________________
[ ૩૦૦]
શ્રી ભગવતી સૂત્ર-૩
શતક-૯ : ઉદ્દેશક-૩૧ જેજેજ સંક્ષિપ્ત સાર છે જે જે
આ ઉદ્દેશકમાં અસોચ્ચ કેવળી અને સોચ્ચા કેવળીનું વિસ્તૃત વર્ણન છે.
અસોચ્યા કેવળી– જેને તીર્થકર, સાધુ-સાધ્વી કે શ્રાવક-શ્રાવિકા વગેરે કોઈની પણ પાસેથી ઉપદેશ સાંભળ્યા વિના જ સ્વતઃ ધર્મબોધ થાય અને ક્રમશઃ કેવળજ્ઞાન પ્રાપ્ત થાય તેને અસોચ્ચા કેવળી કહે છે. સૂત્રકારે (૧) ધર્મબોધ (૨) ધર્મશ્રદ્ધા (૩) પ્રવ્રજ્યા (૪) બ્રહ્મચર્યવાસ (૫) સંયમ યતના (૬) સંવર (૭ થી ૧૧) મતિ આદિ પાંચ જ્ઞાન; આ અગિયાર વિષયો સંબંધી પ્રશ્નોથી અસોચ્ચા કેવળીના વિષયને સ્પષ્ટ કર્યો છે. તેમાં મહત્ત્વની વાત એ છે કે જેને તદાવરણીય કર્મનો ક્ષયોપશમ કે ક્ષય થયો હોય તેને, તે તે ભાવો પ્રાપ્ત થાય છે અને જેને તદાવરણીયકર્મનો નાશ ન થયો હોય, તેને ત તદ્ ભાવો પ્રાપ્ત થતાં નથી. અસોચ્ચા કેવળી થવાનો કમ :- નિરંતર છઠના પારણે છઠની તપસ્યા કરીને, બંને હાથ ઊંચા રાખીને આતાપના લેતાં, પ્રકૃતિની ભદ્રતા, વિનીતતા, કષાયની ઉપશાંતતા તથા અધ્યવસાયોની વિશુદ્ધિથી તે સાધકને વિર્ભાગજ્ઞાન ઉત્પન્ન થાય છે. તેના દ્વારા તે સંક્લિષ્ટ અને વિશુદ્ધ પરિણામી બંને પ્રકારના જીવોને જાણે છે. ત્યાર પછી પરિણામની વિદ્ધિથી તે જીવને સમ્યગુદર્શન પ્રાપ્ત થાય છે, તેનું વિર્ભાગજ્ઞાન અવધિજ્ઞાનમાં પરિણત થાય છે, શુદ્ધ ધર્મરુચિ થાય, ચારિત્રનો સ્વીકાર કરે અને ક્રમશઃ ચાર ઘાતકર્મોનો નાશ થતાં કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. અસોચ્ચા કેવળી થનાર અવધિજ્ઞાનીની અદ્ધિ :- વેશ્યા- ત્રણ શુભ, જ્ઞાન- ત્રણ, યોગ- ત્રણ, ઉપયોગ- બે, સંઘયણ– પ્રથમ, સંસ્થાન- છમાંથી કોઈ એક, અવગાહના- જઘન્ય સાત હાથ, ઉત્કૃષ્ટ૫૦૦ ધનુષ, વેદ- પુરુષ વેદ અથવા પુરુષ નપુંસક વેદ, કષાય- સંજ્વલન ક્રોધ, માન, માયા, લોભ, અધ્યવસાય- પ્રશસ્ત હોય છે.
તે ઉપદેશ આપતા નથી, વ્યક્તિગત પ્રશ્નોત્તર કરે છે, અન્યને દીક્ષા આપતા નથી, પરંતુ અન્ય પાસે સંયમ સ્વીકારવાનો નિર્દેશ કરે છે. તે ત્રણ લોકમાં હોય છે, ઉર્ધ્વલોકમાં = વૃત્તવૈતાઢય પર્વત, સોમનસવન, પંડગવનમાં હોય છે. અધોલોકમાં = સલિલાવતી અને વપ્રા વિજયમાં; તિર્યગુલોકમાં–૧૫ કર્મભૂમિમાં હોય છે.
સંહરણની અપેક્ષાએ સંપૂર્ણ અઢીદ્વીપ ક્ષેત્રમાં કોઈપણ જલીય, સ્થલીય પ્રદેશમાં હોય છે. તે કેવળી થાય ત્યારે એક સમયમાં એક સાથે ઉત્કૃષ્ટ દશ થાય છે. આ સર્વ વર્ણન અન્ય લિંગવાળા અસોચ્ચા કેવળીની અપેક્ષાએ છે.
સોચ્ચા કેવળી :- તીર્થકર, સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકા આદિ પાસેથી ઉપદેશ સાંભળીને જેને ધર્મબોધ