________________
| ૨૭૨ |
શ્રી ભગવતી સૂત્ર-૩
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં આરાધનાના પ્રકાર અને તેનો પરસ્પર સંબંધ સ્પષ્ટ કર્યો છે.
આરાધનાનું સ્વરૂપ - આરાધના-નિરતિવારતાડનુપાનના | જ્ઞાનાદિની નિરતિચારરૂપે અનુપાલનાને આરાધના કહે છે. તેના ત્રણ પ્રકાર છે. જ્ઞાન આરાધના, દર્શન આરાધના અને ચારિત્ર આરાધના. પ્રત્યેકના ઉત્કૃષ્ટ, મધ્યમ અને જઘન્ય તેમ ત્રણ ત્રણ ભેદ છે. જ્ઞાન આરાધના - પાંચ પ્રકારના જ્ઞાન અથવા જ્ઞાનના આધારરૂપ શાસ્ત્રાદિની કાલ, વિનય, બહુમાન આદિ આઠ જ્ઞાનાચાર સહિત નિર્દોષ રીતે પાલના (આરાધના) કરવી તે જ્ઞાન આરાધના છે. તેના ત્રણ ભેદ છે.
(૧) ઉત્કૃષ્ટ જ્ઞાન આરાધના:- જ્ઞાનકૃત્યો અને જ્ઞાનના અનુષ્ઠાનોમાં ઉત્કૃષ્ટ પ્રયત્ન કરવો; તે ઉત્કૃષ્ટ જ્ઞાન આરાધના છે. ૧૪ પૂર્વનું જ્ઞાન પ્રાપ્ત કરવું તે પણ ઉત્કૃષ્ટ જ્ઞાનારાધના છે. (૨) મધ્યમ જ્ઞાન આરાધના – જ્ઞાન અનુષ્ઠાનોમાં મધ્યમ પ્રયત્ન કરવો; તે મધ્યમ જ્ઞાન આરાધના છે. ૧૧ અંગોનું જ્ઞાન, તે મધ્યમ જ્ઞાન આરાધના છે.
(૩) જઘન્ય જ્ઞાન આરાધના:- જ્ઞાનના અનુષ્ઠાનોમાં અલ્પતમ પ્રયત્ન કરવો; તે જઘન્ય જ્ઞાન આરાધના છે. અષ્ટ પ્રવચન માતા (પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ)નું જ્ઞાન, તે જઘન્ય જ્ઞાન આરાધના છે. દર્શન આરાધના:- શંકા, કાંક્ષા આદિ અતિચારો રહિત નિઃશંકિત, નિષ્કાંક્ષિત આદિ આઠ દર્શનાચારોનું શુદ્ધતાપૂર્વક પાલન કરવું તે દર્શન આરાધના છે. તેના ત્રણ ભેદ છે. (૧) ઉત્કૃષ્ટ દર્શન આરાધના ક્ષાયિક સમ્યક્ત. (૨) મધ્યમ દર્શન આરાધના ઉત્કૃષ્ટ ક્ષાયોપશિમક સમ્યક્ત અથવા ઔપથમિક સમ્યક્ત. (૩) જઘન્ય દર્શન આરાધના જઘન્ય ક્ષાયોપશિમક સમ્યક્ત હોય છે. ચારિત્ર આરાધના :- સામાયિક આદિ ચારિત્ર અથવા સમિતિ, ગુપ્તિ, વ્રત, મહાવ્રતાદિરૂપ ચારિત્રનું નિરતિચારપણે (વિશુદ્ધરૂપે) પાલન કરવું તે ચારિત્ર આરાધના છે. તેના ત્રણ ભેદ છે. (૧) ઉત્કૃષ્ટ ચારિત્ર આરાધના:- યથાખ્યાત ચારિત્ર તેમજ ચારિત્ર અનુષ્ઠાનોના શુદ્ધપાલનમાં ઉત્કૃષ્ટ પ્રયત્ન. (૨) મધ્યમ ચારિત્ર આરાધના :- સૂક્ષ્મસંપરાય અને પરિવાર વિશુદ્ધ ચારિત્ર તેમજ શુદ્ધાચાર પાલનમાં મધ્યમ પ્રયત્ન. (૩) જઘન્ય ચારિત્ર આરાધના :- સામાયિક અને છેદોપસ્થાપનીય ચારિત્ર તેમજ શુદ્ધાચાર પાલનમાં જઘન્ય પ્રયત્ન.
જ્ઞાનાદિ ઉત્કૃષ્ટ આરાધનામાં અન્ય આરાધના :
(૧) ઉત્કૃષ્ટ જ્ઞાનારાધનામાં ઉત્કૃષ્ટ અને મધ્યમ દર્શન આરાધના હોય છે પરંતુ જઘન્ય દર્શન આરાધના હોતી નથી કારણ કે તેનો તથા પ્રકારનો સ્વભાવ છે. (૨) ઉત્કૃષ્ટ જ્ઞાન આરાધનામાં– ઉત્કૃષ્ટ અને મધ્યમ ચારિત્ર આરાધના હોય શકે છે.