________________
તેમાં દાતાનો ઉલ્લેખ નથી, પરંતુ બે જાતની ક્રિયા બતાવીને એકને પાપ લાગતું નથી અને બીજાને થોડું પાપ લાગે છે તેમ જણાવ્યું છે.
જૈનોની સૂક્ષ્મ ગણનામાં અને આરાધનામાં ક્રિયાની બે ધાર સ્પષ્ટ થાય છે. એક ધારથી પાપ ધોવાય છે તેને જૈન શાસ્ત્રો નિર્જરા કહે છે અને બીજી ધારથી પુણ્ય બંધાય છે અને ભાવ કનિષ્ઠ હોય તો પાપ બંધાય છે, તેવો વિધેયાત્મક ઉલ્લેખ કર્યો છે. નિર્જરા તે ક્રિયાનું વિધેયાત્મક પાસું છે અને આ માપદંડથી જૈનશાસ્ત્રમાં પાપ ધોવાની કે પુણ્ય - પાપ બાંધવાની ગણતરી થાય છે. ૧) સુપાત્રદાન આપે અને નિર્દોષ વિધિથી આપે તો પાપ ધોવાય છે, આ લાભ
આહાર દેનારને થાય છે. ૨) સુપાત્રને દાન આપે પણ થોડી સદોષ વિધિથી આપે, તો પાપ ધોવાય અને અલ્પ
પાપ બંધાય છે, તેવું વિધાન છે. કપાત્રને સદોષ કે નિર્દોષ વિધિથી આહાર આપે તો તે પાપનું કારણ છે.
જૈન શ્રમણો માટે ઉપરના બે પ્રકાર માનીએ તો વાંધો નથી પરંતુ આ ત્રીજું વિધાન સોળ આના સ્વીકારવામાં આવે અને મીંમાસા કર્યા વિના કેવળ શબ્દનો જ અર્થ કરવામાં આવે તો માનવજાતિનો આખો પુણયમય માર્ગ ખંડિત થઈ જાય છે. સુપાત્ર અને કુપાત્રની વચ્ચે એક સામાન્ય પાત્રતા હોય છે તે ભૂલવાનું નથી. શાસ્ત્રોના આ વાક્યોએ તે બાબતમાં મૌન રહીને ફક્ત તેવા પ્રકારના કુપાત્રો, તેમ લખીને, કુપાત્રને દાન આપવાથી પાપ લાગે છે, તેવા સામાન્ય જનપ્રવાહને માન આપ્યું છે. અહીં અભ્યાસીઓએ સમજવાનું છે કે વચગાળાના દયાપાત્ર જીવોને આહારદાન આદિ સહાયતા રૂપે આપવાથી દોષ લાગતો નથી. લાગે તો પણ બહુધા પુણ્ય અને અલ્પ પાપ લાગે તેવું વિધાન તરી આવે છે. વાક્યના પ્રારંભમાં જ લખ્યું છે કે તેવા પ્રકારના અર્થાત્ પાપાચારથી ભરેલા કુટિલ કે તાંત્રિક જીવોનું ગ્રહણ થાય છે કે નહીં દયાપાત્ર જીવો.
જૈનશાસ્ત્રોમાં સ્પષ્ટપણે જેનો નિષેધન કર્યો હોય અને મૌનભાવે વિધાન કર્યુ હોય તો તેવા, પુણ્ય માર્ગને રૂંધવા માટે ઉપદેશ આપ્યો નથી તેમ સમજવાનું છે.
પુણ્ય માર્ગ તે પવિત્ર ભાવનાનું ફળ છે. દાતાની ભાવના પવિત્ર હોય, તો તે