________________
શતક-૮: ઉદ્દેશક-૧૦.
૨૭૩ |
(૩) ઉત્કૃષ્ટ દર્શન આરાધનામાં– ઉત્કૃષ્ટ, મધ્યમ અને જઘન્ય જ્ઞાન આરાધના હોય શકે છે. (૪) ઉત્કૃષ્ટ દર્શન આરાધનામાં– ત્રણ પ્રકારની ચારિત્ર આરાધના હોય શકે છે. (૫) ઉત્કૃષ્ટ ચારિત્ર આરાધનામાં- ત્રણ પ્રકારની જ્ઞાન આરાધના હોય શકે છે. (૬) ઉત્કૃષ્ટ ચારિત્ર આરાધનામાં– અવશ્ય ઉત્કૃષ્ટ દર્શન આરાધના હોય છે.
તાત્પર્ય એ છે કે ઉત્કૃષ્ટજ્ઞાનીને ઉત્કૃષ્ટ દર્શન-ક્ષાયિક સમકિત કે ઉત્કૃષ્ટ ચારિત્ર યથાખ્યાત ચારિત્ર જ હોય તેવું એકાંતે નથી. મધ્યમ દર્શન કે ચારિત્રની આરાધના કરનાર પણ ઉત્કૃષ્ટ શ્રુત જ્ઞાનને પ્રાપ્ત કરી શકે છે. અર્થાત્ ઉત્કૃષ્ટ જ્ઞાન સાથે ઉત્કૃષ્ટ દર્શન કે ચારિત્રનો સંબંધ વિકલ્પ હોય છે.
ઉત્કૃષ્ટ દર્શનારાધકને પણ જઘન્ય, મધ્યમ કે ઉત્કૃષ્ટ જ્ઞાન અને ચારિત્ર હોય શકે છે. સમ્યગુદર્શન આત્મગુણ છે. દઢ શ્રદ્ધા હોવા છતાં જ્ઞાન અને ચારિત્રની આરાધના ઉત્કૃષ્ટપણે થાય તેવું એકાંતે નથી. યથા– અવિરતિ સમ્યગુ દષ્ટિ(ચોથા ગુણાસ્થાનવર્સી) જીવો.
ઉત્કૃષ્ટ ચારિત્રારાધકને પણ જઘન્ય, મધ્યમ કે ઉત્કૃષ્ટ જ્ઞાન હોય શકે છે. પરંતુ ઉત્કૃષ્ટ ચારિત્રારાધકને દર્શન (સમકિત) તો ઉત્કૃષ્ટ જ હોય અર્થાત્ ક્ષાયિક સમકિતી જીવ યથાખ્યાત ચારિત્રને પ્રાપ્ત કરી શકે છે. ઉત્કૃષ્ટચારિત્ર સાથે દઢતમ શ્રદ્ધા હોવી જરૂરી છે.
આ રીતે મોક્ષમાર્ગના અંગભૂત જ્ઞાન, દર્શન અને ચારિત્ર, તે ત્રણે પરસ્પર સાપેક્ષ હોવા છતાં તેનો સંબંધ એકાંતે સમાન જ હોતો નથી.
આરાધનાઓનો પરસ્પર સંબંધ :
આરાધના
ઉત્કૃષ્ટ મધ્યમ જઘન્ય|ઉત્કૃષ્ટ |મધ્યમ જઘન્ય ઉત્કૃષ્ટ | મધ્યમ જ્ઞાન | શાન | જ્ઞાન | દર્શન | દર્શન | દર્શન ચારિત્ર ચારિત્ર, ચારિત્ર
(૧) ઉત્કૃષ્ટ જ્ઞાનારાધના (૨) ઉત્કૃષ્ટ દર્શનારાધના (૩) ઉત્કૃષ્ટ ચારિત્રારાધના ૪ આરાધકોના શેષ ભવ :| ८ उक्कोसियं णं भंते ! णाणाराहणं आराहेत्ता कइहिं भवग्गहणेहि सिज्झइ जाव सव्व दुक्खाणं अंतं करेइ ? ।
गोयमा ! अत्थेगइए तेणेव भवग्गहणेणं सिज्झइ जाव सव्व दुक्खाणं अंतं करेइ; अत्थेगइए दोच्चेणं भवग्गहणेणं सिज्झइ जाव सव्वदुक्खाणं अंतं