________________
૨૭૦ |
શ્રી ભગવતી સૂત્ર-૩
આરાધના કરે છે તેથી તે દેશારાધક છે. આ ભંગમાં બોલતપસ્વી આદિનો સમાવેશ થાય છે. (૨) જે શીલસંપન્ન નથી પરંતુ શ્રુત સંપન્ન છે. જે પાપાદિથી અનિવૃત્ત છે પરંતુ ધર્મના વિશેષ જ્ઞાતા છે. તે જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપ મોક્ષમાર્ગના ત્રીજા ભાગ રૂપે ચારિત્રની આરાધના કરતા નથી. તેથી તે દેશવિરાધક છે. આ ભંગમાં પ્રાપ્ત થયેલા ચારિત્રનું સંપૂર્ણપણે પાલન ન કરનાર શ્રુત સંપન્ન સાધક અથવા અવિરત સમ્યગ્દષ્ટિ જીવોનો સમાવેશ થાય છે. (૩) જે શીલ સંપન્ન પણ છે અને શ્રુતસંપન્ન પણ છે, તે પાપાદિથી નિવૃત્ત છે અને ધર્મના વિશિષ્ટ જ્ઞાતા પણ છે. તેથી તે સર્વારાધક છે. તે સમ્યગુદર્શન, જ્ઞાન અને ચારિત્રરૂપ રત્નત્રયીની સંપૂર્ણપણે આરાધના કરે છે. આ ભંગમાં શુદ્ધ સંયમી જીવોનો સમાવેશ થાય છે. (૪) જે શીલ સંપન્ન નથી અને શ્રુતસંપન્ન પણ નથી, જે પાપાદિથી નિવૃત્ત નથી અને ધર્મના વિજ્ઞાતા પણ નથી. તે રત્નત્રયના વિરાધક હોવાથી સર્વવિરાધક છે. આ ભંગમાં સંસારના અજ્ઞાની અને અવિરત જીવોનો સમાવેશ થાય છે.
તાત્પર્ય એ છે કે શ્રુત અર્થાત્ સમ્યગદર્શન યુક્ત જ્ઞાન અને શીલ અર્થાત્ ક્રિયા તે બંને સમુદિતરૂપે જ મોક્ષમાર્ગ બની શકે છે, સમ્યગુજ્ઞાન સહિતની ક્રિયા સાધકના ઇષ્ટ ફળને સિદ્ધ કરી શકે છે. જ્ઞાનાદિની આરાધના અને તેનો પરસ્પર સંબંધ - | २ कइविहा णं भंते ! आराहणा पण्णत्ता ? गोयमा ! तिविहा आराहणा पण्णत्ता, तं जहा- णाणाराहणा, दसणाराहणा, चरित्ताराहणा । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! આરાધનાના કેટલા પ્રકાર છે? ઉત્તર- હે ગૌતમ! આરાધનાના ત્રણ પ્રકાર છે, યથા– (૧) જ્ઞાનારાધના (૨) દર્શનારાધના અને (૩) ચારિત્રારાધના. | ३ णाणाराहणा णं भंते ! कइविहा पण्णत्ता ? गोयमा ! तिविहा पण्णत्ता, તં નહીં- ૩ોલિયા, મલ્ફિના, ગરબા | ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! જ્ઞાનારાધનાના કેટલા પ્રકાર છે? ઉત્તર- હે ગૌતમ! ત્રણ પ્રકાર છે. યથા– (૧) ઉત્કૃષ્ટ, (૨) મધ્યમ (૩) જઘન્ય. | ४ दसणाराहणा णं भंते ! कहविहा पण्णत्ता ? गोयमा ! एवं चेव तिविहा वि, एवं चरित्ताराहणा वि । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવનું ! દર્શન આરાધનાના કેટલા પ્રકાર છે? ઉત્તર- હે ગૌતમ ! જ્ઞાન આરાધનાની સમાન દર્શન આરાધના અને ચારિત્ર આરાધનાના ત્રણ-ત્રણ પ્રકાર છે. | ५ जस्स णं भंते ! उक्कोसिया णाणाराहणा तस्स उक्कोसिया दंसणाराहणा,