________________
શતક-૯ઃ ઉદ્દેશક-૩૧.
[ ૩૧૧]
જાય તો તે અસોચ્ચા, અસોચ્ચાજ્ઞાની, અસોચ્ચાસ્વયંબુદ્ધ, અસોચ્ચા વિર્ભાગજ્ઞાની-અવધિજ્ઞાની અને અસોચ્ચા કેવલી કહેવાય છે.
કેવળી - કેવળજ્ઞાન, કેવળદર્શનના ધારકને કેવળી કહે છે. કેવળી શ્રાવક-શ્રાવિકા - જેણે સ્વયં કેવળીને પૂછ્યું છે અથવા તેની સમીપે સાંભળ્યું છે. કેવળી ઉપાસક-ઉપાસિકા - (૧) કેવળીની ઉપાસના કરનાર (૨) કેવળી દ્વારા અન્યને કહેવાતા જેણે સાંભળ્યું હોય તે. (૩) કેવળીના શિષ્યો, પ્રશિષ્યો દ્વારા સાંભળ્યું હોય છે. કેવળી પાક્ષિક = સ્વયં સંબુદ્ધ. તેના પણ શ્રાવક, શ્રાવિકા, ઉપાસક ઉપાસિકા સમજવા.
આ દશ પાસે સાંભળ્યા વિના જ કોઈ વ્યક્તિ ધર્મબોધ આદિ પ્રાપ્ત કરી શકે છે. તાત્પર્ય એ છે કે તેને કેવળી આદિ પાસેથી ધર્મશ્રવણનું નિમિત્ત મળતું નથી. પરંતુ પોતાના તદાવરણીય કર્મનો ક્ષયોપશમ જ ધર્મબોધ આદિની પ્રાપ્તિમાં નિમિત્ત કારણ બને છે.
પ્રસ્તુત સૂત્રોમાં અગિયાર પ્રશ્નોત્તર છે. તેમાં (૧) ધર્મ શ્રવણ-જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી, (૨) ધર્મ બોધ(સમ્યગદર્શન)- દર્શનમોહનીય કર્મના ક્ષયોપશમથી. (૩) પ્રવજ્યા- ચારિત્ર મોહનીય અને વીર્યંતરાય કર્મના ક્ષયોપમશથી. (૪) બ્રહ્મચર્યવાસ- વેદ-નોકષાય મોહનીયરૂપ ચારિત્ર મોહનીય કર્મના ક્ષયોપશમથી. (૫) સંયમ યતના- ચારિત્ર મોહનીય અને વીર્યંતરાય કર્મના ક્ષયોપશમથી. () સંવર– અધ્યવસાનાવરણીય(ચારિત્ર મોહનીય) અને વીર્યંતરાય કર્મના ક્ષયોપશમથી. (૭-૧૦) મતિ આદિ ચાર જ્ઞાન- મતિજ્ઞાનાવરણીય આદિ કર્મના ક્ષયોપશમથી. (૧૧) કેવળજ્ઞાન- કેવળ જ્ઞાનાવરણીય કર્મના ક્ષયથી ઉત્પન્ન થાય છે.
આ રીતે અસોચ્ચા કેવળી થનારને જે તે તદાવરણીય કર્મનો ક્ષયોપશમ કે ક્ષય થવાથી તે તે આત્મ તત્ત્વની પ્રાપ્તિ થાય છે.
ઉપરોક્ત ૧૧ બોલમાંથી કેવળજ્ઞાનની પ્રાપ્તિ જ્ઞાનાવરણીય કર્મના ક્ષયથી થાય છે કારણ કે કેવળજ્ઞાનાવરણીય કર્મ સર્વઘાતી છે. તેનો સર્વથા ક્ષય થાય ત્યારે જ કેવળજ્ઞાન પ્રગટ થઈ શકે છે. તે ક્ષાયિક ભાવ છે. શેષ ૧૦ બોલ ત ત કર્મના ક્ષયોપશમથી પ્રાપ્ત થાય છે. તે સર્વ ક્ષાયોપથમિક ભાવ છે.
પ્રસ્તુત સૂત્રોમાં સૂત્રકારે પ્રત્યેક બોલની સ્વતંત્ર પૃચ્છા કર્યા પછી એક સૂત્રમાં તે અગિયારે બોલની સામુહિક રૂપે પૃચ્છા કરી છે. તેનું તાત્પર્ય એ છે કે કેટલાક જીવોને તે ધર્મશ્રવણ, ધર્મશ્રદ્ધા આદિ એક, બે આદિ બોલની પ્રાપ્તિ થાય છે અને કેટલાક જીવોને તે સર્વ બોલની પ્રાપ્તિ પણ થઈ શકે છે.
સંસળવળા :- પ્રસ્તુત પ્રકરણમાં દર્શનાવરણીય કર્મના કથનથી દર્શન મોહનીય કર્મનું ગ્રહણ થયું છે કારણ કે સમ્યગુદર્શનને આવરિત કરનાર દર્શન મોહનીય કર્મ છે. ટીકાકારે આ વિષયને સ્પષ્ટ કરતા કહ્યું છે– રૂદ ૮ર્શનાવરાવું ઢર્શનમોહનાયમમિ , વોઃ સગવનપથfથવા તમ0 વ તત્થાયોપશમનન્યવાવિતિ | સમ્યગુબોધ તે સમ્યગુદર્શનનો પર્યાયવાચી શબ્દ છે અને તેની પ્રાપ્તિ દર્શન મોહનીયકર્મના ક્ષયોપશમથી થાય છે.