________________
શ્રી ભગવતી સૂત્ર–૩
અંતર્રીપોની પોત પોતાની લંબાઈ-પહોળાઈ પણ જાણવી જોઈએ. પરંતુ અહીં એક દ્વીપના વિષયમાં એક-એક ઉદ્દેશક કહેવો જોઈએ. આ રીતે ૨૮ અંતર્દીપોના ૨૮ ઉદ્દેશક થાય છે. ॥ હે ભગવન્ ! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે. II
વિવેચનઃ
અંતર્દીપ :– લવણ સમુદ્રની અંદર હોવાથી તે દ્વીપોને અંતર્દીપ કહે છે. તેમાં રહેનારા મનુષ્યોને ‘અન્તર્રીપજ’ કહેવાય છે.
૨૯૮
અંતર્દીપનું સ્થાન ઃ– - જંબુદ્રીપના ભરત ક્ષેત્ર અને હૈમવત ક્ષેત્રની મર્યાદા કરનાર ‘ચુહિમવાન’ પર્વત છે. તે પર્વત પૂર્વ અને પશ્ચિમમાં લવણ સમુદ્રને સ્પર્શ કરે છે. તે પર્વતના પૂર્વ અને પશ્ચિમ ચરમાન્તથી ચારે વિદિશાઓ(ઈશાન, અગ્નિ, નૈૠત્ય અને વાયવ્ય)થી લવણ સમુદ્રમાં ૩૦૦-૩૦૦ યોજન જઈએ ત્યારે પ્રત્યેક દિશામાં એક એક દ્વીપ આવે છે, ઈશાન કોણમાં એકોરુક દ્વીપ છે. તે રીતે અગ્નિ, નૈઋત્ય અને વાયવ્યકોણમાં ક્રમશઃ બીજો, ત્રીજો, ચોથો દ્વીપ છે. તે દ્વીપ ગોળ છે, તેની લંબાઈ, પહોળાઈ ૩૦૦ યોજનની છે, તેની પરિધિ ૯૪૯ યોજનથી કંઈક ન્યૂન છે. તે દ્વીપોથી ૪૦૦-૪૦૦ યોજન સમુદ્રમાં જઈએ ત્યારે ક્રમશઃ પાંચમો, છઠ્ઠો, સાતમો અને આઠમો દ્વીપ આવે છે. તેની લંબાઈ પહોળાઈ ૪૦૦-૪૦૦ યોજનની છે, તે પણ ગોળ છે. તે પ્રત્યેકની પરિધિ ૧,૨૬૫ યોજનથી કંઈક ન્યૂન છે, આ જ રીતે તે દ્વીપોથી ક્રમશઃ ૫૦૦, ૬૦૦, ૭૦૦, ૮૦૦, ૯૦૦ યોજન જઈએ ત્યારે ક્રમશઃ ચાર ચાર દ્વીપ આવે છે. તેની લંબાઈ-પહોળાઈ ૫૦૦ થી ૯૦૦ યોજન સુધીની ક્રમશઃ જાણવી જોઈએ. તે સર્વ ગોળ છે. પ્રત્યેકની ત્રિગુણીથી કંઈક અધિક પરિધિ છે. આ રીતે ચુલ્લહિમવંત પર્વતની ચારે વિદિશાઓમાં ૨૮ અંતર્દીપ છે. અંતર્દીપના નામ ઃ– પ્રજ્ઞાપના સૂત્રાનુસાર તેના નામ આ પ્રમાણે છે– (૧) એકોરુક (૨) આભાસિક (૩) લાંગૂલિક (૪) વૈષાણિક (૫) હયકર્ણ (૬) ગજકર્ણ (૭) ગોકર્ણ શષ્ફલીકર્ણ (૯) આદર્શમુખ (૧૦) મેંઢમુખ (૧૧) અયોમુખ (૧૨) ગોમુખ (૧૩) અશ્વમુખ (૧૪) હસ્તિમુખ (૧૫) સિંહમુખ (૧૬) વ્યાઘ્રમુખ (૧૭) અશ્વકર્ણ (૧૮) સિંહકર્ણ (૧૯) અકર્ણ (૨૦) કર્ણપ્રાવરણ (૨૧) ઉલ્કામુખ (૨૨) મેઘમુખ (૨૩) વિધ્ન્મુખ (૨૪) વિશુદ્દન્ત (૨૫) ધનદન્ત (૨૬) લષ્ટદન્ત (૨૭) ગૂઢદન્ત અને (૨૮) શુદ્ધદન્ત. આ અન્તર્રીપોમાં રહેનાર મનુષ્યો પણ તે જ નામના કહેવાય છે.
જે રીતે ચુલ્લહિમવંત પર્વતની ચારે વિદિશાઓમાં ૨૮ અંતર્રીપ છે, તે જ રીતે શિખરી પર્વતની ચારે વિદિશાઓમાં પણ ૨૮ અંતર્રીપ છે. તેનું વર્ણન શતક-૧૦, ઉદ્દેશક-૭ થી ૩૪ સુધીના ૨૮ ઉદ્દેશકોમાં છે. છપ્પન અંતર્દીપ દાઢઓ પર કે દાઢાઓના આકારે ? :– વ્યાખ્યા ગ્રંથોના વર્ણન પ્રમાણે ચુલ્લહિમવંત અને શિખરી બંને પર્વતોની ચારે વિદિશાઓમાં દાઢાઓ છે અને તે દાઢાઓ પર અંતર્રીપ છે. શાસ્ત્ર શ્રી
જંબુદ્રીપ પ્રજ્ઞપ્તિ સૂત્રમાં આ બંને પર્વતોની લંબાઈ વગેરેનું પરિપૂર્ણ વર્ણન છે, તેમાં દાઢાઓ કહી નથી. શ્રી જીવાભિગમ સૂત્રમાં કહ્યું છે કે તે બંને પર્વતોના ચરમાંતથી ચારે ય વિદિશાઓમાં ત્રણસો-ત્રણસો યોજન લવણ સમુદ્રમાં જઈએ ત્યારે એક-એક અંતર્દીપ આવે છે. તે કથનથી પર્વતની દાઢાનું કથન