________________
**
પ્રયોગ કરનાર સફળ બને અને તો મિશ્ર કર્તૃત્વ છે. જેમ કોઇ ઢોલ વગાડે તો વગાડનાર વ્યક્તિ અને ઢોલ બંનેના યોગથી જ અવાજ ઉત્પન્ન થાય છે.
જે કે સૂક્ષ્મ દ્રવ્યો સ્વતંત્ર રીતે વર્ણાદિ પર્યાયો પામે છે ત્યાં અકર્તૃત્ત્વનો યોગ છે. આમ આપણે પ્રયોગ, મિશ્રયોગ, અયોગ અને અકર્તામાં અજીવનો સ્વતંત્ર પ્રયોગ છે તેને ત્રિયોગનું નામ આપ્યું છે અર્થાત્ કર્તા, મિશ્રકર્તા અને અકર્તા. કર્તા જીવદ્રવ્ય છે. મિશ્રકર્તામાં જીવ – અજીવ બંનેનો મિશ્ર પ્રયોગ છે. આ ત્રિયોગ પૂરી ત્રિવેણીનો નિયામક છે અર્થાત્ ઉત્પતિ, સ્થિતિ અને લય, તેનું સુકાન કર્તા, મિશ્રકર્તા અને અકર્તાના હાથમાં છે.
એક સમજવા યોગ્ય ભાવ અહીં આપણે જેને અકર્તા કહીએ છીએ તે જીવાશ્રિત છે. હકીકતમાં જે પદાર્થોને અકર્તૃત્ત્વ શ્રેણીમાં મૂકવામાં આવ્યા છે, તે પદાર્થો સ્વયં પોતાની ક્રિયાના કર્તા છે અર્થાત્ તેનું ઉપાદાન કારણ તે પર્યાયોને જન્મ આપે છે. અહીં કારણ સ્વયં કર્તા રૂપે છે પરંતુ આ ક્રિયા કરનાર જીવ ન હોવાથી તથા તેનામાં જ્ઞાન અને ઇચ્છાનો અભાવ હોવાથી તેને અકર્તા કહ્યા છે. ત્યાં ફક્ત ઉપાદાન આદિ કારણ હોવાથી તે કારણ માત્ર છે, કર્તા નથી.
આ પ્રકરણમાં આગળ કોણ વધારે ઝેરી છે ? અથવા કયા જીવો વધારે વિષમય એટલે ઝેરથી ભરેલાં છે ? તેવો પ્રશ્ન ગૌતમ સ્વામી પૂછે છે. ઉત્તરમાં ભગવાને સમગ્ર જીવરાશિને કેટલાં અંશો હાનિકર્તા છે, તેનું વિભાજન એક વૈજ્ઞાનિક અને સામાજિક બંને રીતે એક સાથે કર્યું છે અને વિષાક્ત ભાવોને અલગ અલગ દ્દષ્ટિકોણથી જોયા છે, આપણે તેની ચૌભંગી જોઇએ તો ખ્યાલ આવશે કે આ દ્દષ્ટિકોણ પરિણામજનક ભાવોને આધારે પ્રગટ કર્યો છે.
૧)
૨)
૩)
AB
-
એક ઝેર એવું છે કે પ્રત્યક્ષ અનુભવમાં આવતું નથી પરંતુ સૂક્ષ્મભાવે વ્યાપક હોવાથી એક પ્રદૂષણનું કામ કરે છે. આ પ્રથમ ભંગમાં પ્રત્યક્ષ ઝેરનો અનુભવ નથી પણ તેનું પરિણામ ઘાતક છે, પરિણામે જીવનનો નાશ કરતો નથી.
પ્રત્યક્ષ બહુ પીડાજનક છે પરંતુ પ્રાણઘાતક નથી અર્થાત્ પરિણામે જીવનનો નાશ કરતું નથી. વીંછી, ભમરી, ઇત્યાદિનું વિષ.
પ્રત્યક્ષ આનંદ રૂપ અથવા મધુર લાગે છે પણ પરિણામે પ્રાણઘાતક છે. જેમકે
27