________________
**
સર્પાદિનું વિષ તથા મીઠું ઝેર, કિંપાકફળ આદિ.
પ્રત્યક્ષ પીડાજનક છે એટલું જ નહીં પણ ઘણાં જનસમૂહને પીડા આપે છે અને પરિણામે પણ ઘણાં માણસોને મૃત્યુ આપે, તેવું ગોઝારું અને હત્યાનું વિષ છે. જેમ કે હઠાગ્રહી, હિંસક, અહંકારી, વૈરબુધ્ધિવાળા મનુષ્યનું ઝેર. આ ભાવાત્મક ઝેર છે.
પ્રગટ રીતે સૂક્ષ્મ જાતિના જીવોના વિષનો ઉલ્લેખ શાસ્ત્રમાં નથી પરંતુ આખા પ્રકરણમાં અધ્યાહાર રૂપે સૂક્ષ્મ જાતિના જીવો પણ ઝેરથી ભરેલાં છે, તેવું અનુમાન થઇ શકે છે. શાસ્ત્રના કેટલાક ભાવો અનુચ્ચારિત હોય છે. અભ્યાસીઓએ અનુમાનથી આ ભાવોની અભિવ્યક્તિ કરવામાં ધ્યાન દેવું જોઇએ. સૂક્ષ્મ જીવો (એક પ્રકારના બેક્ટેરીયા) પણ વિષાકત હોય તેમ સમજી શકાય છે. બાકીના ત્રણ ભેદ શાસ્ત્રકારે જાતિજનિત વિષમાં પ્રદર્શિત કર્યા છે અને તે જ રીતે લબ્ધિજન્ય ઉત્પન્ન થતાં વિષનું કથન પણ શાસ્ત્રકારે કર્યુ છે. અહીં કહેવાનું તાત્પર્ય એ છે કે પરિણામજનક વિષથી સાવધાન રહેવાનું છે અને મનુષ્ય આવા ચોથા પ્રકારના વિષનું પાત્ર ન બને તે માટે બોધપાઠ આપ્યો છે. કર્મોદયથી વિષાક્ત બનેલા જીવોનો જન્મજાત સ્વભાવ છે તેમ સમજવાનું છે. તે માનવજાતિના દુશ્મન છે અને મારી નાંખવા યોગ્ય છે, એવું સામાન્ય મનુષ્ય માને છે અને સાપ તથા વીંછીને દુશ્મન માનીને મારી નાંખે છે પણ તેવું હિંસાકારી પગલું ન લેતા તે જીવોને સતાવવા નહીં અને તેનાથી દૂર રહેવું, તેવો અહીં નૈતિક અને સામાજિક ઉપદેશ આપ્યો છે. આખી ચૌભંગી વિષમય ભાવોનું સ્પષ્ટીકરણ કરે છે.
શ્રી ભગવતીસૂત્રમાં ઘણા ઘણા પ્રકરણો ઘણી રીતે મીંમાસા કરવા યોગ્ય છે. તે સંપાદન કર્તાઓ કરી રહ્યા છે. અહીં અમે તેનો સંકેત માત્ર કર્યો છે.
શાસ્ત્રમાં જૈન શ્રમણોને આહારદાન આપવા બાબત એક અટપટુ વિધાન જોવા મળે છે. પ્રશ્ન ઘણો ગૂઢ ભાવે પૂછવામાં આવ્યો છે. જે કોઇ નિર્દોષ, શુદ્ધ આહાર અર્પણ કરે તો તે ક્રિયા કેવી છે ? અને સાધારણતઃ ભક્તિમાં આવીને જેમાં થોડો આરંભસમારંભ થતો હોય તેવો આહાર જૈન શ્રમણને આપે તો તે ક્રિયા કેવી છે ? આ આખો પ્રશ્ન ગૂઢ ભાવે રજૂ કર્યો છે. આહાર ગ્રહણ કરનાર બે પ્રકારના શ્રમણો છે.
(૧) આચારનિષ્ઠ સાધુ, ૨) સાધુના વેશમાં હોવા છતાં સાધુક્રિયાથી રહિત સાધુ.
AB
28