________________
સંપાદકીય
અપૂર્વ મૃતઆરાધક ભાવયોગિની
બા. બ્ર. પૂ. લીલમબાઈ મ. સ. પાપ પ્રજાને જ્ઞાન ઉજાળે તેવા જિનવાણીના અનૂઠા અનુષ્ઠાન ભગવતીજીમાં ભય છે રત્નત્રય રચિત ખંતિધર્મ ખચિત જિનાજ્ઞાનું પાલન કરીને અનેક આત્મા તર્યા છે. સ્વાધ્યાયમાં લીન રહું, પરમ પ્રાણ પ્રગટાવું તેવા ભાવ અંતરમાં સતત વહ્યા કર્યા છે. પંચ પરમેષ્ઠી પસાથે સંપાદન કાર્ય યથાર્થ બને
તેવા ચિંતન ઝરણા ઝયાં કયાં છે. જ્ઞાનપિપાસુપરમાત્માઓ! :
આપશ્રીની સમક્ષ સ્વ-પર પ્રકાશક, સંશયનાશક, વૃતિપ્રશાસક, નિયમ નિયામક સદનુષ્ઠાન સાધક, મૃત્યુમારક, જન્મવારક, ભવજલતારક, સ્વરૂપ સંધાનકારક ભાવોથી ભરેલું આઠ-નવ-દસ-અગિયાર-બાર એવા પંચ શતકથી વિભૂષિત સો ઉદ્દેશકથી સુશોભિત વિવિધ શબ્દ સુમનગણ, ગહન તત્ત્વરૂપ ગુલ્મોનો ગુલદસ્તો, પાંચમું અંગ શ્રી ભગવતીજી સૂત્રના ત્રીજા ભાગરૂપે, શ્રી ગુરુપ્રાણ આગમ બત્રીસીનું ૧૯મું આગમ રત્ન મુજરારૂપે સમાજ સમક્ષ સાંદ્રોલ્લસિત ભાવે પ્રગટ કરીએ છીએ. અત્થાગમે જિનવાણી છે. સુત્તાગમ ગણધરવાણી છે. ગુજરાતી અનુવાદનો અલ્પ પ્રયાસ અનુવાદિકાનો છે.
"જે પાઠકો માટે કલ્યાણનો હેતુ થાઓ. સર્વ જીવો શાસનરસિક થાઓ. શુભંભવતુ"
આપણે ભગવતીજીના બે ભાગમાં સંપાદકીય લેખમાં કર્મચેતન જ્ઞાન ધારામાંથી જન્મેલા બે પુત્રો કષાયાનંદ-વિષયાનંદકુમારોને ભાવવાહી પરિણતી દેવીના પુત્રો તરીકે ઉપસ્થિત કર્યા છે, તે સાંતતાદેવી પાસે પોષણ પામી રહ્યા છે. સાવકી માતાને છોડી નિજ માતા પાસે પ્રશસ્ત પરિણામે વૃદ્ધિ, તુષ્ટિ, પુષ્ટિ પ્રાપ્ત કરી રહ્યા છે.