________________
[ ૩૧૬ ]
શ્રી ભગવતી સૂત્ર-૩
ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! તેને કેટલા અધ્યવસાય હોય છે? ઉત્તર- હે ગૌતમ! તેને અસંખ્યાત અધ્યવસાય હોય છે. | २६ ते णं भंते ! किं पसत्था, अप्पसत्था ? गोयमा ! पसत्था, णो अप्पसत्था । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! તેના અધ્યવસાય પ્રશસ્ત હોય છે, કે અપ્રશસ્ત ? ઉત્તર- હે ગૌતમ! પ્રશસ્ત હોય છે, અપ્રશસ્ત હોતા નથી. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં અસોચ્ચા અવધિજ્ઞાનીને પ્રાપ્ત થતા ભાવોની વિચારણા કરી છે. લેશ્યા – તેને ત્રણ શુભ લેશ્યા હોય છે કારણ કે પ્રશસ્ત ભાવલેશ્યામાં જ સમ્યગદર્શનની પ્રાપ્તિ થાય છે. શાન – પ્રથમ ત્રણ જ્ઞાન હોય છે, સમ્યગદર્શનની પ્રાપ્તિ થતાં તેનું અજ્ઞાન જ્ઞાનરૂપે પરિણત થાય છે. યોગ :- તે સયોગી જ હોય છે. અવધિજ્ઞાની અવસ્થામાં અયોગી થઈ શકતા નથી. સંઘયણ – વજઋષભનારાચ સંઘયણ હોય છે. તે ભવિષ્યમાં પ્રાપ્ત થતાં કેવળજ્ઞાનની અપેક્ષાએ છે. સવેદી :- તે સવેદી જ હોય છે. વિર્ભાગજ્ઞાનથી અવધિજ્ઞાન પ્રાપ્ત કરનાર સાધક સવેદી હોય છે. તે સ્વભાવતઃ સ્ત્રીવેદી હોતા નથી, પુરુષવેદી અને પુરુષ નપુંસકવેદી હોય છે. સકષાયી - વિર્ભાગજ્ઞાન અને અવધિજ્ઞાનના સમયમાં કષાયનો સંપૂર્ણ ક્ષય થતો નથી, તેને સંજ્વલન કષાય હોય છે. પ્રશસ્ત અધ્યવસાય:- વિર્ભાગજ્ઞાનથી અવધિજ્ઞાનની પ્રાપ્તિ અપ્રશસ્ત અધ્યવસાયમાં થતી નથી. તેને પ્રશસ્ત અધ્યવસાય જ હોય છે. શેષ કથન ભાવાર્થથી સ્પષ્ટ છે. અસોચ્ચાને કેવળજ્ઞાન પ્રાપ્તિનો વિકાસ ક્રમ - २७ से णं भंते ! तेहिं पसत्थेहिं अज्झवसाणेहिं वड्डमाणेहिं अणंतेहिं णेरइयभवग्ग हणेहितो अप्पाणं विसंजोएइ, अणंतेहिं तिरिक्खजोणिय भवग्गहणेहिंतो अप्पाणं विसंजोएइ, अणंतेहिं मणुस्सभवग्गहणेहिंतो अप्पाणं विसंजोएइ, अणंतेहिं देवभवग्गहणेहिंतो अप्पाणं विसंजोएइ; जाओ वि य से इमाओ णेरइयतिरिक्खजोणियमणुस्सदेवगणामाओ चत्तारि उत्तरपयडीओ, तासिं च णं उवग्गहिए अणंताणुबंधी कोह-माण-माया-लोभे खवेइ, खवेत्ता अपच्चक्खाणकसाए कोह-माण-माया-लोभे खवेइ, खवेत्ता पच्चक्खाणावरण कोह-माण-माया-लोभे खवेइ, खवेत्ता