________________
મહત્વપૂર્ણ છે. જયંતિબાઇનો બીજો પ્રશ્ન પણ આ જ સિદ્ધાંત પર આધારિત છે. આ રીતે બે ત્રણ વિષયની અમે ટૂંકી ચર્ચા કરી છે. ભગવતીના ગંભીર ભાવસાગરમાં પૂર્ણ રીતે ડૂબકી મારવી એ આપણી બુદ્ધિને પડકાર આપે એવી સ્થિતિ છે.
ધન્ય છે અમારા ગચ્છના વિદૂષી મહાત્મા મંડળને જેઓએ સમગ્ર ભગવતીની વ્યાખ્યા સાથે અનુવાદની માળા અભ્યાસીઓને અર્પણ કરી છે અને જે જાતની છણાવટ તથા ઉત્તમ પ્રકાશન ઉપર ધ્યાન આપી ગ્રંથોનું જે સુંદર નિબંધન કર્યું અને ગુરુ પ્રાણ ફાઉન્ડેશનને અમર કીર્તિનો હાર પહેરાવ્યો છે, તે ફક્ત ધન્યતા આપી સંતોષ માની શકાય તેમ નથી. આ ભગીરથ પ્રયાસ માટે પૂરું જૈન જગત આપનું ઋણી બન્યું છે. ફક્ત જૈન જગત જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતી સાહિત્ય, જૈન સાહિત્ય અને જૈન આગમોને ગુજરાતી વાચા મળી છે. ગુજરાતમાં પ્રસરેલો મહાન જૈનધર્મ ગુજરાતી ભાષાના અવલંબનથી સમસ્ત ગુજરાતી પ્રજાને એક ઉત્તમ ભોજન પીરસે છે.
આખો આ પુરુષાર્થ શ્રી લીલમબાઇ મ. જેવા સિધ્ધ હસ્ત અને તપસ્યાથી તપેલા સાક્ષર જૈન સાધ્વી રૂપે પોતાના શિષ્યવૃંદને અદ્ભત રૂપે તૈયાર કરી, દસ વર્ષ સુધી લગાતાર પુરુષાર્થ કરી કરોડોના ખર્ચે જે આ આગમ વાટિકા તૈયાર કરી છે, તે પરિભ્રમણ કરતાં પરિવ્રાજક જૈન સંતો તથા અભ્યાસીઓ માટે વિશ્રાંતિસ્થલી બની છે. પુન : પુનઃ આ શારદાની ઉપાસનાને મસ્તકે વધાવી લેતાં મને જે સંતોષ થયો છે તે શબ્દાતીત છે.
- પૂ. જયંતમુનિ મ.સા.
પેટરબાર.