________________
શતક-૮: ઉદ્દેશક-૧૦
| ૨૭૯ |
ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! પુલાસ્તિકાયના અનંત પ્રદેશ, શું એક દ્રવ્ય છે કે એક દ્રવ્ય દેશ છે, ઇત્યાદિ પૂર્વોક્ત પ્રશ્ન?
ઉત્તર- હે ગૌતમ! પૂર્વોક્ત આઠ ભંગ કહેવા જોઈએ યાવત્ કદાચિત અનેક દ્રવ્ય અને અનેક દ્રવ્ય દેશ છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં પગલાસ્તિકાયના એક પ્રદેશથી અનંત પ્રદેશ સ્કંધ સુધીમાં આઠ વિકલ્પોથી પ્રશ્નોત્તર કર્યા છે. તે આઠ વિકલ્પો આ પ્રમાણે છે. (૧) એક દ્રવ્ય છે– ગુણ પર્યાય યુક્ત હોય તેને દ્રવ્ય કહે છે. યથા- પુદ્ગલ પરમાણુ અથવા સ્કંધ (૨) એક દ્રવ્ય દેશ છે– તે દ્રવ્ય અન્ય દ્રવ્ય સાથે જોડાયેલું હોય અથવા દ્રવ્યના અવયવરૂપ હોય, તેને દ્રવ્ય દેશ કહે છે. યથા– અન્ય દ્રવ્ય સાથે જોડાયેલા પરમાણુ, અંધાદિ (૩) બહુ દ્રવ્ય છે– જે અનેક દ્રવ્યરૂપ હોય યથા– બે પરમાણુ, બે સ્કંધ આદિ (૪) બહુ દ્રવ્ય દેશ છે– જે એક દ્રવ્યના અનેક વિભાગરૂપ હોય યથા- ક્રિપ્રદેશી ઢંધાદિ (૫) એક દ્રવ્ય અને એક દ્રવ્ય દેશ છે– જે એક દ્રવ્યરૂપ હોય અને એક દ્રવ્યના વિભાગરૂપે હોય, યથાઢિપ્રદેશી અંધ. (૬) એક દ્રવ્ય અને બહુ દ્રવ્ય દેશ છે, જે એક દ્રવ્યરૂપ અને એક દ્રવ્યના અનેક વિભાગરૂપ હોય યથાત્રિપ્રદેશ સ્કંધ. (૭) બહુ દ્રવ્ય અને એક દ્રવ્ય દેશ છે, જે અનેક દ્રવ્યરૂપ અને એક દ્રવ્યના એક વિભાગરૂપ હોય યથાત્રિપ્રદેશ સ્કંધ (૮) બહુ દ્રવ્ય અને બહુ દ્રવ્ય દેશ છે. જે અનેક દ્રવ્ય અને એક દ્રવ્યના અનેક વિભાગરૂપે હોય. યથાચતુષ્પદેશી સ્કંધ.
- આ રીતે દ્રવ્ય અને દ્રવ્ય દેશના એક વચન અને બહુવચન સંબંધી ચાર અસંયોગી ભંગ છે અને ચાર દ્વિ સંયોગી ભંગ છે. સૂત્રકારે આ આઠ વિકલ્પથી પ્રશ્નો પૂછયા છે.
પરમાણુ યુગલમાં - પ્રથમ બે ભંગ હોય છે. બહુ વચન સંબંધી બે ભંગ અને દ્વિક સંયોગીના ચાર ભંગ- તે છ ભંગ સંભવિત નથી. કારણ કે તે એક પ્રદેશી જ છે. યથા (૧) એક દ્રવ્ય- જ્યારે પરમાણુ સ્વતંત્ર રહે છે. અન્ય દ્રવ્ય સાથે જોડાતો નથી ત્યારે તે સ્વયં ગુણ પર્યાયથી યુક્ત હોવાથી દ્રવ્યરૂપ છે. (૨) એક દ્રવ્યદેશ- જ્યારે તે અન્ય દ્રવ્ય સાથે જોડાઈ જાય છે, ત્યારે તે દ્રવ્યના અવયવરૂપ બની જાય છે. તેથી તે દ્રવ્યદેશરૂપ બને છે. આ રીતે બે ભંગ ઘટિત થાય છે. દ્વિદેશી સ્કંધમાં પ્રથમ પાંચ ભંગ ઘટિત થાય છે. યથા– (૧) એકદ્રવ્ય-જ્યારે પુદ્ગલાસ્તિકાયના બે પ્રદેશ ક્રિપ્રદેશી સ્કંધરૂપે પરિણત થાય ત્યારે તે એક દ્રવ્યરૂપ બની જાય છે. (૨) એક દ્રવ્યદેશ- તે