________________
શ્રી ભગવતી સૂત્ર–૩
પ્રરૂપિત ધર્મ સાંભળ્યા વિના પણ શું કોઈ જીવને કેવળી પ્રરૂપિત ધર્મનું શ્રવણ પ્રાપ્ત થાય છે, શુદ્ધ સમ્યક્ત્વનો અનુભવ કરે છે, મુંડિત થઈને ગૃહસ્થવાસને છોડીને અણગારપણાને સ્વીકારે છે, શુદ્ધ બ્રહ્મચર્યવાસ ધારણ કરે છે, શુદ્ધ સંયમ દ્વારા યતના કરે છે, શુદ્ધ સંવર દ્વારા આશ્રવનો નિરોધ કરે છે, શુદ્ધ આભિનિબોધિક જ્ઞાન ઉત્પન્ન થાય છે, યાવતુ શુદ્ધ મન:પર્યવજ્ઞાન તથા કેવળજ્ઞાન ઉત્પન્ન થાય છે ?
૩૧૦
ઉત્તર– હે ગૌતમ ! કેવળી આદિ પાસેથી સાંભળ્યા વિના જ કેટલાક જીવો બોધ પ્રાપ્ત કરે છે અને કેટલાક જીવો બોધ પ્રાપ્ત કરતા નથી, કેટલાક જીવો શુદ્ધ સમ્યક્ત્વનો અનુભવ કરે છે અને કેટલાક જીવો કરતા નથી; કેટલાક જીવો મુંડિત થઈને આગારવાસને છોડીને અલગારપણાનો સ્વીકાર કરે છે અને કેટલાક જીવો કરતા નથી; કેટલાક જીવો શુદ્ધ બ્રહ્મચર્યવાસ ધારણ કરે છે અને કેટલાક જીવો કરતા નથી. કેટલાક જીવો શુદ્ધ સંયમ દ્વારા યતનાવંત થાય છે અને કેટલાક જીવો થતા નથી. કેટલાક જીવો શુદ્ધ સંવર દ્વારા આશ્રવનો નિરોધ કરે છે અને કેટલાક જીવો કરતા નથી. કેટલાક જીવો શુદ્ધ આભિનિબોધિકજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન અને કેવળજ્ઞાન પ્રાપ્ત કરે છે અને કેટલાક જીવો પ્રાપ્ત કરતા નથી. પ્રશ્ન- હે ભગવન્ ! તેનું શું કારણ છે ?
–
ઉત્તર– હે ગૌતમ ! (૧) જે જીવે જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ કર્યો નથી (૨) દર્શનાવરણીય કર્મનો કાયોપશમ કર્યો નથી (૩) ધર્માન્તરાયિક કર્મનો ક્ષયોપશમ કર્યો નથી (૪) ચારિત્રાવરણીય કર્મનો ક્ષયોપશમ કર્યો નથી (૫) યતનાવરણીય કર્મનો ક્ષયોપશમ કર્યો નથી (૬) અધ્યવસાનાવરણીય કર્મનો સોપશમ કર્યો નથી (૭) આભિનિબોધિક જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ કર્યો નથી(૮, ૯, ૧૦) આ જ રીતે શ્રુતજ્ઞાનાવરણીય, અવધિજ્ઞાનાવરણીય અને મન:પર્યવજ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ કર્યો નથી (૧૧) કેવળજ્ઞાનાવરણીય કર્મનો ક્ષય કર્યો નથી, તે જીવ કેવળી આદિની પાસેથી કેવળી પ્રરૂપિત ધર્મ સાંભળ્યા વિના ધર્મનો બોધ પ્રાપ્ત કરતા નથી, શુદ્ધ સમ્યક્ત્વનો અનુભવ કરતા નથી, યાવત્ કેવળજ્ઞાનને પ્રાપ્ત કરતા નથી. જે જીવોએ જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ કર્યો છે, દર્શનાવરણીય કર્મનો થયોપગમ કર્યો છે, ધર્માન્તરાયિક કર્મનો ક્ષયોપશમ કર્યો છે, યાવત કેવળજ્ઞાનાવરણીય કર્મનો ક્ષય કર્યો છે, તે જીવ કેવળી આદિની પાસેથી સાંભળ્યા વિના જ ધર્મનો બોધ પ્રાપ્ત કરે છે, શુદ્ધ સમ્યક્ત્વનો અનુભવ ક૨ે છે યાવત કેવળજ્ઞાન પ્રાપ્ત થાય છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં અસોચ્યા કેવળી સંબંધી વિવરણ પ્રશ્નોત્તરના માધ્યમથી આપ્યું છે.
અસોચ્ચા– કેવળી, કેવળીશ્રાવક-શ્રાવિકા આદિ દશ વ્યક્તિ પાસેથી સાંભળ્યા વિના જ જૈને ધર્મ બોધ આદિ થાય તેને અસોચ્ચા કહે છે.
અસોન્ના હેવલી :– કોઈની પાસે સાંભળ્યા વિના, કોઈનો ઉપદેશ કે માર્ગદર્શન વગેરે પ્રાપ્ત થયા વિના, પોતાની પ્રકૃતિની ભદ્રતા, નમ્રતા, મંદ કષાય આદિ સદ્ગુણોના કારણે કર્મના ક્ષયોપશમથી સ્વતઃ જ્ઞાન અને બોધ થઈ જાય; વિભંગજ્ઞાન, સમ્યક્ત્વ, અવધિજ્ઞાન અને અંતે કર્મક્ષય થતાં કેવળજ્ઞાન થઈ