________________
શતક-૮: ઉદ્દેશક-૧૦
[ ૨૬૯]
હે ગૌતમ! હું આ પ્રમાણે કહું છું, પ્રરૂપણા કરું છું. હું ચાર પ્રકારના પુરુષ કહું છું યાવતુ તે આ પ્રમાણે છે (૧) કોઈ શીલ સંપન્ન છે, શ્રત સંપન્ન નથી, (૨) કોઈ શ્રુત સંપન્ન છે, શીલ સંપન્ન નથી, (૩) કોઈ શીલા અને શ્રુત બંનેથી સંપન્ન છે, (૪) કોઈ શીલ સંપન્ન પણ નથી અને શ્રુત સંપન્ન પણ નથી. (૧) તેમાંથી જે પ્રથમ પ્રકારના પુરુષ છે તે શીલવાન છે, શ્રુતવાન નથી. તે પાપાદિથી નિવૃત્ત છે પરંતુ ધર્મને જાણતા નથી. હે ગૌતમ ! તે પુરુષને મેં દેશ આરાધક' કહ્યા છે. (૨) જે બીજા પ્રકારના પુરુષ છે, તે શીલવાન નથી, શ્રતવાન છે. તે પાપાદિમાં પ્રવૃત્ત છે પરંતુ ધર્મને જાણે છે, હે ગૌતમ! તે પુરુષને મેં દેશ વિરાધક કહ્યા છે. (૩) જે ત્રીજા પુરુષ છે તે શીલવાન પણ છે અને શ્રુતવાન પણ છે. તે પુરુષ પાપાદિથી નિવૃત્ત છે અને ધર્મને જાણે છે. હે ગૌતમ! તે પુરુષને મેં “સર્વારાધક કહ્યા છે. (૪) જે ચોથા પુરુષ છે તે શીલ અને શ્રુત બંનેથી રહિત છે. તે પાપાદિથી અનિવૃત્ત છે અને ધર્મના પણ જ્ઞાતા નથી. હે ગૌતમ ! તે પુરુષને મેં "સર્વવિરાધક' કહ્યા છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં અન્યતીર્થિકોની શ્રુત-શીલ સંબંધી એકાંત માન્યતાનું નિરાકરણ કરીને પ્રભુએ શ્રુત-શીલની આરાધના વિરાધના સંબંધી ચતુર્ભગીનું નિરૂપણ કર્યું છે. અન્યતીર્થિકોની એકાંત માન્યતા - (૧) કેટલાકની માન્યતા અનુસાર શીલ અર્થાત્ ક્રિયા માત્ર જ શ્રેષ્ઠ છે. જ્ઞાન-શ્રતનું કોઈ પ્રયોજન નથી, જેમ કે ઔષધિના જ્ઞાન વિના પણ ઔષધિના સેવનથી વ્યક્તિ નિરોગી થાય છે. (૨) કેટલાકની માન્યતા અનુસાર શ્રુત-જ્ઞાન જ સર્વશ્રેષ્ઠ છે. જ્ઞાનથી જ ઇષ્ટ ફળની સિદ્ધિ થાય છે, ક્રિયાથી નહીં. જ્ઞાનરહિત ક્રિયાવાનને ઇષ્ટસિદ્ધિ થતી નથી. તે પ્રત્યક્ષ જોઈ શકાય છે. મિથ્યાત્વીની ક્રિયાથી ઇષ્ટ ફળની પ્રાપ્તિ થતી નથી. (૩) કેટલાક અન્યતીર્થિકો પરસ્પર નિરપેક્ષ શ્રત અને શીલને જ શ્રેષ્ઠ માને છે. તેઓના મતાનુસાર ક્રિયા રહિત જ્ઞાન પણ ફલદાયક છે કારણ કે જ્ઞાનમાં પણ ગૌણરૂપે ક્રિયા રહેલી જ છે અને જ્ઞાનરહિત ક્રિયા પણ ફલદાયિની બની શકે છે કારણ કે તેમાં ગૌણ રૂપે જ્ઞાન રહેલું જ છે. શ્રુત અને શીલ તે બંનેમાંથી એક અર્થાત્ શ્રત અથવા શીલ પુરુષની પવિત્રતાનું કારણ બની શકે છે. તેથી તેઓ કહે છે કે શ્રુત નિરપેક્ષ શીલ અથવા શીલ નિરપેક્ષ શ્રત શ્રેષ્ઠ છે. આ રીતે તેઓ એકાંત દૃષ્ટિકોણથી વિધવિધ પ્રરૂપણા કરે છે.
પ્રભુ મહાવીરે અન્યતીર્થિકોના મંતવ્યના નિરાકરણ માટે અનેકાંતિક અને સત્યને સ્પષ્ટ કરતી પુરુષ ચૌભંગી દ્વારા સ્વમતનું નિરૂપણ કર્યું છે. (૧) જે પુરુષ શીલ સંપન્ન છે પણ શ્રત સંપન્ન નથી. તે પુરુષ તત્ત્વોના જ્ઞાતા નથી પરંતુ પાપથી નિવૃત્ત થયા છે. સૂત્રકારે તેના માટે “અવિણાય ને' શબ્દપ્રયોગ કર્યો છેવિશેષ જ્ઞાત: થ યેન સ વિજ્ઞાત ધર્મઃ | જેણે ધર્મને વિશેષરૂપથી જાણ્યો નથી તેવો પુરુષ. જે સ્વયં અગીતાર્થ છે પરંતુ ગીતાર્થની નેશ્રામાં રહીને તપશ્ચર્યા આદિમાં રત રહે છે તે પુરુષ જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ મોક્ષમાર્ગના ત્રીજા ભાગ રૂપે ચારિત્રની