________________
શતક-૮: ઉદ્દેશક-૧૦
| ૨૮૭ |
गोयमा ! जस्स मोहणिज्जंतस्स आउयं णियमं अत्थि, जस्स पुण आउयं तस्स मोहणिज्जं सिय अत्थि, सिय णत्थि; एवं णाम, गोयं, अंतराइयं च भाणियव्वं ।। ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! જેને મોહનીય કર્મ હોય છે, તેને આયુષ્ય કર્મ હોય અને જેને આયુષ્ય કર્મ હોય છે, તેને મોહનીય કર્મ હોય છે?
ઉત્તર– હે ગૌતમ ! જેને મોહનીય કર્મ હોય છે, તેને આયુષ્ય કર્મ અવશ્ય હોય છે અને જેને આયુષ્ય કર્મ હોય છે, તેને મોહનીય કર્મ કદાચિત્ હોય અને કદાચિત્ ન હોય. આ રીતે નામ, ગોત્ર અને અંતરાયના વિષયમાં પણ કથન કરવું જોઈએ. ४० जस्स णं भंते ! आउयं तस्स णाम, पुच्छा ? गोयमा ! दो वि परोप्परं णियम, एवं गोत्तेण वि समं भाणियव्वं । ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! જેને આયુષ્ય કર્મ હોય છે, તેને નામ કર્મ પણ હોય છે, ઇત્યાદિ પ્રશ્ન ઉત્તર- હે ગૌતમ! આ બંને પરસ્પર હોય છે. આ રીતે ગોત્રકર્મની સાથે પણ કહેવું જોઈએ. |४१ जस्स णं भंते ! आउयं तस्स अंतराइयं, पुच्छा ?
गोयमा ! जस्स आउयं तस्स अंतराइयं सिय अत्थि, सिय णत्थि; जस्स पुण अंतराइयं तस्स आउयं णियमं अत्थि । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! જેને આયુષ્ય કર્મ હોય છે, તેને અંતરાય કર્મ હોય છે, ઇત્યાદિ પ્રશ્ન?
ઉત્તર- હે ગૌતમ! જેને આયુષ્ય કર્મ હોય છે, તેને અંતરાય કર્મ કદાચિત્ હોય અને કદાચિતું ન હોય પરંતુ જેને અંતરાય કર્મ હોય છે, તેને આયુષ્ય કર્મ અવશ્ય હોય છે.
४२ जस्स णं भंते ! णामं तस्स गोयं, जस्स णं गोयं तस्स णं णामं ? गोयमा ! दो वि एए परोप्परं णियमा अस्थि । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! જેને નામ કર્મ હોય છે, તેને ગોત્ર કર્મ હોય અને જેને ગોત્ર કર્મ હોય તેને નામ કર્મ હોય છે? ઉત્તર- હે ગૌતમ! જેને નામ કર્મ હોય છે, તેને ગોત્ર કર્મ અવશ્ય હોય છે અને જેને ગોત્ર કર્મ હોય છે, તેને નામ કર્મ પણ અવશ્ય હોય છે, આ બન્ને કર્મ પરસ્પર નિયમથી હોય છે. |४३ जस्स णं भंते ! णामं तस्स अंतराइयं, पुच्छा ?
गोयमा ! जस्स णामं तस्स अंतराइयं सिय अत्थि, सिय णत्थि; जस्स पुण अंतराइयं तस्स णामं णियमं अस्थि । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન! જેને નામ કર્મ હોય તેને અંતરાય કર્મ હોય અને જેને અંતરાય કર્મ હોય