________________
શતક-૮: ઉદ્દેશક-૧૦ _
| ૨૮૧ |
લોકાકાશ અને જીવના પ્રદેશ - २२ केवइया णं भंते! लोगागासपएसा पण्णत्ता ? गोयमा! असंखेज्जा लोगागास- पएसा पण्णत्ता ? ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! લોકાકાશના કેટલા પ્રદેશ છે? ઉત્તર-હે ગૌતમ! અસંખ્ય પ્રદેશ છે. | २३ एगमेगस्स णं भंते ! जीवस्स केवइया जीवपएसा पण्णत्ता ? गोयमा ! जावइया लोगागासपएसा, एगमेगस्स णं जीवस्स एवइया जीवपएसा पण्णत्ता । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવનું ! પ્રત્યેક જીવના પ્રદેશ કેટલા છે? ઉત્તર- હે ગૌતમ! લોકાકાશના જેટલા પ્રદેશ છે, તેટલા જ પ્રદેશ પ્રત્યેક જીવના છે. વિવેચન :
લોકના અસંખ્ય પ્રદેશ છે. જેટલા લોકના પ્રદેશ છે, તેટલા એક જીવના પ્રદેશ છે. જ્યારે જીવ કેવલી સમુઘાત કરે છે, ત્યારે તે પોતાના આત્મપ્રદેશોથી સંપૂર્ણ લોકને વ્યાપ્ત કરે છે. તે લોકાકાશના એક-એક પ્રદેશ પર એક એક જીવપ્રદેશ અવસ્થિત થાય છે, તેથી એક જીવના આત્મપ્રદેશો લોકાકાશના પ્રદેશની સમાન છે, તે સિદ્ધ થાય છે. કર્મ-વર્ગણાઓથી આબદ્ધ જીવ:
२४ कइ णं भंते ! कम्मपगडीओ पण्णत्ताओ? गोयमा ! अट्ठ कम्मपगडीओ पण्णत्ताओ, तं जहा- णाणवरणिज्जं जाव अंतराइयं । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! કર્મપ્રકૃતિઓ કેટલી છે? ઉત્તર- હે ગૌતમ! કર્મપ્રકૃતિઓ આઠ છે, યથા- જ્ઞાનાવરણીય યાવતું અંતરાય. | २५ णेरइयाणं भंते ! कइ कम्मपगडीओ पण्णत्ताओ? गोयमा ! अट्ठ ! एव सव्वजीवाण अट्ठ कम्मपगडीओ ठावेयव्वाओ जाव वेमाणियाण ।। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! નરયિક જીવોને કેટલી કર્મપ્રકૃતિઓ છે? ઉત્તર- હે ગૌતમ! આઠ કર્મપ્રકૃતિઓ કહી છે. આ રીતે વૈમાનિક પર્યત સર્વ જીવોને આઠ કર્મપ્રકૃતિ છે. |२६ णाणावरणिज्जस्स णं भंते ! कम्मस्स केवइया अविभागपलिच्छेदा पण्णत्ता? गोयमा ! अणंता अविभागपलिच्छेदा पण्णत्ता ।