________________
ર૯૪ ]
શ્રી ભગવતી સૂત્ર-૩
कहिणं भंते ! जंबुद्दीवेदीवे, किं संठिए णं भंते ! जंबुद्दीवेदीवे? एवं जंबुद्दीवपण्णत्ती भाणियव्वा जावएवामेव सपुष्वावरेणंजंबुद्दीवेदीवेचोद्दस सलिला सयसहस्सा छप्पण्णंच सहस्सा भवंतीति मक्खाया ॥ सेवं भते ! सेवं भते ॥ । ભાવાર્થ :- કાલે, તે સમયે મિથિલા નામની નગરી હતી. ત્યાં માણિભદ્ર નામનું ઉદ્યાન હતું. તેનું વર્ણન ઔપપાતિક સૂત્રાનુસાર જાણવું. ત્યાં શ્રમણ ભગવાન મહાવીર પધાર્યા. પરિષદ વંદન કરવા માટે નીકળી અને ધર્મોપદેશ સાંભળીને પાછી ફરી. ત્યારપછી ભગવાનની પર્યાપાસના કરતા ગૌતમ સ્વામીએ આ પ્રમાણે પૂછ્યું- હે ભગવન્! જંબૂદીપ ક્યાં છે? જંબૂઢીપનો આકાર કેવો છે? આ રીતે વક્ષસ્કાર એક થી છ સુધી જેબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર અનુસાર સંપૂર્ણ વર્ણન અહીં જાણવું યાવતું આ જંબૂદ્વીપમાં સર્વ મળીને ૧૪,૫૬,૦૦૦ નદીઓ છે, ત્યાં સુધી કથન કરવું જોઈએ. / હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે. વિવેચન :
પ્રસ્તુત ઉદ્દેશક અતિદેશાત્મક છે. મધ્યલોકના અસંખ્ય દ્વીપોમાં જંબૂદ્વીપ મધ્યમાં છે. તે સર્વથી નાનો દ્વીપ છે. તેનો આકાર માલપૂઆ, રથચક્ર અને પુષ્કરકર્ણિકા તથા પૂર્ણચંદ્ર સમાન ગોળ છે. તે એક લાખ યોજન લાંબો-પહોળો છે, તેમાં છ વર્ષધર પર્વતના વિભાજનથી થતાં સાત ક્ષેત્રો છે. મધ્યમાં મેરુપર્વત છે. મેરુપર્વતથી દક્ષિણમાં હરિવર્ષ, હેમવય અને ભરતક્ષેત્ર છે; ઉત્તરમાં રમ્યવર્ષ, હિરણ્યવય અને ઐરાવતક્ષેત્ર છે; પૂર્વ-પશ્ચિમમાં મહાવિદેહ ક્ષેત્ર છે. મહાવિદેહ ક્ષેત્રના વિભાગમાં મેરુ પર્વતથી ઉત્તર દક્ષિણમાં ક્રમશઃ ઉત્તરકુરુ અને દેવકુરુક્ષેત્ર છે. આ રીતે ભરત, ઐરાવત અને મહાવિદેહ ત્રણ કર્મભૂમિના ક્ષેત્રો અને શેષ છ અકર્મભૂમિના ક્ષેત્રો છે. જબૂદ્વીપની ૧૪,૫૬,૦૦૦ નદીઓ :મુખ્ય નદી પરિવાર રૂપ નદી
કુલ નદી ભરતક્ષેત્ર ગંગાસિંધુ ૧૪,000+૧૪,000
૨૮,000 હેમવતક્ષેત્ર રોહિતા-રોહિતાશા
૨૮,૦૦૦+૨૮,000
૫૬,000 હરિવર્ષક્ષેત્ર હરિકતા-હરિસલીલા
પ૬,000+૫૬,000
૧,૧૨,૦૦૦ મહાવિદેહક્ષેત્ર સીતા-સીતોદા
૫,૩૨,000+૫,૩૨,000 ૧૦, ૬૪, 000 રમ્યફવર્ષક્ષેત્ર નરકતા-નારીકાંતા
૫૬,000+૫૬,000
૧,૧૨,૦૦૦ હરણ્યવતક્ષેત્ર સુવર્ણકૂલા-રૂધ્યકલા
૨૮,000+૨૮,000
પ૬,000 ઐરાવતક્ષેત્ર રકતા-રકતવતી
૧૪,000+૧૪,000
૨૮,૦૦૦ ૧૪,૫૬,૦૦૦
છે શતક-૯/૧ સંપૂર્ણ છે
તો