________________
શતક-૯: ઉદ્દેશક-૩ થી ૩૦.
| ૨૯૯ |
બાધિત થાય છે. આ કારણે ગ્રંથોમાં પ્રચલિત દાઢાઓનું કથન આગમિક નથી, તેમ સમજાય છે. લવણસમુદ્રમાં ચારે વિદિશાઓમાં સાત-સાત દ્વીપો ક્રમશઃ દાઢના આકારે ગોઠવાયેલ છે. અન્તર્લીપના મનુષ્યોના આહાર-વિહાર આદિ :- અંતર્લીપના મનુષ્યો યુગલિક હોય છે. તે દશ પ્રકારના કલ્પવૃક્ષથી જીવન વ્યતીત કરે છે. તે મનુષ્યોને એક દિવસને આંતરે આહારની ઇચ્છા ઉત્પન્ન થાય છે, તે કલ્પવૃક્ષના પુષ્પ અને ફળનો આહાર કરે છે. ત્યાંની પૃથ્વીનો સ્વાદ ખાંડ જેવો હોય છે, વૃક્ષ જ તેનું ઘર હોય છે. ત્યાં ઈર્ટ, ચૂના આદિના મકાન નથી. તે મનુષ્યોની સ્થિતિ પલ્યોપમના અસંખ્યાતમા ભાગની હોય છે. છ માસ આયુષ્ય શેષ રહે ત્યારે તે એક પુત્ર-પુત્રી રૂપ યુગલને જન્મ આપે છે, ૮૧ દિવસ સુધી તેનું પાલન-પોષણ કરે છે. ત્યાર પછી મૃત્યુ પામી તે દેવગતિમાં જાય છે.
(
શતક-૯૩-૩૦ સંપૂર્ણ છે )