________________
૨૯૬
શ્રી ભગવતી સૂત્ર-૩
ભાવાર્થઃ- હે ભગવન્! પુષ્કરોદ સમુદ્રમાં કેટલા ચન્દ્ર પ્રકાશ કર્યો, પ્રકાશ કરે છે અને પ્રકાશ કરશે? આ રીતે જીવાભિગમ સૂત્રની ત્રીજી પ્રતિપત્તિના બીજા ઉદ્દેશકમાં સર્વ દ્વીપ અને સમુદ્રોમાં જ્યોતિષી દેવોનું જે વર્ણન કર્યું છે, તે જ રીતે અહીં જાણવું યાવત્ સ્વયંભૂરમરણ સમુદ્રમાં જ્યોતિષી દેવોનું વર્ણન જાણવું યાવત ક્રોડાકોડી તારાગણ શોભિત થયા, શોભિત થાય છે અને શોભિત થશે, ત્યાં સુધી કથન કરવું જોઈએ. // હે ભગવન! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે. //
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં જીવાભિગમ સૂત્રના અતિદેશપૂર્વક જ્યોતિષી દેવોનું કથન છે. જ્યોતિષી દેવોના પાંચ પ્રકાર છે. ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર અને તારા. તેમાં ચંદ્ર અને સૂર્ય બંને ઇન્દ્ર છે.
જંબૂદ્વીપમાં બે ચંદ્ર અને બે સૂર્ય, લવણ સમુદ્રમાં ચાર ચંદ્ર અને ચાર સૂર્ય, ધાતકીખંડમાં ૧૨ ચંદ્ર અને ૧૨ સૂર્ય, કાલોદધિસમુદ્રમાં ૪૨ ચંદ્ર અને ૪૨ સૂર્ય, પુષ્કરાર્ધ દ્વીપમાં ૭૨ ચંદ્ર અને ૭ર સૂર્ય છે. આ રીતે અઢીદ્વીપમાં ૧૩ર ચંદ્ર અને ૧૩ર સૂર્ય પરિવાર સહિત છે. એક ચંદ્ર-સૂર્યના પરિવારમાં ૨૮ નક્ષત્ર, ૮૮ ગ્રહ અને ઇ,૯૭૫ ક્રોડાક્રોડી તારા હોય છે. પ્રત્યેક ચંદ્ર-સૂર્યનો પરિવાર સ્વતંત્ર હોય છે. જંબુદ્વીપમાં બે ચંદ્ર અને બે સૂર્ય હોવાથી તે બંનેના પરિવાર રૂપ પ નક્ષત્ર, ૧૭૬ ગ્રહ અને ૧,૩૩,૯૫૦ તારા હોય છે. અઢીદ્વીપના સર્વ જ્યોતિષી દેવો ચર-ગતિશીલ હોય છે.
અઢીદ્વીપની બહાર અસંખ્ય ચંદ્ર-સૂર્ય અને તેના પરિવાર રૂપ નક્ષત્રાદિ પણ અસંખ્ય હોય છે. તે જ્યોતિષી દેવો સ્થિર-ગતિ રહિત હોય છે, તેથી અઢીદ્વીપની બહાર દિવસ-રાત આદિ થતાં નથી. તે ક્ષેત્રોમાં સદા સુર્ય-ચંદ્રનો સમ્મિલિત પ્રકાશ હોય છે અર્થાતુ ત્યાં સર્વત્ર સદા દિવસ જેવો જ પ્રકાશ કાયમ રહે છે.
શતક-૯/ર સંપૂર્ણ છે
)