________________
કોઇપણ પરમાર્થ માર્ગનો સ્વીકાર કરે અથવા નિઃસ્વાર્થભાવે પરોપકારના કાર્યો કરે, તો તેનો જૈનદર્શન અથવા દેવાધિદેવો ક્યારેય નિષેધ કરી શકે નહીં. આધ્યાત્મિક ઉત્ક્રાંતિ કે અપક્રાંતિનો એક માપદંડ છે કે કષાયનો હ્રાસ અને કષાયની વૃદ્ધિ. કષાય ઘટે તો ઉત્ક્રાંતિ અર્થાત્ નિર્જરા થાય અને કપાય વધે તો અપક્રાંતિ અર્થાત્ પાપ બંધાય. પુષ્ય તો ફક્ત વચગાળાનું તત્ત્વ છે. જ્યારે કષાયનો હ્રાસ થાય અને ગુણોનો ઉદ્ભવ થાય ત્યારે પુણ્યનો બંધ થાય છે અને આ વખતે દાતાનો વિવેક પણ જાગૃત હોય છે એટલે સાક્ષાત્ પાપકર્મ કરવા માટે, તેવા પાપાત્માને સહાય કરવા માટે દાન કરે નહીં તે સમજાય તેવું છે. તે સમયમાં ધર્મના નામે સાધુઓ કે ફકીરો કે તાંત્રિકો વિવિધ પ્રકારની અંધશ્રધ્ધા ભરેલી ક્રિયાના અનુષ્ઠાનો કરતાં-કરાવતા હતાં અને તેને ભોજનાદિ આપવાથી પાપ થાય તેવું એક માત્ર શાસ્ત્રકારનું મંતવ્ય છે માટે આ સૂત્રનો શબ્દાર્થ ન લેતાં તેનો તાત્પર્યાર્થ લઇ લક્ષ્યાર્થ સમજવો જોઇએ અને તેનો સીમિત ક્ષેત્રમાં જ ઉપયોગ કરવો જોઇએ. સર્વભોમ ક્ષેત્રમાં જો તેનો પ્રયોગ થાય તો જૈન ધર્મને ઘોર અન્યાય થાય છે.
ભગવતી સૂત્રમાં જયંતિબાઇ શ્રાવિકાના પ્રશ્નો સોળઆના રાજનૈતિક છે અને ભગવાન મહાવીરે આપેલો જવાબ પણ સમગ્ર સમાજના ઉત્થાન અને પતનનો સ્પર્શ કરે છે તેથી અહીં ચાર પંક્તિ લખીને આ ખંડનું મંતવ્ય સમાપ્ત કરશું.
બળવાન થવું કે નિર્બળ થવું, તે બે અવસ્થામાંથી કઇ અવસ્થા સારી? સ્પષ્ટ રીતે ઉત્તર આપ્યો છે કે પાપાત્માનું નિર્બળ થવું અને ધર્માત્માનું સબળ થવું સારું. આ ઉત્તર પરોક્ષ રીતે સમગ્ર રાષ્ટ્ર કે રાજ્યશક્તિ સાથે સંબંધ ધરાવે છે. રાષ્ટ્રની શક્તિ પાપાત્માના હાથમાં જાય તો ખુદ્ધ ખુલ્લા અધર્મ, અન્યાય અને પાપાચારની વૃદ્ધિ થાય પરંતુ રાષ્ટ્રશક્તિ નીતિ અને ધર્મ સાથે જોડાય તો અમંગલ તત્ત્વોનો હ્રાસ થાય, ઘટોતરી થાય અને સમાજમાં મંગલભાવો અને નૈતિક ઉત્થાન થાય. ખરું પૂછો તો આ ઉત્તર એક વ્યક્તિ માટે નથી. દીર્ધ દષ્ટિએ સ્થાપેલો સિદ્ધાંત છે. વ્યક્તિગત આત્મકલ્યાણ કરનારાઓ માટે આ એક સચોટ વિકાસનો પ્રત્યુત્તર છે. “તું તારું કલ્યાણ કરી લે, વિશ્વ કે સમાજ સાથે તારે કાંઈ લેવા દેવા નથી.' તેમ કહેનારા સમાજને ઊંડા કૂવામાં ધકેલી દે છે. જ્યારે જૈન શાસ્ત્રો જેવા સૂક્ષ્મ દષ્ટિવાળા અને સૂક્ષ્મ અહિંસાનું કથન કરનારા શાસ્ત્રોમાં આ સિદ્ધાંતની પ્રરૂપણા ઘણી જ
&
30
0
.•