________________
[ ૨૮૮]
શ્રી ભગવતી સૂત્ર-૩
તેને નામ કર્મ હોય છે?
ઉત્તર- હે ગૌતમ ! જેને નામ કર્મ હોય છે, તેને અંતરાય કર્મ કદાચિત્ હોય અને કદાચિતું ન હોય, પરંતુ જેને અંતરાય કર્મ હોય તેને નામ કર્મ અવશ્ય હોય છે. ४४ जस्स णं भंते ! गोयं तस्स अंतराइयं, पुच्छा ?
गोयमा ! जस्स णं गोयं, तस्स अंतराइयं सिय अत्थि सिय णत्थि; जस्स पुण अंतराइयं, तस्स गोयं णियम अत्थि । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન! જેને ગોત્ર કર્મ હોય છે. તેને અંતરાય કર્મ હોય અને જેને અંતરાય કર્મ હોય તેને ગોત્ર કર્મ હોય છે?
ઉત્તર- હે ગૌતમ ! જેને ગોત્ર કર્મ હોય છે, તેને અંતરાય કર્મ કદાચિ હોય અને કદાચિત્ ન હોય, પરંતુ જેને અંતરાય કર્મ હોય છે, તેને ગોત્ર કર્મ નિયમા હોય છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં કર્મોના પરસ્પર સાહચર્યની પ્રરૂપણા કરી છે. નિયમા અને ભજનાનો અર્થ :- આ બંને જૈન આગમના પારિભાષિક શબ્દો છે. નિયમાનો અર્થ અવશ્ય, નિશ્ચતરૂપે હોવું અને ભજનાનો અર્થ વિકલ્પથી, કદાચિત્ હોવું અને કદાચિત્ ન હોવું. ૨૪ દંડકના જીવોને આઠ કર્મની ભજના અને નિયમો - એક મનુષ્યને છોડીને શેષ ૨૩ દંડકમાં આઠ કર્મની પરસ્પર નિયમા હોય છે. મનુષ્યમાં જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાય તે ચાર ઘાતી કર્મોની ભજના છે, કારણ કે કેવળીને ચાર ઘાતી કર્મો હોતા નથી. પરંતુ વેદનીય, આયુષ્ય, નામ અને ગોત્ર તે ચાર અઘાતી કર્મની મનુષ્યમાં નિયમા હોય છે. સિદ્ધ ભગવાનને કોઈ કર્મ નથી.
જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય તે ત્રણે કર્મોનો અવિનાભાવ સંબંધ છે. તેનો ઉદય બાર ગુણસ્થાન સુધી હોય છે. મોહનીય કર્મ દશ ગુણસ્થાન સુધી હોય છે તેથી અગિયારમા અને બારમા ગુણસ્થાને શેષ ત્રણ ઘાતી કર્મોનો ઉદય હોવા છતાં મોહનીયનો ઉદય નથી. પરંતુ મોહનીયનો ઉદય હોય ત્યારે શેષ ત્રણ ઘાતકર્મનો ઉદય અવશ્ય હોય છે.
ચારે ઘાતકર્મના ઉદયમાં શેષ ચાર અઘાતી કર્મોનો ઉદય અવશ્ય હોય છે. પરંતુ અઘાતી કર્મના ઉદયમાં કેવળી ભગવાનને ઘાતી કર્મોનો ઉદય હોતો નથી. આઠ કર્મના ૨૮ ભંગ :- આઠ કર્મોની નિયમા અને ભજનાના ૨૮ ભંગ થાય છે. જ્ઞાનાવરણીય કર્મના ત્યાર પછીના સાત કર્મો સાથેના સાત ભંગ દર્શનાવરણીય કર્મના ત્યાર પછીના છ કર્મો સાથેના છ ભંગ