________________
૨૮૦
શ્રી ભગવતી સૂત્ર-૩
આ પાના વા.
ઢિપ્રદેશી ઔધ જ અન્ય દ્રવ્ય સાથે જોડાય જાય ત્યારે તે અન્ય દ્રવ્યના અવયવરૂપ બની જવાથી દ્રવ્યદેશરૂપ બને છે. (૩) બહુ દ્રવ્ય જ્યારે તે બે પ્રદેશ સ્વતંત્ર રૂપે રહે છે ત્યારે તે બે દ્રવ્ય–બહુદ્રવ્યરૂપ બને છે. (૪) બહુ દ્રવ્યદેશ- જ્યારે તે બે પ્રદેશ સ્વતંત્ર રૂપે અન્ય બે સ્કંધ સાથે જોડાઈને બે દ્રવ્યના દેશરૂપ બને ત્યારે બહુ દ્રવ્યદેશરૂપ બને છે. (૫) એક દ્રવ્ય-એક દ્રવ્યદેશ જ્યારે તે બે પ્રદેશોમાંથી એક પ્રદેશ સ્વતંત્ર રહે છે અને બીજો પ્રદેશ અન્ય દ્રવ્યની સાથે મળી જાય ત્યારે એક પ્રદેશ દ્રવ્યરૂપ અને બીજો પ્રદેશ દ્રવ્યદેશરૂપ બને છે. આ રીતે પ્રથમ પાંચ ભંગ શક્ય છે. બે પ્રદેશ દ્રવ્ય બે પ્રદેશરૂપ હોવાથી દ્વિ સંયોગી
અંતિમ ત્રણ વિકલ્પની શક્યતા નથી. ત્રિપ્રદેશી સ્કંધમાં – સાત ભંગ ઘટિત થાય છે. પ્રથમ પાંચ ભંગ પૂર્વવત્ ઘટિત થાય છે. () એક દ્રવ્ય બહુદ્રવ્યદેશ – ત્રિપ્રદેશ સ્કંધનો એક પરમાણુ સ્વતંત્ર દ્રવ્યરૂપ રહે અને શેષ બે પરમાણુ ભિન્ન ભિન્ન બે સ્કંધ સાથે જોડાઈને બેદ્રવ્યના દેશ રૂપ બને ત્યારે તે એક દ્રવ્ય અને બહુ દ્રવ્યદેશ રૂપ બને છે. (૭) બહુદ્રવ્ય-એકદ્રવ્યદેશ – ત્રિપ્રદેશ સ્કંધના બે પરમાણુ સ્વતંત્ર દ્રવ્યરૂપે રહે અને શેષ એક પરમાણુ કોઈ સ્કંધ સાથે જોડાઈને તેના અવયવરૂપ બની જાય ત્યારે તે બહુ દ્રવ્ય અને એક દ્રવ્યદેશરૂપ ભંગ બને છે. ત્રિપ્રદેશી સ્કંધમાં ત્રણ પરમાણુ હોવાથી આઠમા ભંગની સંભાવના નથી.
ચતwદેશી ઔધમાં આઠ ભંગ ઘટિત થાય છે. સાત ભંગ પૂર્વવતુ ઘટિત થાય છે. આઠમો ભંગ (૮) બહુદ્રવ્ય-બહુદ્રવ્યદેશ - ચતુષ્પદેશી સ્કંધના બે પરમાણુ સ્વતંત્ર દ્રવ્યરૂપે રહે અને શેષ બે પરમાણુ ભિન્ન ભિન્ન બે સ્કંધ સાથે જોડાઈને બે દ્રવ્યના દેશરૂપ બને ત્યારે તે બહુ દ્રવ્ય અને બહુ દ્રવ્યદેશરૂપ બને છે. આ રીતે પંચ પ્રદેશી સ્કંધથી અનંત પ્રદેશ સ્કંધમાં આઠ ભંગ ઘટિત થાય છે. પરમાણુથી અનંત પ્રદેશી પુદ્ગલદ્રવ્યમાં દ્રવ્યદેશાદિ આઠ વિકલ્પો:વિકલ્પો
પરમાણુ
ઢિપ્રદેશી | ત્રિપ્રદેશી | ચતુઃwદેશીથી
સ્કંધ | સ્કંધ | અનંત પ્રદેશી ઔધ ૧. દ્રવ્ય ૨. દ્રવ્યદેશ ૩. બહુ દ્રવ્ય ૪. બહુ દ્રવ્યદેશ ૫. એક દ્રવ્ય એક દ્રવ્યદેશ ૬. એક દ્રવ્ય-બહુદ્રવ્યદેશ | ૭. બહુ દ્રવ્ય એક દ્રવ્યદેશ ૮. બહુ દ્રવ્ય બહુ દ્રવ્યદેશ
>
>
x
x
* * * * * * * *
x
x
x
x,