________________
શતક-૯ઃ ઉદ્દેશક-૩૧.
[ ૩૦૧ ]
થાય, ત્યાર પછી ક્રમશઃ કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય તેને સોચ્ચ કેવળી કહે છે.
સોચ્યા કેવળી થવાનો સાપેક્ષ ક્રમ:- અઠ્ઠમના પારણે અટ્ટમની તપસ્યા કરતાં પરિણામોની વિશુદ્ધિથી તે સાધકને અવધિજ્ઞાન થાય છે. તેના દ્વારા તે ઉત્કૃષ્ટ અલોકમાં પણ લોક જેવડા અસંખ્ય ખંડને જાણવાનું સામર્થ્ય ધરાવે છે. ત્યારપછી ક્રમશઃ ઘાતકર્મનો નાશ થતાં તેને કેવળજ્ઞાન થાય છે.
તેનું વર્ણન પ્રાયઃ અસોચ્ચાની સમાન છે. વિશેષતા એ છે કે અહીં સ્વલિંગીની અપેક્ષાએ કથન
સોચ્યા કેવળી થનાર અવધિજ્ઞાનીની અદ્ધિ - સ્વલિંગી હોવાથી દીર્ઘકાલની અપેક્ષાએ છ લેશ્યા, ચાર જ્ઞાન, સવેદી અને ક્ષીણવેદી હોઇ શકે છે, સંજ્વલન કષાય- ચાર, ત્રણ, બે અથવા એક હોય છે અને અકષાયી પણ હોય છે.
કેવળજ્ઞાન થયા પછી તે ઉપદેશ આપી શકે અને શિષ્ય બનાવી શકે છે. તે કેવળી થાય ત્યારે તે સમયમાં તેની સાથે ઉત્કૃષ્ટ-૧૦૮ કેવળી થઈ શકે છે. શેષ કથન અસોચ્ચાની સમાન છે.