકની સમાન ક્ષીણ કરીને મૂર-વિવિ૨પ૨ = કર્મરૂપી રજને ખંખેરનાર. ભાવાર્થ:- તે અવધિજ્ઞાની, પ્રશસ્ત અધ્યવસાયોની વૃદ્ધિ થવાથી અનંત નૈરયિક ભવોપગ્રાહી કર્મોથી પોતાના આત્માને વિમુક્ત કરે છે, અનંત તિર્યંચ ભવોપગ્રાહી કર્મોથી પોતાના આત્માને વિમુક્ત કરે છે, અનંત મનુષ્ય ભવોપગ્રાહી કર્મોથી પોતાના આત્માને વિમુક્ત કરે છે, અનંત દેવ ભવોપગ્રાહી કર્મોથી પોતાના આત્માને વિમુક્ત કરે છે. નરકગતિ, તિર્યંચગતિ, મનુષ્યગતિ અને દેવગતિ નામની ચાર ઉત્તર પ્રવૃત્તિઓને પુષ્ટ કરનાર અનંતાનુબંધી ક્રોધ, માન, માયા અને લોભનો ક્ષય કરે છે; તેનો ક્ષય કરીને અપ્રત્યાખ્યાની ક્રોધ, માન, માયા, લોભનો ક્ષય કરે છે; તેનો ક્ષય કરીને પ્રત્યાખ્યાનાવરણ ક્રોધ, માન, માયા, લોભનો ક્ષય કરે છે; તેનો ક્ષય કરીને સંજ્વલન ક્રોધ, માન, માયા, લોભનો ક્ષય કરે છે. ત્યાર પછી મોહનીય કર્મને કપાયેલા મસ્તકવાળા તાડવૃક્ષની સમાન બનાવીને; કર્મરજને વિખેરનાર અપૂર્વકરણમાં પ્રવેશ કરીને; પાંચ જ્ઞાનાવરણીય, નવ દર્શનાવરણીય અને પાંચ અંતરાય કર્મની પ્રકૃતિનો ક્ષય કરીને તે જીવ અનંત, અનુત્તર, વ્યાઘાતરહિત, આવરણ રહિત, અખંડ, સંપૂર્ણ પ્રતિપૂર્ણ અને શ્રેષ્ઠ કેવળજ્ઞાન અને કેવળ દર્શનને પ્રાપ્ત કરે છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં અસોચ્ચા અવધિજ્ઞાનીને કેવળજ્ઞાનની પ્રાપ્તિ કયા ક્રમથી થાય છે તેનો નિર્દેશ કર્યો છે. ઘાતકર્મોના નાશમાં મોહનીયકર્મના નાશની પ્રધાનતા :- પ્રસ્તુત સૂત્રમાં જ્ઞાનાવરણીયાદિ ત્રણે કર્મોની ઉત્તર પ્રવૃતિઓનો ક્ષય પહેલા કહ્યો છે. પરંતુ મોહનીય કર્મના ક્ષય થયા વિના આ ત્રણ કર્મોનો નાશ થતો નથી. આ તથ્યને પ્રગટ કરવા માટે અહીં કહ્યું છે કે તાનાર્થી ૩ ૨ મોગM
હું- જે રીતે તાડવૃક્ષના અગ્રભાગનું ભેદન અર્થાત્ નાશ થવાથી સંપૂર્ણ વૃક્ષનો નાશ થાય છે, તે જ રીતે મોહનીય કર્મનો ક્ષય થવાથી શેષ ઘાતકર્મોનો પણ ક્ષય થઈ જાય છે.
બંતે અનુત્તરે બળાપાણ... – (૧) અનંત = વિષયની અનંતતાના કારણે તે અનંત છે. (૨) અનાર કેવળજ્ઞાનથી શ્રેષ્ઠ અન્ય કોઈ જ્ઞાન નથી તેથી તે અનુત્તર છે. (૩) નિઘાત ન કેવળ જ્ઞાન દીવાલ, ભીંત આદિના વ્યાઘાતથી પ્રતિહત થતું નથી, કોઈ પણ પ્રકારની રુકાવટ તેને રોકી શકતી નથી તેથી તે નિર્ણાઘાત છે. (૪) નિરાવરણ - સંપૂર્ણ ઘાતી કર્મરૂપ આવરણોના ક્ષય થવાથી ઉત્પન્ન થાય છે તેથી તે નિરાવરણ છે. (૫) કન્ન = સકલ પદાર્થોનું ગ્રાહક હોવાથી કૃત્ન છે. () પ્રતિપૂર્ણ - પોતાના સંપૂર્ણ અંશોથી યુક્ત હોવાથી તે પ્રતિપૂર્ણ છે.