________________
રદ |
શ્રી ભગવતી સૂત્ર-૩
રુચિ.
ઉત્કૃષ્ટ જ્ઞાનારાધનામાં દર્શનારાધના અને ચારિત્રારાધના ઉત્કૃષ્ટ અથવા મધ્યમ હોય છે. ઉત્કૃષ્ટ દર્શનારાધનામાં જ્ઞાન અને ચારિત્રારાધના ત્રણ પ્રકારની હોય છે. ઉત્કૃષ્ટ ચારિત્રારાધનામાં જ્ઞાનારાધના ત્રણ પ્રકારની અને દર્શનારાધના ઉત્કૃષ્ટ જ હોય છે. ઉત્કૃષ્ટ રત્નત્રયીના આરાધક જઘન્ય તે જ ભવે અને ઉત્કૃષ્ટ બીજે ભવ(વચ્ચે એક દેવનો ભવ કરીને) મોક્ષે જાય છે. મધ્યમ આરાધક જઘન્ય બીજે અને ઉત્કૃષ્ટ ત્રીજે ભવે મોક્ષે જાય છે. જઘન્ય આરાધક જઘન્ય ત્રીજે અને ઉત્કૃષ્ટ પંદરમે ભવે મોક્ષે જાય છે.
આ સર્વ આરાધકો દેવલોકમાં જાય ત્યારે વૈમાનિક જાતિના દેવ થાય છે અને ઉત્કૃષ્ટ ચારિત્રારાધક જો દેવલોકમાં જાય, તો કલ્પાતીત દેવ થાય છે. પુલ પરિણામના વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાન તે પાંચ મૂળ ભેદ અને તેના ઉત્તર ભેદ-૨૫ છે. પુદ્ગલ દ્રવ્યમાં દ્રવ્ય અને દ્રવ્યદેશની અપેક્ષાએ આઠ ભંગ થાય છે. (૧) દ્રવ્યરૂપ છે (૨) દ્રવ્યદેશ છે (૩) અનેક દ્રવ્ય (૪) અનેક દ્રવ્યદેશ (૫) એક દ્રવ્ય, એક દ્રવ્યદેશ (૬) એક દ્રવ્ય, અનેક દ્રવ્યદેશ (૭) અનેક દ્રવ્ય એક દ્રવ્યદેશ (૮) અનેક દ્રવ્ય અનેક દ્રવ્યદેશ છે.
આ આઠ વિકલ્પમાંથી એક પુગલ દ્રવ્ય-પરમાણમાં પ્રથમ બે ભંગ, બે પુદ્ગલ દ્રવ્યમાં પ્રથમ પાંચ ભંગ, ત્રણ પુદ્ગલ દ્રવ્યમાં પ્રથમ સાત ભંગ, ચાર પુદ્ગલ દ્રવ્યથી અનંત પુદ્ગલ દ્રવ્યમાં આઠ ભંગ સંભવિત છે. એક જીવના આત્મપ્રદેશો લોકાકાશના પ્રદેશોની તુલ્ય છે. કેવળી સમુદ્દઘાત સમયે લોકાકાશના પ્રત્યેક પ્રદેશ પર એક એક આત્મપ્રદેશ વ્યાપ્ત થાય છે.
કર્મ આઠ છે. પ્રત્યેક કર્મના અનંત અવિભાગી પરિચ્છેદ છે અને આત્માના અનંત જ્ઞાનાદિ ગુણોને આવૃત્ત કરે છે. ૨૪ દંડકના જીવો આઠ કર્મના અનંત અવિભાગ પરિચ્છેદથી આવેષ્ટિત, પરિવેષ્ટિત, આવરિત છે પરંતુ તેમાં મનુષ્ય કદાચિત આઠ કર્મથી યુક્ત, કદાચિત્ સાત કર્મથી યુક્ત, કદાચિત્ ચાર અઘાતી કર્મથી યુક્ત અને કદાચિત્ કર્મરહિત પણ થઈ શકે છે. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય કર્મના ઉદયમાં મોહનીય કર્મનો ઉદય વિકલ્પ અને શેષ છ કર્મોનો ઉદય નિશ્ચિતરૂપે હોય છે. વેદનીયાદિ ચાર અઘાતી કર્મના ઉદયમાં ચાર ઘાતકર્મનો ઉદય વિકલ્પ છે. ચારે અઘાતી કર્મોને પરસ્પર અવિનાભાવ સંબંધ છે.